Viral Video : આ હરકતથી અચાનક ચોંકી ગયો વિરાટ કોહલી, બોલ્યો – આ આશ્રમ….

TV9 GUJARATI

|

Updated on: Jan 31, 2023 | 11:03 PM

આશ્રમમાં ઓટોગ્રાફ લેવા આવનાર ફેન્સે એવી હરકત કરી કે વિરાટ પણ ચોંકી ગયો આ ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Viral Video : આ હરકતથી અચાનક ચોંકી ગયો વિરાટ કોહલી, બોલ્યો - આ આશ્રમ....
Viral video
Image Credit source: twitter

વિરાટ કોહલી ફરી એકવાર તેના શાનદાર ફોર્મમાં પાછો ફર્યો છે. હાલમાં તે ક્રિકેટથી બ્રેક લઈને પત્ની અનુષ્કા સાથે ઋષિકેશ પહોંચ્યો છે. કોહલી આ દરમિયાન દયાનંદ ગિરી આશ્રમ પહોંચ્યો હતો. વિરાટને જોઈ ઋષિકેશમાં તેના ફેન્સ ચોંકી ગયા હતા. આશ્રમમાં ઓટોગ્રાફ લેવા આવનાર ફેન્સે એવી હરકત કરી કે વિરાટ પણ ચોંકી ગયો આ ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

હવે સવાલ એ છે કે શા માટે વિરાટ કોહલી આ દિવસોમાં મંદિરો અને આશ્રમોમાં વધુ દેખાવા લાગ્યો છે. આખરે આમાંથી વિરાટ કોહલીને શું મળે છે? એવું માનવામાં આવે છે કે વિરાટ કોહલીની સફળતાનો માર્ગ હવે આધ્યાત્મિકતાથી જ શરૂ થઈ રહ્યો છે. વિરાટ કોહલીનું અલગ અલગ આશ્રમમાં જવાથી ફેન્સ પણ આશ્ચર્યમાં મુકાયા છે.

આ રહ્યો વિરાટ કોહલીનો એ વાયરલ વીડિયો

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે વિરાટ આશ્રમમાં એક જગ્યા પર બેઠો છે. અને તેની આસપાસ ફેન્સ તેને ઘેરીને ઉભા છે. તેઓ વિરાટ કોહલીને ઓટોગ્રાફ લેવા માટે ઉભા છે. કેટલાક ફેન્સ વિરાટ કોહલીને વીડિયો પણ ઉતારી રહ્યાં છે. ફેન્સની આ હરકત જોઈ વિરાટ દંગ રહી ગયો હતો અને તેણે કહ્યું કે આ આશ્રમ છે અહીં વીડિયો ન ઉતારો.

કોહલીની ‘વિરાટ’ સફળતાનું આધ્યાત્મિક કનેક્શન!

વિરાટ કોહલીને કદાચ આધ્યાત્મિકતાથી તાકાત મળે છે. વ્યક્તિને માનસિક શાંતિ મળે છે, જેનો તેના જીવનમાં થોડા સમયથી અભાવ હતો. વિરાટ કોહલીને આશ્રમો અને મંદિરોમાં જઈને ઘણો ફાયદો થયો છે, તેના ક્રિકેટમાં એક અલગ જ સકારાત્મક ઉર્જા જોવા મળી છે.

આશ્રમમાં સંતોના આર્શીવાદ લેવા પહોંચી રહ્યો છે વિરાટ

T20 વર્લ્ડ કપ બાદ વિરાટ કોહલી નૈનીતાલ જિલ્લામાં નીમ કરૌલી બાબાના મંદિરે ગયો હતો. વિરાટ કોહલીએ ત્યાં માથું નમાવ્યું અને તે પછી તરત જ બાંગ્લાદેશની વનડે સિરીઝમાં વિરાટ કોહલીએ સદી ફટકારી. આ પછી વિરાટ કોહલીએ નવા વર્ષ નિમિત્તે વૃંદાવનમાં નીમ કરૌલી બાબાના આશ્રમમાં હાજરી આપી હતી. ફરી એકવાર વિરાટ કોહલીએ સદી ફટકારી.

આ વખતે વિરાટ કોહલીએ શ્રીલંકા સામે સદી ફટકારી હતી. વિરાટ હવે ફરીથી ઋષિકેશમાં આધ્યાત્મિક ગુરુ સ્વામી દયાનંદ ગિરીના આશ્રમ પહોંચ્યો છે. ત્યાં તેણે લોકોને ભોજન કરાવ્યું, તો શું હવે ઓસ્ટ્રેલિયા સામે પણ વિરાટનું બેટ કામ કરશે? 9 ફેબ્રુઆરીથી દરેક લોકોને જવાબ મળી જશે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati