Viral Video : બોલિવુડના કિંગ અને ક્રિકેટના કિંગનો એકસાથે ડાન્સ, પઠાણ ફિલ્મના સોન્ગ પર કર્યો ડાન્સ
KKR vs RCB : બોલિવુડના કિંગ અને ક્રિકેટના કિંગએ મેચ બાદ એકસાથે પઠાણ ફિલ્મના સોન્ગ ઝૂમે જો પઠાણના ડાન્સ સ્ટેપ્સ એક સાથે કર્યા હતા. આ ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આઈપીએલ 2023ની 9મી મેચ આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી છે. બેંગ્લોરની ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. ખરાબ શરુઆત બાદ જોરદાર વાપસી કરીને કોલકત્તાએ 205 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે ધમાકેદાર શરુઆત કર્યા બાદ બેંગ્લોરનું કંગાળ પ્રદર્શન જોવા મળ્યુ હતું. 17.4 ઓવરમાં 123 રન પર બેંગ્લોરની ટીમ ઓલઆઉટ થઈ હતી. આ સાથે જ કોલકત્તાની ટીમે 81 રનથી જીત મેળવી હતી. નીતિશ રાણાના નેતૃત્વમાં આ કોલકત્તાની પ્રથમ જીત હતી. બેંગ્લોરની આઈપીએલ 2023ની આ પ્રથમ હાર હતી.
આ મેચમાં ધમાકેદાર બેટિંગ અને બોલિંગની સાથે બોલિવુડનો પણ તડકો જોવા મળ્યો હતો. શાહરુખ ખાન, સુહાના ખાન, જુહી ચાવલા જેવા બોલિવુડ સ્ટાર્સ પણ જોવા મળ્યા હતા. મેચ બાદ શાહરુખ ખાન અને વિરાટ કોહલીએ એક સાથે જોવા મળ્યા હતા. બોલિવુડના કિંગ અને ક્રિકેટના કિંગએ મેચ બાદ એકસાથે પઠાણ ફિલ્મના સોન્ગ ઝૂમે જો પઠાણના ડાન્સ સ્ટેપ્સ એક સાથે કર્યા હતા. આ ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ રહ્યો એ વાયરલ વીડિયો
Shahrukh Khan & Virat Kohli dancing on steps of ‘Jhoome Jo Pathan’ song ❤️
— M (@AngryPakistan) April 6, 2023
Virat Kohli & Shahrukh Khan dancing “Jhoome Jo Pathan”.
The best moment of the day. pic.twitter.com/SrZv0ua8xq
— Johns. (@CricCrazyJohns) April 6, 2023
King’s in one frame ❤️#ShahRukhKhan #Viratkholi pic.twitter.com/dbzersuDDQ
— Panav Srivastava (@PanavSrivastava) April 6, 2023
The King on a victory lap thanking the FANs #ShahRukhKhan #KKRvRCBpic.twitter.com/kQ6HTUJPKx
— Shah Rukh Khan Warriors FAN Club (@TeamSRKWarriors) April 6, 2023
#ShahRukhKhan & #ViratKohli dance on #JhoomeJoPathaan #KKRvRCBpic.twitter.com/Saic8g4SLk
— Shah Rukh Khan Warriors FAN Club (@TeamSRKWarriors) April 6, 2023
More pictures of #ShahRukhKhan, #SuhanaKhan, #ShanayaKapoor, @VenkyMysore & @pooja_dadlani cheering for our Knights 💜🔥#KKRvRCB pic.twitter.com/976UPu5pjn
— Shah Rukh Khan Warriors FAN Club (@TeamSRKWarriors) April 6, 2023
આજની મેચની મોટી વાતો
- આઈપીએલના ઈતિહાસમાં પ્રથમ વાર એક ઈનિંગમાં 9 વિકેટ સ્પિનરોએ લીધી હતી.
- આંદ્રે રસલ આઈપીએલની 100મી અને સુનિલ નરેન 150મી મેચ રમી રહ્યાં હતા.
- કોલકાતાની ટીમે ઓલરાઉન્ડર અનુકૂળ રોયના સ્થાને 19 વર્ષિય સ્પિનર સુયશ શર્માને તક આપી.
- ડેવિડ વિલી અને કર્ણ શર્માએ સતત બે વિકેટ લીધી હતી, પણ તેઓ હેટ્રિક ચૂક્યા હતા.
