AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘કેરી વેચી રહી છે કે ધમકી આપી રહી છે?’, મહિલાની કેરી વેચવાનો અંદાજ જોઈને લોકો દંગ રહી ગયા, જુઓ Video

આ મહિલા કેરી વેચવાની રીત કોઈને ઠપકો આપવા જેવી લાગે છે અને આ અંદાજ આ વાયરલ વીડિયોને વધુ રમુજી બનાવી રહી છે. આ મહિલા જે રીતે ઘણું બોલીને કેરી વેચે છે, તે તમારે સાંભળવું જ જોઈએ.

'કેરી વેચી રહી છે કે ધમકી આપી રહી છે?', મહિલાની કેરી વેચવાનો અંદાજ જોઈને લોકો દંગ રહી ગયા, જુઓ Video
Woman s Dramatic Mango Sales
| Updated on: Jul 01, 2025 | 9:43 AM

બસ અને ટ્રેનમાં મુસાફરી કરતી વખતે તમે ઘણા એવા વિક્રેતાઓને જોયા હશે, જેઓ ફક્ત તેમની અનોખી શૈલીથી લોકોનું મનોરંજન જ નથી કરતા, પરંતુ તેમનો માલ પણ વેચે છે. પરંતુ હવે એક મહિલા વિક્રેતાનો એક એવો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેણે કેરી વેચવાની તેની રીતથી નેટીઝન્સને આશ્ચર્યચકિત કરી દીધા છે. પરિસ્થિતિ એવી છે કે લોકો પૂછી રહ્યા છે કે, ‘શું તે કેરી વેચી રહી છે કે ધમકી આપી રહી છે?’

કેરી વેચતી જોવા મળી મહિલા

વાયરલ વીડિયોમાં એક મહિલા ખૂબ જ આક્રમક અને નાટકીય રીતે કેરી વેચતી જોવા મળે છે. મહિલા કહે છે કે, एक दिन आपके पास भी दौलत होगा, शोहरत होगा, पैसा होगा नाम होगा, आपके जीवन में हसीन शाम होगा, हाथों में जाम होगा, वासना और काम होगा, लेकिन क्या आपके पास आम होगा? एक ठो नहीं होगा. तो आज ही खाइए सौ रुपये में डेढ़ किलो छत्तीसगढ़ी आम. अभी सस्ता है दाम, बताना था मेरा काम. खाना है तो खाइए आम वरना जय श्री राम!

આજનું રાશિફળ તારીખ : 20-07-2025
પાણી પિતા જ પેશાબ લાગે છે ? તો આ ગંભીર બીમારી થી ચેતજો
ખાલી પેટ કેળું કેમ ન ખાવું જોઈએ?
ઘરમાં તુલસી હોય તો આ 5 વાતો આજે ગાંઠ બાંધી લેજો
LABUBU DOLL ઘરે રાખવી શુભ કે અશુભ?
Sawan 2025: શ્રાવણ મહિનામાં વાળ કાપવાથી શું થાય છે?

જુઓ વીડિયો…….

(Credit Source: dhirajvishvkarma91)

મહિલાની બોલવાની શૈલી અને તેના હાવભાવ જોઈને ઈન્ટરનેટ પર લોકો હાસ્ય વાળા ઈમોજી મુકી રહ્યા છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મહિલા સારી રીતે જાણતી હતી કે તેનો વીડિયો બનાવવામાં આવી રહ્યો છે અને તે કેમેરા તરફ જોઈને પોતાને વધુ પ્રભાવશાળી રીતે રજૂ કરી રહી છે.

શું તમે કેરી વેચવાની આ નવી રીત જોઈ છે?

આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર વ્યાપકપણે શેર કરવામાં આવી રહ્યો છે. નેટીઝન્સ તેને ‘કેરી વેચવાની નવી રીત’ કહીને પરિવાર અને મિત્રો સાથે શેર કરી રહ્યા છે. ઘણા નેટીઝન્સ મહિલાના આત્મવિશ્વાસ અને કોમેડીથી પ્રભાવિત થયા છે, જ્યારે કેટલાક મજાકમાં પૂછી રહ્યા છે કે, તે કેરી વેચી રહી છે કે ધમકી આપી રહી છે?

આ પણ વાંચો: ટેણિયો એક્ઝામથી કંટાળ્યો ! રડીને પોતાની ભાષામાં વર્ણવ્યું દુ:ખ, યુઝર્સે કહ્યું – ‘હમ તુમ્હારે સાથ હૈ’, Watch Video

આવા વીડિયો અન્ય ચેટ કે એપ્સ દ્વારા વારંવાર શેર કરવામાં આવતા હોવાથી આવી ક્લિપ્સ ઝડપથી ફેલાઈ જાય છે. મોટાભાગના વાયરલ વીડિયોમાં મજા પડતી હોય છે. આવા જ વાયરલ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.

g clip-path="url(#clip0_868_265)">