AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મારે જે પહેરવું હોય એ, મારી મરજી… વાયરલ ‘Delhi Metro Girl’ સામે આવી, કહ્યું- કોણ છે આ ઉર્ફી?

આ વાયરલ દિલ્હી મેટ્રો ગર્લનું નામ રિદમ ચાનના છે. તેના વીડિયો વાયરલ થયા બાદ તેની પ્રથમ પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેણે જણાવ્યું છે કે, હું જે પણ પહેરુ, કોઈને પણ તેનાથી મુશ્કેલી ન હોવી જોઈએ.તેનો વધુ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

મારે જે પહેરવું હોય એ, મારી મરજી… વાયરલ 'Delhi Metro Girl' સામે આવી, કહ્યું- કોણ છે આ ઉર્ફી?
Viral Video rhythm chanana delhi metro
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 04, 2023 | 11:19 PM
Share

સોશિયલ મીડિયા પર હાલમાં દિલ્હી મેટ્રો ભારે ચર્ચામાં છે. મેટ્રોમાં ઉર્ફી જાવેદ કરતા પણ ઓછા કપડા પહેરીને આવનાર એક છોકરીને કારણે દિલ્હી મેટ્રોની ભારે ચર્ચા થઈ રહી છે. આ વાયરલ દિલ્હી મેટ્રો ગર્લનું નામ રિદમ ચાનના છે. તેના વીડિયો વાયરલ થયા બાદ તેની પ્રથમ પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેણે જણાવ્યું છે કે હું જે પણ પહેરુ, કોઈને પણ તેનાથી મુશ્કેલી ન હોવી જોઈએ. તેનો વધુ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

એક ઈન્ટવ્યૂમાં 19 વર્ષીય રિદમે જણાવ્યું કે, જો કોઈને મારા કપડાથી સમસ્યા છે તો તેમને મારા વીડિયોના નિર્માતાઓ સાથે પણ સમસ્યા હોવી જોઈએ. તેણે ખૂબ જ નિખાલસતાથી કહ્યું, હું મારી પસંદગીના કપડાં પહેરવા માટે સ્વતંત્ર છું. પબ્લિસિટી સ્ટંટ સાથે તેને કોઈ લેવાદેવા નથી. તે જ સમયે, ઉર્ફી જાવેદને લગતા પ્રશ્ન પર, રિધમે કહ્યું કે તે તેને ઓળખતી નથી. તેણે કહ્યું, આ મારું જીવન છે. હું જેમ છું તેમ રહીશ.

વાયરલ ‘Delhi Metro Girl’ સામે આવી

આ રહ્યા એ વાયરલ વીડિયો

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક છોકરી પોતાની જાતને બેગથી છુપાવતી જોવા મળે છે અને તેના સ્ટેશન પર પહોંચતા જ તે ઉભી થઈને ચાલી જાય છે. જો કે આ વીડિયો ક્યારેનો છે? આ વિશે કોઈ માહિતી નથી, પરંતુ લોકો તેને જોઈને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘આજકાલ લોકો સ્વતંત્રતા, આધુનિકતાના નામે કંઈ પણ કરી રહ્યા છે. તે જ સમયે, અન્ય એક યુઝરે લખ્યું, ‘શું પુરૂષો પણ આ છોકરીની જેમ મેટ્રોમાં મુસાફરી કરી શકે છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘તે ઉર્ફીની નકલ કરી રહી છે.’ આ સિવાય એક વિભાગ એવો પણ હતો જે આ વીડિયો શેર કરનારની સામે એક્શન લેવાની માંગણી શરૂ કરી છે.

DMRCએ કહી આ વાત

આ મુદ્દે DMRCએ મુસાફરોને યોગ્ય કપડાં પહેરવા વિનંતી કરી છે, જેથી કરીને અન્ય મુસાફરોની સંવેદનાઓને ઠેસ ન પહોંચે. જો અમને આ બાબતે ફરિયાદ મળશે તો અમે તેના પર કાર્યવાહી કરી શકીશું. આ સિવાય DMRCએ કહ્યું કે, આ મામલો સામે આવ્યા બાદ મેટ્રોમાં મોનિટરિંગ વધારવામાં આવશે, જો કોઈ આવા કપડા પહેરે છે તો તેનું કાઉન્સેલિંગ કરવામાં આવશે.

ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Follow Us
GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
g clip-path="url(#clip0_868_265)">