Viral Video : ફૂટબોલના મેદાન પર થયો રમકડાનો વરસાદ, જાણો તેની પાછળનું કારણ

Football Viral Video : રિયલ બેટિસ ફૂટબોલ ક્લબના ચાહકો એ ફરી એકવાર એથ્લેટિક ક્લબ સામેની રમત દરમિયાન 29 ડિસેમ્બર, 2022ના રોજ ગરીબ બાળકો માટે રમકડા ફેંકયા હતા.

Viral Video : ફૂટબોલના મેદાન પર થયો રમકડાનો વરસાદ, જાણો તેની પાછળનું કારણ
Viral VideoImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2023 | 10:39 PM

ફૂટબોલની રમત દુનિયાની સૌથી લોકપ્રિય રમતોમાંથી એક છે. ફૂટબોલ આખી દુનિયાના લોકોને એકસાથે જોડે છે. હાલમાં જ કતારમાં યોજાયેલા ફિફા વર્લ્ડકપ 2022માં આખી દુનિયામાં ફિફા ફીવર છવાયું હતુ. આ ફિફા વર્લ્ડકપમાં અનેક દેશોની ટીમોના ખેલાડીઓ વચ્ચે ખેલ ભાવના, આદર , સન્માન અને મૈત્રી જોવા મળી હતી. હાલમાં ફૂટબોલના મેદાનનો એક અદ્દભુત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ફૂટબોલના મેદાન પર રમકડાનો વરસાદ થતો જોવા મળી રહ્યો છે. ચાલો જાણીએ આ રમકડાના વરસાદ પાછળનું કારણ.

દુનિયામાં અનેક દેશોમાં ફૂટબોલ કલબ વચ્ચે ફૂટબોલ ટુનામેન્ટની મેચો મેચ રમાતી હોય છે. હાલમાં રિયલ બેટિસ ફૂટબોલ ક્લબના ચાહકો એ ફરી એકવાર એથ્લેટિક ક્લબ સામેની રમત દરમિયાન 29 ડિસેમ્બર, 2022ના રોજ ગરીબ બાળકો માટે રમકડા ફેંકયા હતા. ક્રિસમસ અને નવા વર્ષે કોઈ ગરીબ બાળક રમકડા વગર ન રહે તે માટે આ પરંપરા શરુ થઈ હતી. રિયલ બેટિસ અને એથ્લેટિક ક્લબની મેચના પ્રથમ હાફના અંતે દર્શકોએ પોતાના બાળકોના જૂના રમકડા મેદાન પર ફેંક્યા હતા. આ દર્શકોમાં ઘણા નાના બાળકો પણ હતા, તેમણે પણ નેક કામમાં મદદ કરી હતી. મેદાનના સ્ટાફ દ્વારા આ રમકડા એકત્ર કરીને નવા વર્ષની શરુઆત પર ગરીબ બાળકોને ભેટ સ્વરુપે આપ્યા હતા.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

ફૂટબોલના મેદાન પર થયેલા આ રમકડાના વરસાદને કારણે દુનિયાભરના ગરીબ બાળકો માટે 14,000 રમકડા ભેગા થયા હતા.

ફૂટબોલના મેદાન પર આ રીતે થયો રમકડાનો વરસાદ

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, વાહ, આ પરંપરા સરસ છે. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ફૂટબોલની રમત એટલે જ પ્રખ્યાત છે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ, ફૂટબોલ દુનિયાને જોડે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">