AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ISRO Gaganyaan Project: ગગનયાન મિશન માટે અવકાશયાત્રી તૈયાર, જાણો ભારતના આ રોચક મિશન વિશે

ભારતના ચારેય અવકાશયાત્રીઓએ રશિયામાં ગગનયાન મિશન માટે તાલીમનું એક વર્ષ પૂર્ણ કર્યું છે. આ મિશન અંતર્ગત ભારત 2021 માં મનુષ્યને અવકાશમાં મોકલીને ઇતિહાસ રચશે

ISRO Gaganyaan Project: ગગનયાન મિશન માટે અવકાશયાત્રી તૈયાર, જાણો ભારતના આ રોચક મિશન વિશે
અવકાશમાં ભારતનું પ્રથમ માનવ મિશન
| Updated on: Mar 24, 2021 | 11:33 AM
Share

ગગનયાન મિશન અંતર્ગત અવકાશમાં જવા માટે પસંદ થયેલ ભારતના ચારેય અવકાશયાત્રીઓએ રશિયામાં તાલીમનું એક વર્ષ પૂર્ણ કર્યું છે. ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) અને રશિયન અંતરિક્ષ એજન્સી ગ્લાવકોસ્મોસ વચ્ચે જૂન 2019 માં અવકાશયાત્રીઓની તાલીમ માટે સમજૂતી કરવામાં આવી હતી. તાલીમ લેનારાઓમાં ગ્રુપ કેપ્ટન સહીત ભારતીય વાયુ સેનાના ત્રણ વિંગના કમાન્ડરનો સમાવેશ થયો હતો.

10 ફેબ્રુઆરી 2020 ના રોજ તાલીમ શરૂ થઈ હતી

જણાવી દઈએ કે આ તાલીમ 10 ફેબ્રુઆરી, 2020 ના રોજ શરૂ થઈ હતી. પરંતુ કોરોનાને કારણે તે થોડા સમય માટે બંધ રહી હતી. રશિયાથી પાછા ફર્યા બાદ તે બધા ઇસરો દ્વારા રચાયેલ તાલીમ મોડ્યુલોથી તાલીમ લેશે. ભારતમાં તાલીમના ત્રણ મુખ્ય ભાગો હશે. આખા પ્રોજેક્ટ પર એક મોડ્યુલ, ક્રૂ મેમ્બર્સ માટે એક મોડ્યુલ અને ફ્લાઇટ હાર્ડવેર અને સોફ્ટવેર પર એક મોડ્યુલ હશે. તાલીમ પૂર્ણ થયા પછી, આ ચાર અવકાશયાત્રીઓને ગગનયાન દ્વારા અવકાશમાં મોકલવામાં આવશે. વાયુસેનાના અધિકારીઓને રશિયામાં અંતરીક્ષની સ્થિતિને અનુરૂપ બનવા માટે તાલીમ આપવામાં આવી છે. આ મહિનાની શરૂઆતમાં કેન્દ્રીય પરમાણુ ઉર્જા અને અવકાશ રાજ્ય મંત્રી ડો. જિતેન્દ્રસિંહે કહ્યું હતું કે ઇસરોના ગગનયાન પ્રોજેક્ટ અંતર્ગત માણસોને અવકાશમાં મોકલવાનું કામ ચાલી રહ્યું છે.

ગગનયાન પ્રોજેક્ટ પર 10 હજાર કરોડ રૂપિયા ખર્ચ થશે

નોંધપાત્ર છે કે 15 ઓગસ્ટ 2018 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાથી ગગનયાન મિશનની ઘોષણા કરી હતી. આ મિશન માટે લગભગ 10 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. ગયા વર્ષે કેન્દ્રીય મંત્રીમંડળે તેને મંજૂરી આપી હતી. તમને જણાવી દઈએ કે અવકાશમાં જનારા પ્રથમ અવકાશયાત્રી યૂરી ગાગરીન હતા. જેમણે 1961 માં અવકાશ યાત્રા કરી હતી. દેશના પ્રથમ અવકાશયાત્રી રાકેશ શર્મા રશિયાના સોયુઝ ટી -11 થી 2 એપ્રિલ 1984 ના રોજ અવકાશયાત્રા પર ગયા હતા. રશિયાની વેલેન્ટિના તરેશ્કોવા 16 જૂન 1963 ના રોજ અવકાશમાં પ્રવાસ કરનારી પ્રથમ મહિલા હતા. અંતરિક્ષમાં જનાર પ્રથમ ભારતીય મહિલા કલ્પના ચાવલાને 1997 માં આ તક મળી હતી.

મિશન ગગનયાન ભારત માટે ખૂબ મહત્વનું છે

ઇસરોના ચીફ કે. સિવને કહ્યું કે, ભારત 2021 માં મનુષ્યને અવકાશમાં મોકલીને ઇતિહાસ રચશે. ઇસરોના ગગનયાન મિશન અંગે તેમણે કહ્યું કે ગગનયાન મિશન ભારત માટે ખૂબ મહત્વનું છે. તેનાથી દેશની વૈજ્ઞાનિક અને તકનીકી ક્ષમતામાં વધારો થશે. તેમણે કહ્યું હતું કે ચંદ્રયાન -2 મિશનમાં 98 ટકા સફળતા પ્રાપ્ત થઈ છે.

અવકાશમાં ભારતનું પ્રથમ માનવ મિશન

ગગનયાન અવકાશમાં ભારતનું પ્રથમ માનવ સંચાલિત મિશન હશે, જેને સ્વદેશી રોકેટ જીએસએલવી માર્ક -3 દ્વારા મોકલવામાં આવશે. ભારત માટે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે, કારણ કે તેની સફળતાથી ઈસરોનો દબદબો અવકાશમાં વધશે. ડિસેમ્બર 2021 માં ત્રણ વૈજ્ઞાનિકોની એક ટીમ ગગનયાન પ્રોજેક્ટ અંતર્ગત અવકાશમાં મોકલવામાં આવશે. આ ટીમ ઓછામાં ઓછા સાત દિવસ પછી પૃથ્વી પર પાછી ફરશે. ભારતીય વાયુસેનાના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટ માટે 10 પાઇલટ્સની પસંદગીનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે.

રશિયાની સ્પેસ એજન્સી મદદ કરશે

ભારતીય વાયુસેના અને ઇસરોએ મળીને આ મિશન માટે અંતિમ ત્રણ અવકાશયાત્રીઓની પસંદગી કરી હતી. આ પસંદ કરેલા અવકાશયાત્રીઓને તાલીમ માટે રશિયા મોકલવામાં આવ્યા હતા. ઇસરોએ રશિયાની અંતરિક્ષ એજન્સી ગ્લાવકોસ્મોસ સાથે આ કામ માટે કરાર કર્યો હતો. આ અવકાશયાત્રીઓ અવકાશમાં વિવિધ પ્રકારના માઇક્રો ગુરુત્વાકર્ષણનું પરીક્ષણો કરશે.

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">