AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral video : દુકાનદાર આવી રીતે લોકોને લગાવે છે ચૂનો, જો તમારી સાથે પણ ક્યારેય એવું થયુ હોય તો થઈ જજો સાવધાન!

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા ફળો વેચી રહી છે અને સામે ઉભેલી મહિલા ફળોની ચકાસણી કરી રહી છે અને ખરીદી કરી રહી છે. દુકાનદાર મહિલા પણ થોડા સમય પછી તેના ગ્રાહકને મદદ કરવામાં સામેલ થઈ જાય છે

Viral video : દુકાનદાર આવી રીતે લોકોને લગાવે છે ચૂનો, જો તમારી સાથે પણ ક્યારેય એવું થયુ હોય તો થઈ જજો સાવધાન!
Viral Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2023 | 12:20 PM
Share

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દરરોજ હજારો વીડિયો વાયરલ થાય છે. ખાસ કરીને રીલ્સ અને શોર્ટ વિડીયોનો ક્રેઝ લોકોમાં એટલી ઝડપથી વધી રહ્યો છે કે વાત જ ન પુછો. અત્યારના નાના બાળકોથી લઈને સીનીયર સીટીઝન્સના હાથમાં ફોન જોવા મળે છે. અને દિવસ રાત જ્યારે પણ ફ્રિ થાય છે હાથમાં ફોન લઈને બેસી જતા હોય છે અને આ વિડીયોને આનંદથી ચાલાવી પોતાનો સમય પસાર કરી રહ્યા હોય છે. ત્યારે ક્યારેક મોજ-મસ્તી સિવાય પણ ઘણા એવા વીડિયો શેર થતા હોય છે. જે લોકોને સતર્ક થવાનું સુચવતા હોય છે. ત્યારે એવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં બતાડવામાં આવી રહ્યું છે કે એક ફ્રુટ દુકાનદાર મહિલા કેવી રીતે ફ્રુટની પેકેટ બદલીને બીજા ફ્રુટની થેલી ગ્રાહકને પકડાવી દેય છે.

ફ્રુટ લેવા જતા તમે પણ રાખજો સાવધાની!

આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને લોકોને સુચવી રહ્યો છે કે જ્યારે કોઈ વસ્તુની ખરીદી કરવા જાઓ છો તો દુકાનદાર આવી રીતે પણ તમને છેતરી શકે છે. આ વીડિયો જોઈ લોકો શેર કરી રહ્યા છે. આ વીડિયો સામે આવતા લોકો તેના પર પ્રતિક્રિયા પણ આપી રહ્યાં છે. જેમાં સ્પષ્ટરુપે બતાવવામાં આવ્યું છે કે જે જોયા પછી તમે સમજી શકશો કે લોકો આપણને શાકભાજી અને ફળો લેવા જતા કેવી રીતે મૂર્ખ બનાવે છે.

દુકાનદાર આવી રીતે ઠગે છે લોકોને

ઘણીવાર તમે લોકોને એવું કહેતા સાંભળ્યા છે કે જે જેવું કરે છે તે તેવુ ભરે છે …પણ ભાઈ, આ તો કલયુગ છે, ઘણી વખત કહેવતો અહીં સાચી સાબિત થતી નથી. હવે આને લગતો એક વીડિયો સામે આવ્યો છે. જેને જોયા બાદ તમે દંગ રહી જશો. ઘણીવાર તમે જોયું હશે કે તમે બજારમાંથી સારા અને તાજા ફળો લાવો છો, પરંતુ ઘરે આવતાં ફળોને ચેક કરો છો તો તેમાં ખરાબ ફડો કે શાકભાજી આવી જાય છે કોઈ વખત એક ફ્રુટ ધીમેથી ખરાબ મુકી દે તો કેટલીક વાર તેનાથી વધારે પણ ખરાબ ફ્રુટ આવી હોય છે ત્યારે આવુ કેમ થાય છે તે તમને આ વીડિયો જોયા બાદ તમને ખબર પડી જસે. અને જો તમે હજુ નથી સમજી નથી શક્યા તો તે વીડિયોમાં મહિલા દુકાનદાર ગ્રાહકના સામે સારા ફ્રુટની થેલી ભરી રહી છે જે બાદ તે થેલીને નીચેની તરફ મુકી દઈને નીચેથી બીજી એક થેલી ઉપાડી લેય છે હા, તેમાં ફ્રુટ તો પહેલાની થેલી કરતા વધારે છે પણ તેમાં કેટલાક ખરાબ ફ્રુટ પણ સામેલ છે જે ગ્રાહકને બીજા ફ્રુટ ઉમેરીને પકડાવી દેય છે. ત્યારે આ વિડિઓ જોઈ તમને આખો મામલો સમજાય જશે કે દુકાનદાર કેવી રીતે લોકોને છેતરી લે છે.

વીડિયો વાયરલ

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા ફળો વેચી રહી છે અને સામે ઉભેલી મહિલા ફળોની છટણી કરી રહી છે અને ખરીદી કરી રહી છે. દુકાનદાર મહિલા પણ થોડા સમય પછી તેના ગ્રાહકને મદદ કરવામાં સામેલ થઈ જાય છે અને તેને સારા ફળો વરખમાં બતાવે છે. જ્યારે તેણીને લાગે છે કે તે ભારે થઈ ગયું છે, ત્યારે તે ઉતાવળમાં બેગ બદલી નાખે છે અને બધા સારા ફળ પોતાની પાસે રાખે છે અને સડેલા ફળો ગ્રાહકને આપે છે.

g clip-path="url(#clip0_868_265)">