Viral Video : પાકિસ્તાની યુવકે બોલિવૂડ ગીત પર કર્યો કાતિલ ડાન્સ, જુઓ Video
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં, એક પાકિસ્તાની છોકરો લગ્નમાં બોલિવૂડ ગીતો પર ડાન્સ કરતો જોવા મળે છે. આ વીડિયો જોઈને તમે પણ તેના ડાન્સના વખાણ કરશો.
સોશિયલ મીડિયા પર ડાન્સના અનેક વીડિયો વાયરલ થતા રહે છે. જેમા ઘણા વીડિયોમાં ડાન્સ જોઈને હસવાનું રોકી શકતા નથી, તો કેટલાક વીડિયો જોઈને મન પ્રફુલીત થઈ જાય છે. તેવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં પાકિસ્તાની છોકરો બોલિવૂડના ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે. આ વીડિયોમાં યુવક એક લગ્નમાં બોલિવૂડના ગીત પર ડાન્સ કરતો જોવા મળે છે.
આ પણ વાંચો : Viral Video: વેઈટરના અદ્દભુત ટેલેન્ટ પર ફિદા થયા આનંદ મહિન્દ્રા, લોકોએ પૂછ્યું – આવા વીડિયો ક્યાંથી લઈ આવો છો ?
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં, એક પાકિસ્તાની છોકરો લગ્નમાં બોલિવૂડ ગીતો પર ઉત્સાહપૂર્વક ડાન્સ કરતો જોવા મળે છે. આ વીડિયો જોઈને તમે પણ તેના ડાન્સના વખાણ કરશો. વીડિયોમાં તમે આ પાકિસ્તાની યુવકને બેંગ બેંગ અને જય જય શિવ શંકર જેવા હિન્દી ફિલ્મી ગીતો પર ડાન્સ કરતા જોઈ શકો છો. ત્યાં આવેલા મહેમાનો પણ તેનો દમદાર ડાન્સ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
View this post on Instagram
પાકિસ્તાની છોકરાનો વીડિયો વાયરલ થયો છે
આ ડાન્સ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર ‘rayyansheikh123’ યુઝરે શેર કર્યો છે. આ વીડિયોને અપલોડ કરવામાં આવ્યો ત્યારથી અત્યાર સુધી 4383 થી વધુ યુઝર્સે લાઈક કર્યો છે. આ ડાન્સ ક્લિપ પર ઘણી કોમેન્ટ્સ પણ આવી છે. સોશિયલ મીડિયા યુઝર્સને આ યુવકનો દમદાર ડાન્સ ખૂબ જ પસંદ આવ્યો છે અને તેઓ તેના જોરદાર વખાણ કરતા થાકતા નથી.