AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અરવલ્લીની ગૂમ સગીરાનો 4 વર્ષે ભેદ ઉકેલાયો, હત્યા કરી લાશ ભાદર નદીમાં ફેંકી દીધી, 7ની ધરપકડ

અરવલ્લીના મેઘરજના ભેમાપુર ગામની સગીરા વર્ષ 2019માં ગૂમ થઈ હતી. સગીરાની શોધખોળ બાદ પણ તેનો પત્તો લાગ્યો નહોતો. અરવલ્લી પોલીસે તપાસ ચાર વર્ષે પણ જારી રાખતા આખરે સગીરાની હત્યા કરાઈ હોવાનો ભેદ ઉકેલાયો છે. સગીરા ગૂમ નહીં પરંતુ જેતે દિવસે જ તેની હત્યા કરી દેવાઈ હતી અને બાદમાં લાશને મહિસાગર જિલ્લામાં જઈને ફેંકી દેવાઈ હતી. લાશને ભાદર નદીના ઉંડા ધરામાં ફેંકીને ચાર વર્ષથી આરોપીઓ નિશ્ચિત બની ગયા હતા.

અરવલ્લીની ગૂમ સગીરાનો 4 વર્ષે ભેદ ઉકેલાયો, હત્યા કરી લાશ ભાદર નદીમાં ફેંકી દીધી, 7ની ધરપકડ
સાત આરોપીની ધરપકડ
| Updated on: Nov 06, 2023 | 11:38 PM
Share

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ભેમાપુર ગામની એક સગીર ચાર વર્ષ અગાઉ ગૂમ થઈ ગઈ હતી. જેની શોધખોળ બાદ પણ સગીરા મળી આવી નહોતી. ઘટનાને પગલે ચાર વર્ષથી પોલીસે પણ તપાસ જારી રાખી હતી. આ દરમિયાન એલસીબી અને એસઓજીની ટીમને ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.

આ પણ વાંચોઃ વડાલી વિસ્તારમાં ચાલુ બાઈક પર દીપડાએ હુમલો કર્યો, 12 વર્ષના કિશોરને નખ ભર્યા

એલસીબી અને એસઓજીની ટીમને તપાસ દરમિયાન કેટલીક કડી જૂના કેસમાં હાથ લાગી હતી. આ કડીને લઈ શોધખોળ શરુ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસે ગૂમ સગીરાની હત્યા કરાઈ હોવાનો અને તેની લાશને મહિસાગર જિલ્લામાં ભાદર નદીના ધરામાં ફેંકી દીધી હોવાનો ભેદ ઉકેલી 7 આરોપીઓની ધરપકડ કરી છે.

ચાર વર્ષે ભેદ ઉકેલાયો

વર્ષ 2019ના ડિસેમ્બર મહિનામાં એક ફરિયાદ નોંધાઈ હતી. જે મુજબ રાત્રે આખ્યાનનો ધાર્મિક કાર્યક્રમ હતો અને જેમાં ગયેલ સગીરા ઘરે પરત ફરી નહોતી. જેની શોધખોળ હાથ ધર્યા બાદ એક સપ્તાહ પાદ પોસ્કો એક્ટ હેઠળ રાકેશ ભીખાભાઈ કટારા લગ્નની લાલચે સગીરાને ભગાડી ગયો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેને લઈ પોલીસે તપાસ શરુ કરી હતી. પરંતુ સગીરાની ભાળ મળી રહી નહોતી.

આ દરમિયાન અરવલ્લી એસપી શેફાલી બરવાલે ગૂમ સગીરાને લઈ શોધખોળની કાર્યવાહીને લઈ એસઓજી અને એલસીબીને તપાસમાં જોડ્યા હતા. ચાર વર્ષે સગીરાની તપાસ વધુ એકવાર શરુ કરાઈ હતી. જેમાં સગીરાની હત્યા થઈ હોવાનુ સામે આવ્યુ છે. પોલીસે હત્યા અને લાશને ફેંકીને પૂરાવાનો નાશ કરનારા 7 આરોપીઓની ધરપકડ કરી છે.

હત્યા કરી લાશ નદીના ધરામાં ફેંકી દીધી

15 ડિસેમ્બર 2019માં સગીરા ભેમાપુર ગામમાં જ મોહન ગલાભાઈ કટારાના ઘરે આખ્યાનમાં ગઈ હતી. આખ્યાન દરમિયાન સગીરા અને તેની બહેનપણી બહાર ગયા હતા. જેમની સાથે રાકેશ લાલા રાઠોડ અને અમૃત હજૂર કટારા પણ ઘરની પાછળ આખ્યાનમાંથી બહાર ગયા હતા. આ વખતે આરોપી મોહન કટારા અને ભરત કટારાએ અંધારામાં તેમની પાછળ દોડીને સગીરાના માથામાં કોદાળી મારી દીધી હતી.

ભરત કટારાએ પણ હાથમાંથી લાકડી સગીરાને મારી હતી. આમ સગીરા મોતને ભેટી હતી. સગીરાના મોતને લઈ અન્ય સગાઓેને થતા તે દોડી આવ્યા હતા. પરંતુ વાતને આટલેથી જ દબાવી દેવા માટે લાશ ઘર નજીકના કૂવામાં ફેંકી દીધી હતી. બે દિવસ બાદ લાશને બહાર નિકાળી, મહિસાગર જિલ્લાના વરસડા ગામની સીમમાં ભાદર નદીના ધરામાં ફેંકી દીધી હતી. ટ્રેક્ટરમાં ઘાસની નીચે સંતાડીને લાશને ઘંટીના પડથી બાંધીને લાશ પાણીમાં ફેંકી દીધી હતી.

ઝડપાયેલા આરોપી

  1. મોહન ગલાભાઈ કટારા, રહે ભેમાપુર, તા. મેઘરજ, જી. અરવલ્લી
  2. ભારુજી ખાત્રાજી પાંડોર, રહે ભેમાપુર, તા. મેઘરજ, જી. અરવલ્લી
  3. ભરત ધીરાભાઈ કટારા, રહે ભેમાપુર, તા. મેઘરજ, જી. અરવલ્લી
  4. અશોક રમણભાઈ ડામોર, રહે છાયામહુડા, તા. કડાણા, જી મહિસાગર
  5. રાકેશ ઉર્ફે લાલો ભારુજી પાંડોર, રહે રોયણીયા તા. મેઘરજ, જી અરવલ્લી
  6. રમેશ રાયચંદભાઈ કટારા, રહે ભેમાપુર, તા. મેઘરજ, જી. અરવલ્લી
  7. ધીરાભાઈ ગલાભાઈ કટારા, રહે ભેમાપુર, તા. મેઘરજ, જી. અરવલ્લી

અરવલ્લી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">