AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrayaan 3 Moon Launched NEWS : ચંદ્રયાન 3 સફળતાપૂર્વક થયું લોન્ચ , ભારતીય વૈજ્ઞાનિકોની મહેનતનો સુવર્ણ અક્ષરે લખાશે ઈતિહાસ, જુઓ Video

Chandrayaan 3 launch : આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેશ સેન્ટરમાંથી આ ચંદ્રયાન  બપોરે 2.30 કલાકે લોન્ચ થયું છે. આ ચંદ્રયાન ધરતીથી ચંદ્ર સુધી 3,84,400 કિમીનું અંતર કાપશે. જે દોઢ મહિના એટલે કે 41 દિવસ બાદ ચંદ્ર પર પહોંચશે.

Chandrayaan 3 Moon Launched NEWS : ચંદ્રયાન 3 સફળતાપૂર્વક થયું લોન્ચ , ભારતીય વૈજ્ઞાનિકોની મહેનતનો સુવર્ણ અક્ષરે લખાશે ઈતિહાસ, જુઓ Video
Chandrayaan 3 successfully launched
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2023 | 2:57 PM
Share

Sri Harikota :  આજે 14 જુલાઈ, 2023ના દિવસે ભારતનું મહત્વકાંક્ષી સ્પેસ મિશન ચંદ્રયાન 3 સફળતા પૂર્વક લોન્ચ થયું છે. આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેશ સેન્ટરમાંથી આ ચંદ્રયાન  બપોરે 2.30 કલાકે લોન્ચ થયું છે. આ ચંદ્રયાન ધરતીથી ચંદ્ર સુધી 3,84,400 કિમીનું અંતર કાપશે. જે દોઢ મહિના એટલે કે 41 દિવસ બાદ ચંદ્ર પર પહોંચશે. ઈસરોના (ISRO) 29 ડેપ્યુટી ડાયરેક્ટર અને 55 પ્રોજેક્ટ મેનેજરની વર્ષોની મહેનત બાદ ચંદ્રયાન 3એ સફળતાપૂર્વક ઉડાન ભરી છે.

જો આ ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર સફળ રીતે લેન્ડ કરશે, તો એ ભારત માટે મોટી ઉપલબ્ધિ હશે. ચંદ્રયાન-3 લેન્ડરનો મુખ્ય ઉદ્દેશ ચંદ્ર પર જઈને તેમાંથી રોવર નીકળી ચંદ્રની આસપાસ ચક્કર લગાવવાનો છે. જેથી ચંદ્રની  સપાટીનું નિરીક્ષણ કરી શકાય.ચંદ્રયાન જો દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિ કરશે તો ભારત ચંદ્રના આ ભાગ પર પહોંચનાર પહેલો દેશ બનશે. ચંદ્ર પર રાષ્ટ્રધ્વજ ફરકાવનાર ભારત ચોથો દેશ બનશે.

આ પણ વાંચો : Chandrayaan 3 Launch LIVE : આકાશની છાતી ચીરીને ચંદ્ર તરફ ગર્જના કરતું ચંદ્રયાન-3, દુનિયાની નજર ભારત પર

ચંદ્રયાન 3 સફળતાપૂર્વક થયું લોન્ચ, જુઓ Video

ચંદ્રયાન-3માં લેન્ડરનું નામ વિક્રમ રાખવામાં આવ્યું છે. આ નામ ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા વિક્રમ સારાભાઈના નામ પરથી આપવામાં આવ્યું છે. રોવરને ‘પ્રજ્ઞાન’ નામ આપવામાં આવ્યું છે. જેને સંસ્કૃતમાં શાણપણ કહેવામાં આવે છે. ચંદ્રયાન-2 સમયે પણ લેન્ડર-રોવરના આ જ નામ હતા.

ચંદ્રયાન-3 એક લેન્ડર, એક રોવર અને એક પ્રોપલ્શન મોડયૂલર એમ ત્રણ ભાગમાં બનાવવામાં આવ્યું છે. તેનું કુલ વજન 3900 કિલો છે. પ્રોપલ્શન મોડયૂલરનું વજન 2148 કિલો છે. રોવરનું વજન 26 કિલો છે. પ્રોપલ્શન મોડયૂલર 958 વોટ વીજળી, લેન્ડર મોડયૂલર 738 વોટ અને રોવર 50 વોટ વીજળી ઉત્પન કરશે.