- શાર્દુલ-રિંકુ વચ્ચે 100 રનની પાર્ટનરશિપ થઈ.
- મેચ જોવા માટે શાહરુખ ખાન, સુહાના ખાન સહિતના સ્ટાર્સ સ્ટેડિયમમાં પહોંચ્યા છે.
- શાર્દુલ ઠાકુર અને રહેમાનુલ્લા ગુરબાઝે આઈપીએલ કરિયરની પ્રથમ ફિફટી ફટકારી હતી.
- શાર્દુલ ઠાકુરે આઈપીએલ 2023ની ફાસ્ટેસ્ટ ફિફટી ફટકારી હતી.
- છઠ્ઠી વિકેટ માટે શાર્દુલ-રિંકુ વચ્ચે 103 રનની પાર્ટનશિપ થઈ હતી, જે આઈપીએલ ઈતિહાસની ત્રીજી સૌથી હાઈએસ્ટ પાર્ટનશિપ હતી.
- શાર્દુલ ઠાકુરે સાતમા નંબર પર આવીને ત્રીજો સૌથી હાઈએસ્ટ સ્કોર નોંધાવ્યો હતો.
- બીજી ઈનિંગમાં સૌથી વધારે વિકેટ સ્પિનર્સે લીધી હતી.
- વેંકટેસના સ્થાને આવેલા 19 વર્ષીય સુયસ શર્માએ 3 વિકેટ લીધી હતી. તેણે આઈપીએલમાં કોલકત્તા તરફથી ડેબ્યૂ કર્યું હતું
કોલકત્તા નાઈટ રાઈડર્સનું પ્રદર્શન
કોલકત્તાની ખરાબ શરુઆત ખરાબ રહી હતી. કેપ્ટન રાણા 1 રન અને આંદ્ર રસલ 0 રન પર આઉટ થયા હતા. કોલકતા તરફથી પ્રથમ ઈનિંગમાં મનદીપ સિંહે 0 રન, રહેમાનુલ્લા ગુરબાઝે 57 રન, નીતિશ રાણાએ 0 રન, રિંકુ સિંહે 46 રન, આન્દ્રે રસેલે 0 રન, શાર્દુલ ઠાકુરે 68 રન, વેંકટેશ ઐયરે 3 રન, સુનીલ નરેને 0 રન, ઉમેશ યાદવે 6 રન બનાવ્યા હતા.પ્રથમ ઈનિંગમાં 9 સિક્સર અને 18 ચોગ્ગા જોવા મળ્યા હતા.
કોલકત્તા તરફથી વરુણ ચક્રવર્તીએ 4 વિકેટ અને સુયસ શર્માએ 3 વિકેટ લીધી હતી. સુનિલ નરેને 2 વિકેટ લીધી હતી. જ્યારે શાર્દુલ ઠાકુરે બેટિંગ બાદ બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કરીને 1 વિકેટ પણ લીધી હતી.
રોયલ ચેલેન્જર બેંગ્લોરનું પ્રદર્શન
પ્રથમ ઈનિંગમાં બેંગ્લોર તરફથી મોહમ્મદ સિરાજ- હર્ષલ પટેલ અને માઈકલ બ્રેસવેલ 1-1 વિકેટ લીધી હતી. ડેવિડ વિલીએ 4 ઓવરમાં 16 રન આપીને 2 વિકેટ લીધી હતી. તેણે એક મેડન ઓવર પણ નાંખી હતી. કર્ણ શર્માએ 3 ઓવરમાં 26 રન આપીને 2 વિકેટ લીધી હતી. બેંગ્લોરની ટીમે 23 એક્સ્ટ્રા રન આપ્યા હતા.
બીજી ઈનિંગમાં બેંગ્લોર તરફથી વિરાટ કોહલીએ 21 રન, ફાફ ડુ પ્લેસિસએ 23 રન, માઈકલ બ્રેસવેલે 19 રન, ગ્લેન મેક્સવેલે 5 રન, શાહબાઝ અહેમદે 1 રન, દિનેશ કાર્તિકે 9 રન , હર્ષલ પટેલ 0 રન, અનુજ રાવત 1 રન કર્યા હતા. બીજી ઈનિંગમાં 4 સિકસર અને 12 ચોગ્ગા જોવા મળ્યા હતા.