AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું છે આ All Eyes On Rafah ? જાણો કેમ થઈ રહ્યું છે ટ્રેન્ડ, હોલિવુડથી લઈને બોલિવુડના સ્ટાર કરી રહ્યા છે શેર

'ઓલ આઈઝ ઓન રફાહ' થી સંબંધિત એક પોસ્ટ સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ વાયરલ થઈ રહી છે, ચાલો જાણીએ કે તે શું છે.

શું છે આ All Eyes On Rafah ? જાણો કેમ થઈ રહ્યું છે ટ્રેન્ડ, હોલિવુડથી લઈને બોલિવુડના સ્ટાર કરી રહ્યા છે શેર
What is this All Eyes On Rafah
| Updated on: May 31, 2024 | 10:09 AM
Share

All Eyes On Rafah  એટલે કે બધાની નજર રફાહ પર છે. આ 4 શબ્દો બુધવારથી સોશિયલ મીડિયા પર લોકપ્રિય થઈ ગયા છે. બોલિવુડના સ્ટાર્સથી લઈને ઘણા લોકો તેને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી રહ્યા છે. ત્યારે આનો સીધો સંબંધ ઈઝરાયેલ-હમાસ યુદ્ધ સાથે છે. ત્યારે આ બધાની વચ્ચે આ સ્લોગન ક્યાંથી આવ્યું અને ભારતમાં કેમ ટ્રેન્ડ થવા લાગ્યું આ સહિત સોશિયલ મીડિયા પર સ્ટાર્સ કેમ આ પોસ્ટ કરી રહ્યા છે જાણો અહીં.

શું છે આ All Eyes On Rafah ?

ઈઝરાયેલની સેના અને પેલેસ્ટાઈન વચ્ચે ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે જેણે દુનિયાને ચોંકાવી દીધી છે. જો કે હાલમાં જ રવિવારે ઈઝરાયેલની સેનાએ ગાઝા બાદ રાફાહ પર હુમલો કર્યો છે. રવિવારના રોજ રફાહ શરણાર્થી શિબિરો પર થયેલા હુમલામાં 45 થી વધુ લોકો માર્યા ગયા હતા જેમાં મોટા ભાગના બાળકો અને મહિલાઓ સામેલ હતા. આવી સ્થિતિમાં આખી દુનિયા આ હુમલાની નિંદા કરી રહી છે. આ સાથે જ સોશિયલ મીડિયા પર ‘ઓલ આઈઝ ઓન રફાહ’ ટ્રેન્ડ થવા લાગ્યું છે.

કેમ શેર કરી રહ્યા છે લોકો સ્ટોરી ?

આના માધ્યમથી સામાન્ય લોકોથી લઈને પ્રખ્યાત હસ્તીઓ સુધી બધા ગાઝામાં રહેતા પેલેસ્ટિનિયનોના સમર્થનમાં સામે આવ્યા છે. જેમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માની પત્ની રિતિકા, આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપરા, સ્વરા ભાસ્કર, રિચા ચઢ્ઢા, તૃપ્તિ ડિમરી સોનમ કપૂર, સોનાક્ષી સિન્હા, રશ્મિકા મંદન્ના, સૈફ અલી ખાનના પુત્ર ઈબ્રાહિમ અલી ખાન સહિત ઘણા લોકોઆ સ્ટોરી પોસ્ટ કરી છે,

આ બધાવી વચ્ચે ઉઠ્યો POKનો મુદ્દો

જોકે આ મુદ્દા પર સ્ટાર્સે પોસ્ટ કરતા ટ્રોલ થઈ રહ્યા છે સોશિયલ મીડિયા પર યુઝર્સ તેમને સવાલ કરી રહ્યા છે કે ભારતના મુદ્દાઓ પર ચૂપ રહેનારા બીજાના દેશના મુદ્દાઓ પર કેમ આગળ આવી રહ્યા છે. આ બધાની વચ્ચે ઘણા લોકો All Eyes On Rafahમાંથી રફાહ હટાવી All Eyes On POK અને All Eyes On Rajkot લખીને શેર કરી રહ્યા છે. ભારતના એ મુદ્દા જેના પર ખરેખર વાત થઈ જોઈએ એ મુદ્દાઓ પર ના તો સેલિબ્રિટી કઈ બોલવા માંગે છે ના કઈ પોસ્ટ કરવા તો આ બધાની વચ્ચે હમાસ-ઈઝરાયલના મુદ્દા પર આગળ કેમ ?

બગદાણા સેવક હુમલા કેસમાં કોળી સમાજ મેદાને, 01 ફેબ્રુઆરીએ યોજાશે 'સભા'
બગદાણા સેવક હુમલા કેસમાં કોળી સમાજ મેદાને, 01 ફેબ્રુઆરીએ યોજાશે 'સભા'
છે ને ગજબ! અધૂરો બ્રીજ ખુલ્લો મુકાયો, આગળનો રસ્તો બંધ
છે ને ગજબ! અધૂરો બ્રીજ ખુલ્લો મુકાયો, આગળનો રસ્તો બંધ
Breaking News : પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી પથરાઈ સફેદ ચાદર
Breaking News : પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી પથરાઈ સફેદ ચાદર
Breaking News : શીતલહેરનો કહેર, ઠંડા પવન ફૂંકાતા લોકોની હાલાકી વધી
Breaking News : શીતલહેરનો કહેર, ઠંડા પવન ફૂંકાતા લોકોની હાલાકી વધી
નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે, પૈસા સમજી વિચારીને ખર્ચ કરો
નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે, પૈસા સમજી વિચારીને ખર્ચ કરો
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર
g clip-path="url(#clip0_868_265)">