ચંદ્રયાન 3ની ખાસિયત

ચંદ્રયાન-3 એ ભારતીય અવકાશ ઉપગ્રહ છે, જે ચંદ્રયાન મિશનનો ત્રીજો ભાગ છે.તે ચંદ્રની સપાટીની તપાસ કરવા માટે પણ બનાવવામાં આવી છે.આ ઉપગ્રહ ટેકનોલોજી અને અવકાશ વિજ્ઞાનના વિવિધ પાસાઓને આવરી લે છે.ચંદ્રયાન-3નો મુખ્ય ઉદ્દેશ્ય ચંદ્રની ભૂમિ પર જઈને સર્વોચ્ચ અને શ્રેષ્ઠ સર્જનોને શોધવાનો છે.

આ પણ વાંચો : ચંદ્રયાન-3ને દક્ષિણ ધ્રુવમાં જ કેમ લેન્ડ કરાવવા માંગે છે ISRO, જાણો જુલાઈ મહિનો કેમ પસંદ કરવામાં આવ્યો ?

ચંદ્રયાન 3નો પૃથ્વી ચંદ્ર સુધીનો અવકાશી માર્ગ

  • આજે 14 જુલાઈ, 2023ના બપોરે 2.35 કલાકે ચંદ્રયાન 3, શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ થશે.
  • એલવીએમ-3 રોકેટ અવકાશયાનને સેટેલાઈટ ટ્રાન્ઝિસ્ટ ભ્રમણકક્ષામાં લઈ જશે.
  • ચંદ્રયાન 3, હજારથી પણ ઓછી સેકેન્ડમાં પૃથ્વીની ભ્રમણ કક્ષામાં હશે.
  • આ પ્રક્રિયામાં 5 અર્થ બર્ન થશે. જેની લેન્ડર મોડ્યુલ (LM) અને પ્રપલ્ઝન મોડયુલ (PM) પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળમાંથી બહાર નીકળી જશે.
  • ત્યારબાદ પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર નીકળીને ચંદ્રની ભ્રમણકક્ષા તરફ ગતિ કરશે.
  • આ તબક્કા બાદ LM અને PM બંને ટ્રાન્ઝિટ ઓર્બિટમાં રહીને પૃથ્વી અને ચંદ્ર વચ્ચે રહેશે.
  • આ તબક્કા બાદ ચાર મૂન બર્ન દ્વારા તે ચંદ્રની ભ્રમણકક્ષમાં પ્રવેશ કરશે.
  • LM અને PM, 2000 x 1000ની ત્રિજયામાંથી 100 x 100 ની ત્રિજયામાં ધીમે ધીમે આવશે.
  • 17 ઓગસ્ટના દિવસે LM અને PM છૂટા પડશે અને વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી તરફ આગળ વધશે.
  • 23 ઓગસ્ટે લેન્ડર મોડયુલ 100 x 30 કિલોમરીટની ભ્રમણકક્ષામાં ફરીને લેન્ડિંગ તરફ આગળ વધશે.
  • 30 કિલોમીટરની ઊંચાઈથી 7.4 કિલોમીટર સુધી 1.68 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી તે 690 સેકેન્ડમાં ચંદ્રની સપાટી પર આવશે.
  • લેન્ડરની મદદથી રોવર ચંદ્રની સપાટી પર ઉતરશે.
  • ચંદ્રયાન-3 ઓર્બિટર વગરનું યાન હશે, રોવરની માહિતી ઈસરો સુધી પહોંચાડવા માટે ચંદ્રયાન 2ના પહેલાથી જ કક્ષામાં ફરતા ઓર્બિટરનો ઉપયોગ થશે.
  • રોવર ચંદ્રની સપાટી પરથી જરુરી માહિતી ઈસરો સુધી પહોંચાડશે.

આ પણ વાંચો : વિશાળકાળ ચંદ્રયાન પ્રોજેક્ટ માટે વપરાયા છે કરોડો રુપિયા, જાણો ચંદ્રયાન-1, ચંદ્રયાન-2 અને ચંદ્રયાન-3ની ખાસિયતો

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
g clip-path="url(#clip0_868_265)">