વાયરલ વીડિયો: જંગલમાં થઈ ગજબની ફાઈટ, ફિલ્મી સીન જેવો જોવા મળ્યો નજારો
Viral Video : હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં 2 છોકરા જંગલ વચ્ચે ફિલ્મી સ્ટાઈલમાં લડતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ દંગ રહી ગયા છે.
દુનિયામાં રોજ ઘણા લોકો વચ્ચે કોઈને કોઈ બાબતે ઝગડા થતા હોય છે. ઘણા માણસોની આદત હોય છે કે તેઓ નાની નાની વાત પર ઝગડો કરે છે. ઘણા ઝગડા મારમારી સુધી પણ પહોંચતા હોય છે. સોશિયલ મીડિયા પર આવી લડાઈના અનેક વીડિયો વાયરલ થતા રહે છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં 2 છોકરા જંગલ વચ્ચે ફિલ્મી સ્ટાઈલમાં લડતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ દંગ રહી ગયા છે.
આ વાયરલ વીડિયોમાં એક જંગલનો નજારો જોઈ શકાય છે. આ જંગલમાં કેટલાક બાળકો જોઈ શકાય છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક છોકરો બીજા છોકરા પર તાબડતોડ માર મારી રહ્યો છે. તે તેને નીચો પાડવાનો પ્રયત્ન કરે છે. ત્યારે જ લડાઈમાં એક નવો વળાંક આવે છે. બીજો છોકરો પહેલા છોકરા પર ભારે પડે છે. તે ફિલ્મી સ્ટાઈલમાં ફાઈટ કરીને તેને હરાવવાનો પ્રયાસ કરે છે. આ ફાઈટમાં તેઓ હવામાં ઉડીને એકબીજાને મારતા પણ જોવા મળી રહ્યા છે.
આ રહ્યો એ વાયરલ વીડિયો
Kalesh B/w Two Boys in Forest (Epic BGM music) 😭pic.twitter.com/FqxaSmWCSo
— BaharKeKalesh (@Baharikekalesh) November 7, 2022
આ જોરદાર લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @Baharikekalesh નામના હેન્ડલ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોને 6 લાખ કરતા વધારે વ્યૂઝ મળ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ છે કે, એકદમ ફિલ્મી ફાઈટ લાગી રહી છે. બીજા એક યુઝરે લખ્યુ છે કે, આ તો WWE જેવી ફાઈટ છે. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, વાહ…ફાઈટ જોઈને મજા પડી ગઈ.