દુલ્હનની સામે જ વરરાજાએ મિત્રને માર માર્યો, લોકોએ કહ્યું-‘મજાકની પણ એક રીત હોય છે’

wedding video : કહેવાય છે કે, વરરાજાનાં મિત્રો અને કન્યાનાં મિત્રો લગ્ન સમારંભનો જીવ હોય છે. પણ જરા વિચારો કે જો આ મિત્રો તમારા માટે માથાનો દુખાવો બની જાય તો તમે શું કરશો?

દુલ્હનની સામે જ વરરાજાએ મિત્રને માર માર્યો, લોકોએ કહ્યું-'મજાકની પણ એક રીત હોય છે'
Angry Groom
TV9 GUJARATI

| Edited By: Meera Kansagara

Nov 24, 2022 | 9:54 AM

કહેવાય છે કે લગ્નમાં વરરાજાના મિત્રો અને કન્યાના મિત્રો સમારોહનો જીવ હોય છે. તેમના વિના બધું નીરસ લાગે છે. પણ જરા વિચારો કે જો આ મિત્રો તમારા માટે માથાનો દુખાવો બની જાય તો તમે શું કરશો? બાય ધ વે, આ વાયરલ વીડિયોમાં વરરાજાએ તેના એક મિત્ર સાથે જે કર્યું છે તેવું તમે કંઈ નહીં કરો. જો કે, જ્યારે તમે આ વીડિયો જોશો, ત્યારે તમે પણ એક જ વાત કહેશો – ‘મજાકની પણ એક રીત હોય છે.’  જ્યારે તેના એક મિત્રએ વરરાજાને હદ વટાવી હેરાન કર્યા, તો જુઓ વીડિયોમાં છોકરાએ શું કર્યું.

વાયરલ થઈ રહેલી ક્લિપમાં તમે જોઈ શકો છો કે, વર-કન્યા જયમાલાના સ્ટેજ પર બેઠા છે. દરમિયાન, વરરાજાના મિત્રને મસ્તી સુઝે છે. તે વર રાજાની પાછળ ઉભો રહે છે અને તેની સાથે મજાક કરવા લાગે છે. બીજી જ ક્ષણે જ્યારે મિત્ર તેની હરકતોથી બચતો નથી, ત્યારે વરરાજા ગુસ્સે થઈ જાય છે. પછી ખુરશી પરથી ઉભો થાય છે અને ત્યાં મિત્ર ઉપર ભડકી ઉઠે છે. આ જોઈને દુલ્હન પણ એક ક્ષણ માટે ડરી જાય છે. પછી કોઈક રીતે તે તેના ભાવિ પતિને શાંત કરે છે.

અહીં, વીડિયો જુઓ

આ વીડિયો ટ્વિટર પર @Gulzar_sahab નામના હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. યુઝરે લખ્યું છે- મજાકની પણ એક રીત હોય છે.’ 30 સેકન્ડની આ ક્લિપ લગભગ 2 લાખ વખત જોવામાં આવી છે, જ્યારે 5 હજારથી વધુ લોકોએ તેને પસંદ કરી છે. હવે આ વીડિયો જોયા બાદ બધા વરરાજાના સમર્થનમાં આવી ગયા છે. મોટાભાગના યુઝર્સ માને છે કે વરરાજાએ એકદમ સાચું કર્યું છે.

એક યુઝરે લખ્યું છે, ભાઈએ બિલકુલ સાચું કર્યું. સારી રીતે માર્યો. તે તેને ભવિષ્યમાં ક્યારેય હેરાન કરશે નહીં. તે જ સમયે, કોમેન્ટ્સ કરતી વખતે, અન્ય યુઝરે લખ્યું છે કે, આ પ્રકારના મિત્રોને લગ્નમાં આમંત્રણ ન આપવું જોઈએ. અન્ય યુઝરે લખ્યું છે કે, તેને યોગ્ય રીતે મારવો જોઈએ. ત્યારે જ તેને ફરી હોશ આવશે. એકંદરે, દરેક વ્યક્તિ વરરાજાનો પક્ષ લે છે અને તેના મિત્રને સાચી-ખોટી સંભળાવી રહ્યા છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati