વાયરલ વીડિયો : ફૂડ બ્લોગરે ખાધુ જલેબી સાથે બટાકાનું શાક, લોકોએ કહ્યુ- હદ થઈ ગઈ !
Viral Video : તેની સાથે સાથે સોશિયલ મીડિયા પર વિચિત્ર ફૂડ કોમ્બિનેશનવાળા વીડિયો વાયરલ થાય છે, જેને કારણે અનેક ફૂડ બ્લોગર ટ્રોલ પણ થાય છે. હાલમાં આવી જ એક મહિલા ફૂડ બ્લોગર વિચિત્ર ફૂડ કોમ્બિનેશનવાળી વાનગી અજમાવવાને કારણે ટ્રોલ થઈ રહી છે.
ભારતમાં મોટાભાગના લોકો અવનવા વ્યંજન ખાવાના શોખીન હોય છે. ભારતમાં પારંપરિક ભારતીય વાનગીઓથી લઈને અનોખા કોમ્બિનેશનવાળી વાનગીઓ બને છે. સોશિયલ મીડિયા પર હાલમાં ફૂડ બ્લોગર બનવાનો ટ્રેડ ચાલુ થયો છે. આજકાલ સોશિયલ મીડિયા પર ફૂડ સંબધિત અનેક વીડિયો વાયરલ થાય છે. આ વીડિયોમાં તમને ભારતની અલગ અલગ જગ્યાની વાનગીઓ જોવા મળે છે. પણ તેની સાથે સાથે સોશિયલ મીડિયા પર વિચિત્ર ફૂડ કોમ્બિનેશનવાળા વીડિયો વાયરલ થાય છે, જેને કારણે અનેક ફૂડ બ્લોગર ટ્રોલ પણ થાય છે. હાલમાં આવી જ એક મહિલા ફૂડ બ્લોગર વિચિત્ર ફૂડ કોમ્બિનેશનવાળી વાનગી અજમાવવાને કારણે ટ્રોલ થઈ રહી છે.
આ વાયરલ વીડિયો એક મહિલા ફૂડ બ્લોગરનો છે. આ વીડિયોમાં મહિલા ફૂડ બ્લોગર માર્કેટમાં એક દુકાન પર વિચિત્ર ફૂડ કોમ્બિનેશન અજમાવી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે દુકાનદાર એક પાત્રમાં સરસ મજાની જલેબી મુકે છે. પણ ત્યા જ તે પાત્રમાં મુકેલી જલેબી પર બટાકાનું શાક નાંખી મહિલા ફૂડ બ્લોગરને સર્વ કરે છે. મહિલા ફૂડ બ્લોગર દુકાન બહાર રસ્તા પર આવી આ વિચિત્ર ફૂડ કોમ્બિનેશન ચાખે છે અને તેનો રિવ્યૂ આપે છે. વિચિત્ર ફૂડ કોમ્બિનેશન ચાખી તેનો મોં બગડે છે. આ વીડિયોને કારણે મહિલા ફૂડ બ્લોગર ખુબ ટ્રોલ પણ થઈ રહી છે.
આ રહ્યો એ વાયરલ વીડિયો
View this post on Instagram
આ વિચિત્ર ફૂડ કોમ્બિનેશનનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર whatsupdilli નામના એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોને 2 લાખ કરતા વધારે વ્યૂઝ મળ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ છે કે, તારુ પેટ ખરાબ થઈ જશે, આવા અખતરા ન કર. બીજા એક યુઝરે લખ્યુ છે કે, બસ કરો, હવે આ બધુ નથી જોઈ શકાતુ. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, આ લોકોને આવા વિચિત્ર વિચાર ક્યાથી આવતા હશે.