તમારી કાર વેચી રહ્યા છો તો શું થશે તમારા Fastagનું ? જાણો સમગ્ર વિગત

જો તમે તમારી કાર વેચી રહ્યા છો અથવા કોઈ અન્ય વ્યક્તિના નામે તેને ટ્રાન્સફર કરી રહ્યા છો તો પછી તમારી કાર પર રહેલા ફાસ્ટેગ (Fastag)નું શું થશે. તો ચાલો જાણીએ કે તેને કેવી રીતે બદલી શકાય છે.

તમારી કાર વેચી રહ્યા છો તો શું થશે તમારા Fastagનું ? જાણો સમગ્ર વિગત
fastag

હાલ કારમાં ફાસ્ટેગ (Fastag) લગાવવું ફરજીયાત થઈ ગયું છે. હાલ રોડ ટેક્સ માટે ફાસ્ટેગ એક માધ્યમ બની ગયું છે. કારમાં ફાસ્ટેગ ના હોવાને કારણે ઘણી બધી તકલીફનો સામનો કરવો પડે છે. હવે એક શહેરથી બીજા શહેરમાં જતા મોટાભાગના લોકોએ ફાસ્ટેગ લગાવી દીધા આપણને એ તો ખબર છે કે FASTagને કેવી રીતે રિચાર્જ કરવું અને તે કેવી રીતે કામ કરે છે.

પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે જો તમે તમારી કાર વેચો છો તો આ FASTagનું શું થશે અથવા જો કોઈ કારણોસર કારનો આગળનો ગ્લાસ તૂટી જાય છે તો FASTagનું શું થશે? આવી સ્થિતિમાં ફાસ્ટેગ માટે એક અલગ વ્યવસ્થા કરવામાં આવી છે અને તે પ્રક્રિયા દ્વારા તમે આ સમસ્યાને હલ કરી શકો છો. જણાવી દઈએ કે જો આ તમારી સાથે ક્યારેય થાય છે તો તમારે કેવી રીતે આ સમસ્યાને હલ કરવી પડશે. જાણો ફાસ્ટાગથી સંબંધિત વિશેષ બાબતો

 

જો તમે કાર વેચો તો શું થાય?

જો તમે તમારી કાર વેચો છો તો તમારે તમારો FASTag બદલવું પડશે, કારણ કે તમારું બેંક એકાઉન્ટ FASTag સાથે જોડવામાં આવશે. તેથી તમારે તેને બદલવાની જરૂર છે. આ પરિસ્થિતિમાં તમારે તમારો FASTag બંધ કરવું પડશે અને તે ટ્રાન્સફર થતું નથી. જો કે હવે કેટલાક પેમેન્ટ પ્લેટફોર્મ પણ તેને ટ્રાન્સફર કરવાનો વિકલ્પ આપી રહ્યા છે. જેથી વાહન ટ્રાન્સફરની સાથે સાથે તે ટ્રાન્સફર થઈ જાય અને બીજી વ્યક્તિના એકાઉન્ટ સાથે અટેચ થઈ જાય છે.

 

કેવી રીતે બંધ અથવા ટ્રાન્સફર કરવું


તમારા FASTagને બંધ કરવા માટે તમારે તમારી બેંક અથવા વોલેટ કંપનીનો સંપર્ક કરવો પડશે. તમે કસ્ટમર કેર સાથે સંપર્ક કરીને સરળતાથી તેને બંધ કરી શકો છો અને જો જરૂરી હોય તો તમારું નવું ટેગ બનાવી શકો છો, આ સિવાય પેટીએમ પણ ફાસ્ટેગને ટ્રાન્સફર કરવાનો વિકલ્પ આપે છે અને તમે તેને અન્ય કોઈપણ ફોન નંબર પર ટ્રાન્સફર કરી શકો છો. આ પછી FASTag બીજા નંબર સાથે અટેચ કરવામાં આવશે. આ કામ તમે પેટીએમની એપ્લિકેશનથી કરી શકો છો અને તમારે તેને બંધ કરવા કસ્ટરમર કેર સાથે વાત કરવી પડશે.

 

જો ગ્લાસ અથવા ટેગ તૂટી જાય તો શું કરવું?


જો તમારી કારનો કાચ તૂટે છે અથવા ટેગ તૂટી જાય છે તો તમે એક નવો બનાવી શકો છો. આ માટે તમારે બેંકનો સંપર્ક કરવો પડશે અથવા જ્યાં FASTag મળે છે. ત્યાં તમે નવો ટેગ લઈ શકો છો. આ વિકલ્પ ફાસ્ટેગ દ્વારા આપવામાં આવ્યો છે, તેથી આવી સ્થિતિમાં તમારે ગભરાવાની જરૂર નથી.

 

આ પણ વાંચો : Jamnagar: પાઘડીની કલાકારીને મુખ્યપ્રધાને બીરદાવી, પાઘડી બનાવનાર કલાકારને પાઠવી શુભેચ્છા

Click on your DTH Provider to Add TV9 Gujarati