AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Valentine મનાવવા યુવતી તેના બોય ફ્રેન્ડ સાથે હોટલ પહોચીં, માતાએ બન્નેને દબોચી લીધા, પછી જે થયુ જુઓ Viral Video

વીડિયોમાં જોઈ શકાય છે કે યુવતી તેના બોયફ્રેન્ડને મળવા હોટલમાં જાય છે અને ત્યાં તેની માતા બન્નેને દબોચી લે છે તે પછી જે થયું તે તમે જ જોઈ લો..

Valentine મનાવવા યુવતી તેના બોય ફ્રેન્ડ સાથે હોટલ પહોચીં, માતાએ બન્નેને દબોચી લીધા, પછી જે થયુ જુઓ Viral Video
Viral video
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 16, 2023 | 1:02 PM
Share

કેટલીકવાર આવા કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે, જે ખૂબ જ ફની હોય છે. તો ક્યારેક ટીખળના વીડિયો અથવા કોઈને ઠપકો આપતો વીડિયો પણ સોશિયલ મીડિયામાં જોવા મળતો હોય છે. જેમાં પણ ખાસ કરીને મમ્મી તેના બાળકને કોઈ વાતે ઠપકો આપતી હોય તેવા વીડિયો ઘણા જોવા મળે છે જે વીડિયો રમુજી પણ હોય છે અને લોકોને મોજ કરાવી દેય છે.

વાસ્તવમાં, જ્યારે પણ બાળક કંઇક ખોટું કરે છે, ત્યારે તેમને તેમની માતા અથવા પિતા બાળકને ઠપકો આપતા હોય છે. ઘણીવાર બાળક ના માને તો પેરેન્ટ્સ ફટકાર લગાવતા હોય છે.

આવી સ્થિતીમાં બાળકે તેની ભૂલ બદલ ફટકારનો સામનો કરવો પડે છે. ત્યારે બે દિવસ પહેલા જ વેલેન્ટાઈન ડેના દિવસે એટલે કે પ્રેમના દિવસેનો એક વીડિયો વાયરલ થયો છે. જો કે આ દિવસ પર ઘણા વીડિયો વાયરલ થયા છે પણ આ વીડિયોમાં જોઈ શકાય છે કે યુવતી તેના બોયફ્રેન્ડને મળવા હોટલમાં જાય છે અને ત્યાં તેની માતા બન્નેને દબોચી લે છે તે પછી જે થયું તે તમે જ જોઈ લો..

આ વીડિયો ઘણો વાયરલ થયો છે જેમાં માતા તેની દિકરીને ફટકારી રહી છે અને પુત્રીની સાથે તેના બોયફ્રેન્ડને પણ મારતી જોવા મળી રહી છે.

માતાએ કરી ગર્લ ફ્રેન્ડ બોય ફ્રેન્ડની ધુલાઈ

વાસ્તવમાં, વેલેન્ટાઇન ડેના અવસર પર, એક છોકરી તેના બોયફ્રેન્ડ સાથે ગુપ્ત રીતે એક રેસ્ટોરન્ટમાં આવી હતી, જ્યાં તેઓ ડિનર ટેબલ પર બેસીને પ્રેમભરી વાતો કરી રહ્યા હતા, પરંતુ ખબર નઈ કોઈક રીતે છોકરીની માતાને તેની જાણ થઈ જાય છે. અને પછી શું, તે તરત જ તે હોટલ પર પહોંચી અને પુત્રી અને તેના બોયફ્રેન્ડને પકડી લેય છે. જે બાદ તેણે પહેલા પુત્રીના બોયફ્રેન્ડને થપ્પડ મારે છે અને પછી પુત્રીને માર મારી રહી છે પોતાના બોયફ્રેન્ડને મારતો જોઈને દીકરી સામે આવતા જ માતાએ તેના પર પણ થપ્પડ અને ચપ્પલનો વરસાદ શરૂ કરી દીધો હતો. આ રીતે બિચારા બે પ્રેમીઓનો પ્રેમ ભર્યો દિવસ માર ભર્યો દિવસ બની જાય છે . પ્રેમને બદલે, તેઓને માર મળતા વીડિયો જોનાર લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

વીડિયો વાયરલ

આ ફની વીડિયો ક્યાંનો છે તે જાણી શકાયું નથી, પરંતુ આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @gharkekalesh નામના આઈડીથી શેર કરવામાં આવ્યો છે. માત્ર 22 સેકન્ડના આ વીડિયોને 2 લાખ 42 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે આ વીડિયોને સેંકડો લોકોએ લાઈક પણ કર્યો છે.

g clip-path="url(#clip0_868_265)">