AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ટેકઓફ સમયે પેસેન્જરે પ્લેનમાં કર્યો હંગામો, અચાનક જ દરવાજો ખોલવાનો કરવા લાગ્યો પ્રયાસ

એરપોર્ટ પરથી ટેકઓફની તૈયારી કરી રહેલા રાયન એરના વિમાનમાં એક મુસાફર અચાનક ચીસો પાડવા લાગ્યો અને ત્યાર બાદ જોડે બેઠેલા મુસાફરને જોર જોરથી કઈક કહી રહ્યો હતો તે બાદ અચાનકજ દરવાજો ખોલવા તરફ દોડી ગયો ત્યારે લોકો ચોકી ગયા હતા

Viral Video: ટેકઓફ સમયે પેસેન્જરે પ્લેનમાં કર્યો હંગામો, અચાનક જ દરવાજો ખોલવાનો કરવા લાગ્યો પ્રયાસ
Passenger created ruckus in flight
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2023 | 12:43 PM
Share

Viral Video: યુરોપિયન દેશ ક્રોએશિયામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં ઝાદર એરપોર્ટ પરથી ટેકઓફની તૈયારી કરી રહેલા રાયન એરના વિમાનમાં એક મુસાફર અચાનક ચીસો પાડવા લાગ્યો અને ત્યાર બાદ જોડે બેઠેલા મુસાફરને જોર જોરથી કઈક કહી રહ્યો હતો. બાદ અચાનક જ દરવાજો ખોલવા તરફ દોડી ગયો ત્યારે લોકો ચોકી ગયા હતા અને પ્લેનમાં હંગામો મચી ગયો હતો. પેસેન્જરની આ હરકત જોઈને પ્લેનમાં સવાર બાકીના મુસાફરો ગભરાઈ ગયા હતા. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

પ્લેન ટેકઓફ વખતે યુવકે કર્યો હંગામો

મીડિયા રિપોર્ટ મુજબ વિમાનની અંદર પોતાની હરકતોથી હલચલ મચાવનાર પેસેન્જર બ્રિટનનો રહેવાસી હોવાનું કહેવામાં આવી રહ્યું હતુ. વાયરલ વીડિયોમાં એક મુસાફર અચાનક પોતાની સીટ પરથી ઊભો થઈને દરવાજા તરફ દોડે છે, આ દરમિયાન વિચિત્ર ઈશારા કરે છે અને બૂમો પાડવા લાગે છે, તેમ છતાં તે જાણતો હતો કે પ્લેન ટેક-ઓફ થવાનું છે. આ દરમિયાન એર હોસ્ટેસ તેને રોકવાનો પ્રયાસ કરે છે પરંતુ તે રોકાતો નથી.

મુસાફરની આ હરકત જોતા એરહોસ્ટેસ તેને સમજાવા પ્રયાસ કરતી હોય તેમ જણાઈ રહ્યુ છે પણ તે કઈ માનતો નથીને દરવાજા તરફ ભાગવા લાગે છે જે બાદ પ્લેનમાં બે પેસેન્જર્સ પોતાની સીટ પરથી ઉભા થઈ જાય છે અને હંગામો કરતા પેસેન્જરને પકડીને ફ્લોર પર ફેંકી દે છે.

જમીન પર પડ્યા પછી પણ મુસાફર દરવાજો ખોલો, દરવાજો ખોલો એવી બૂમો પાડતો રહ્યો. આ દરમિયાન પ્લેનમાં સવાર ઘણા મુસાફરો આ ઘટનાને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરતા જોવા મળ્યા હતા. રાહતની વાત એ હતી કે વિમાનમાં વિસ્ફોટ થયો નથી. એટલા માટે મુસાફરને સમયસર પ્લેનમાંથી બહાર કાઢીને સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યો હતો.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

પ્લેનમાં સવાર એક પેસેન્જરે આ ઘટનાનો વીડિયો ટિક ટોક પર અપલોડ કર્યો હતો. ત્યાંથી આ વીડિયો હવે ટ્વિટર પર પણ વાયરલ થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે જે સમયે આ ઘટના બની તે સમયે પ્લેન રનવે પર હતું અને થોડી જ સેકન્ડમાં ટેકઓફ થઈ ગયું હશે.

પ્લેનમાં સવાર મોટાભાગના મુસાફરો હાઈડઆઉટ ક્રોએશિયા મ્યુઝિક ફેસ્ટિવલમાંથી પરત ફરી રહ્યા હતા. આ ફેસ્ટિવલનું આયોજન પેગ આઇલેન્ડ પર કરવામાં આવ્યું હતું. હંગામો મચાવનાર પેસેન્જરને એ જ એરપોર્ટ પર પ્લેનમાંથી નીચે ઉતારીને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
સરકારના રાહત પેકેજનો લાભ લેવા 5 ડિસેમ્બર સુધી કરી શકાશે અરજી
સરકારના રાહત પેકેજનો લાભ લેવા 5 ડિસેમ્બર સુધી કરી શકાશે અરજી
મોરબીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધાર્મિક દબાણ તોડી પડાયું
મોરબીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધાર્મિક દબાણ તોડી પડાયું
g clip-path="url(#clip0_868_265)">