પોતાની જ બર્થડે પાર્ટીમાંથી એક્ટર સાથે ચહેરો છુપાવીને ભાગી આ એક્ટ્રેસ, જુઓ Viral Video

TV9 GUJARATI

|

Updated on: Feb 01, 2023 | 6:31 PM

અમૃતા અરોરાએ (Amrita Arora) ગઈકાલે રાત્રે કરીના કપૂર ખાનના ઘરે પોતાનો 45મો જન્મદિવસ ઉજવ્યો હતો. પરંતુ તે જે રીતે પાર્ટીમાંથી બહાર આવી તેનો વીડિયો જોઈને બધા હેરાન થઈ ગયા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

પોતાની જ બર્થડે પાર્ટીમાંથી એક્ટર સાથે ચહેરો છુપાવીને ભાગી આ એક્ટ્રેસ, જુઓ Viral Video
Amrita Arora - Farhan Akhtar
Image Credit source: Instagram

Amrita Arora Birthday Video: ફિલ્મ એક્ટ્રેસ અને મલાઈકા અરોરાની બહેન અમૃતા અરોરાએ 31 જાન્યુઆરીએ પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. આ પાર્ટી કરીના કપૂર ખાનના ઘરે થઈ હતી. પાર્ટીમાં મલાઈકા અરોરા, અર્જુન કપૂર, સૈફ અલી ખાન સહિત ઘણા નજીકના લોકોએ હાજરી આપી હતી. કરીના કપૂરે પણ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પાર્ટીની ઘણી તસવીરો શેયર કરી છે, પરંતુ હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં અમૃતા અરોરા ફરહાન અખ્તર સાથે કેમેરાથી દૂર ભાગતી જોવા મળી રહી છે.

વીડિયો પાપારાઝી વિરલ ભાયાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેયર કર્યો છે. આ વીડિયોમાં અમૃતા અરોરા ફરહાન અખ્તરના શર્ટથી પોતાનો ચહેરો છુપાવતી જોવા મળે છે. ઘરની બહાર આવ્યા બાદ બંનેએ શર્ટ વડે મોઢા ઢાંકી દીધા હતા અને જ્યાં સુધી બંને કેમેરાની નજરમાં હતા ત્યાં સુધી તેમને શર્ટ ન હટાવ્યો. આ વીડિયો પર લોકો તેમની મશ્કરી કરી રહ્યા છે.

યુઝર્સ કરી રહ્યા છે જોરદાર કોમેન્ટ

એક યુઝરે લખ્યું કે, ખબર નથી કે આ લોકો મોં છુપવવાનું કામ કરે છે. અન્ય એક યુઝરે કોમેન્ટ કરી, “આ લોકો પાછલા દરવાજેથી પણ બહાર નીકળી શક્યા હોત, તેઓ મીડિયાની સામે કેમ બહાર નીકળ્યા.” અન્ય એક યુઝરે લખ્યું કે, શું ફાયદો થયો ખબર છે આ લોકો કોણ છે. એક યુઝરે પાપારાઝીની મજાક ઉડાવતા લખ્યું, “ભાઈ તમારા લોકોનું અપમાન કર્યું. બસ તમે જોતા જ રહી ગયા અને તે મોઢું છુપાવીને ચાલ્યો ગયો.

આ પણ વાંચો : The Era Of 1990 Trailer : સારા ખાન, અર્જુન મન્હાસની ફિલ્મ ‘ધ એરા ઓફ 1990’નું ટ્રેલર રિલીઝ, પાઈરેસી સ્કેમ પર આધારિત ફિલ્મ

અમૃતા અરોરાએ મિત્રો સાથે સેલિબ્રેટ કર્યો બર્થ ડે

અમૃતા અરોરાના જન્મદિવસ માટે તેની બેસ્ટ ફ્રેન્ડ કરીના કપૂર ખાને ખાસ તૈયારીઓ કરી હતી. તેઓએ ઘરને ફુગ્ગાઓ અને ફૂલોથી સજાવ્યું હતું. તેણે તમામ નજીકના લોકોને પોતાના ઘરે બોલાવ્યા હતા. તેમાં સિંગર એપી ઢિલ્લોન પણ સામેલ હતા. 45 વર્ષની અમૃતાએ મિત્રો સાથે તેનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. પાર્ટીની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati