Viral Video: રસ્તા પર મકાઈ વેચતા બાળકો માટે પોલીસે કર્યુ કંઈક એવુ જેણે જીતી લીધુ લોકોનું દિલ

આ વીડિયો અને તેમાં જોવા મળતો પોલીસ કર્મી લોકોનું દિલ જીતી રહ્યો છે. આ વીડિયો જોઇને પોલીસને લઇને તમારા પણ વિચાર બદલાય જશે.

Viral Video: રસ્તા પર મકાઈ વેચતા બાળકો માટે પોલીસે કર્યુ કંઈક એવુ જેણે જીતી લીધુ લોકોનું દિલ
રસ્તા પર મકાઈ વેચી રહેલા બાળકોની મદદ કરતા પોલીસકર્મી
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Jun 15, 2021 | 5:14 PM

Uttarakhand: પોલીસનું નામ સાંભળીને જ સામાન્ય માણસ ડરી જાય છે. પોલીસ પોતાના કડક વલણ માટે ઓળખાય છે, પરંતુ હાલમાં એક પોલીસ કર્મીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો અને તેમાં જોવા મળતો પોલીસ કર્મી લોકોનું દિલ જીતી રહ્યો છે. આ વીડિયો જોઈને પોલીસને લઈને તમારા પણ વિચાર બદલાય જશે તો સૌથી પહેલા હવે તમે આ વીડિયો જુઓ

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
View this post on Instagram

A post shared by Uttarakhand Police (@uttarakhandpolice)

આ વાયરલ વીડિયો ઉત્તરાખંડનો (Uttarakhand) છે અને વીડિયોમાં બે બાળકો રસ્તાના કિનારે ઉભા રહીને મકાઈ વેચી રહ્યા છે. ત્યાંથી પસાર થતો પોલીસ કર્મી આ બાળકોને જોઈને ઉભો રહી જાય છે. તેમનાથી આ બાળકોના હાલ જોવાયા નહીં. તેઓ બાળક પાસે ગયા અને પહેલા તેમને માસ્ક પહેરાવ્યુ અને બે ઘણી કિંમત ચૂકવીને તેમની પાસેથી બધી મકાઈ ખરીદી લીધી. આ વીડિયો લોકો દ્વારા ખૂબ પસંદ કરાઈ રહ્યો છે.

હાલ દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે, જેની સીધી અસર લોકોના જીવન પર પડી રહી છે. હાલાત એવા છે કે લોકોની રોજી-રોટી પર સંકટ આવીને ઉભુ છે. લોકો પોતાનો ધંધો-રોજગાર ગુમાવી ચૂક્યા છે અને પરિણામે આખો પરિવાર મળીને જે પણ કઈ કામ મળે તે કરવા તૈયાર છે. તેવામાં આ બાળકો પરિવારને મદદ કરવા માટે રસ્તાની સાઈડ પર ઉભા રહીને મકાઈ વેચી રહ્યા હતા.

આ વીડિયો જોઈને લોકો ભાવુક થઈ રહ્યા છે. વીડિયોને સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર શેયર કરવામાં આવી રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો ‘uttarakhandpolice’ નામના એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે. વીડિયોની સાથે આખી ઘટનાની માહિતી પણ શેયર કરવામાં આવી છે. લોકો આ વીડિયો જોઈને પોલીસ કર્મીના ખૂબ વખાણ કરી રહ્યા છે.

આ પણ વાંચો WTC Final: સાઉથમ્ટનમાં કેવી હશે પિચ, કેવી તૈયાર કરાઇ રહી છે પિચ, ક્યુરેટરે પિચના રહસ્યો ખોલ્યા, જાણો

આ પણ વાંચો – Vadodara : એડવાન્સ રેઝીન કંપનીમાં ભીષણ આગ, આગને કાબુમા લેવા આજુબાજુના વીજ જોડાણ કાપવા પડ્યા

આ પણ વાંચો – શું વાત છે! Taarak Mehta સિરિયલ પર હવે બનશે ફિલ્મ! જાણો શું કહ્યું શોના નિર્માતા અસિત મોદીએ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">