Viral Video: મુંબઈ-ઈન્દોર વચ્ચે ચાલતી અવંતિકા એક્સપ્રેસ ટ્રેનની છતમાંથી ધોધની જેમ પડવા લાગ્યું પાણી, મુસાફરો થયા પરેશાન
મુંબઈ-ઈન્દોર વચ્ચે દોડતી અવંતિકા એક્સપ્રેસના સેકન્ડ એસી કોચમાં ત્યારે હંગામો મચી ગયો જ્યારે તેની છતમાંથી ધોધની જેમ પાણી અંદર આવવા લાગ્યું. એક મુસાફરે તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. તેમણે કહ્યું કે આ કારણે મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો

Mumbai: દેશના અનેક રાજ્યોમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે. હવામાન વિભાગે અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરી છે. ત્યારે કેટલાક રાજ્યમાં પહેલા વરસાદે તબાહી મચાવી દીધી છે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે જેના કારણે જનજીવન પર અસર પડી રહી છે. ત્યારે હવે વરસાદની અસર ટ્રેનોમાં પણ જોવા મળી રહી છે.
થોડા દિવસોમાં વંદે ભારત ટ્રેનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો હતો, જેમાં વાયરલ થઈ રહેલ તે વીડિયો મુજબ ટ્રેનની છત પરથી પાણી ટપકતું હતું. ત્યારે આવું જ દ્રશ્ય મુંબઈ-ઈન્દોર વચ્ચે ચાલતી અવંતિકા એક્સપ્રેસમાં પણ જોવા મળ્યું છે.
ટ્રેનની છતમાંથી પડયુ પાણી
મુંબઈથી ઈન્દોર જઈ રહેલી અવંતિકા એક્સપ્રેસના એસી કોચમાં ટ્રેનની છત પરથી પાણી પ્રવાહ વહતો જોવા મળ્યો હતો. વાયરલ થઈ રહેલા આ વીડિયો મુજબ અંવતિકા ટ્રેનના એસી કોચમાં છત પરથી સતત પાણી વહી રહ્યુ છે તે જોઈ શકાય છે ત્યારે તેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. એટલું જ નહીં કેટલાક મુસાફરો છત માંથી પડતા પાણીમાં ભીંજાઈ ગયા હતા. ત્યારે ટ્રેનમાંથી ટપકતું પાણી રેલ્વેના કામગીરી પર સવાલો ઉભા થયા છે.
झरना बनी मुंबई-इंदौर अवंतिका एक्सप्रेस,ट्रैन के सेकंड एसी कोच में लगातार टपकता रहा पानी,यात्रियों का भीग गया सामान,बर्थ के नीचे बैठकर यात्रियों को करना पड़ा सफर,रेलवे ने दिए जांच के आदेश@RailMinIndia @RailwaySeva @WesternRly @RatlamDRM pic.twitter.com/LaxY1lzikc
— Arun Kumar Trivedi (@ArunTrivedi_) June 26, 2023
(ટ્વિટ ક્રેડિટ- ટ્વિટર)
મુસાફરોને મુશ્કેલીનો કરવો પડ્યો સામનો
મુંબઈ-ઈન્દોર વચ્ચે દોડતી અવંતિકા એક્સપ્રેસના સેકન્ડ એસી કોચમાં ત્યારે હંગામો મચી ગયો જ્યારે તેની છતમાંથી ધોધની જેમ પાણી અંદર આવવા લાગ્યું. એક મુસાફરે તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. તેમણે કહ્યું કે આ કારણે મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ વીડિયો જોઈને રેલવે પ્રશાસનની ઊંઘ ઉડી ગઈ. વીડિયો સામે આવ્યા બાદ રેલવે અધિકારીઓએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. લોકોનું કહેવું છે કે રેલવેની આ બેદરકારીને કારણે જો ટ્રેનમાં કરંટ ફેલાઈ ગયો હોત તો મોટી દુર્ઘટના થઈ શકી હોત. આ વીડિયો 25 જૂનનો જણાવવામાં આવી રહ્યો છે.
જણાવવામાં આવી રહ્યું છે કે 25 જૂનના રોજ અવંતિકા એક્સપ્રેસમાં કેટલાક મુસાફરો મુંબઈથી ઈન્દોર જઈ રહ્યા હતા. તે સેકન્ડ એસી કોચમાં હતો. ટ્રેન ઉપડ્યાના થોડા સમય બાદ કોચના એસી વેન્ટમાંથી પાણી પડવા લાગ્યું. થોડી જ વારમાં પાણી એટલી ઝડપે પડવા લાગ્યું કે જાણે કોઈ ધોધ વહી રહ્યો હોય. મુસાફરો કંઈ સમજે તે પહેલા તેઓ અને તેમનો સામાન ભીંજાઈ ગયો હતો.
આ ટ્વીટ બાદ રેલવેનું તંત્ર જાગ્યું
આ દરમિયાન એક મુસાફરે કોચમાં ટપકતા પાણીનો વીડિયો બનાવ્યો અને તેને ટ્વિટ કર્યો. આ વીડિયો જોયા બાદ રેલવે પ્રશાસન એક્શનમાં આવી ગયું અને મુસાફરોની કાળજી લીધી. જ્યાં સુધી રેલવે કંઈક કરે ત્યાં સુધી મુસાફરો સીટ નીચે બેસીને મુસાફરી કરતા રહ્યા. કારણ કે, તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. ટ્રેન રતલામ ડિવિઝનની હોવાથી તે કોચ ઈન્દોર આવ્યા બાદ અલગ થઈ ગયો હતો. જે બાદ કેસની તપાસ શરૂ થઈ હતી. તમને જણાવી દઈએ કે અવંતિકા એક્સપ્રેસ રેકનું મેઈન્ટેનન્સ રતલામ ડિવિઝનના ઈન્દોર ડેપોમાં કરવામાં આવે છે. આવી સ્થિતિમાં કોઈપણ પ્રકારની ગડબડની જવાબદારી પણ ડેપો દ્વારા જ નક્કી કરવામાં આવશે.
વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો