AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ગરુડની પાંખ પર લગાવવામાં આવ્યો કેમેરો, રેકોર્ડ થયા બરફથી ઢંકાયેલા પહાડનો શાનદાર દ્રશ્યો

Eagle Wing Viral Video: ક્યારેક તમે ગરુડની નજરથી આકાશમાંથી આ દુનિયાને જોઈ છે ક્યારેક ? આ લગભગ અશક્ય લાગતું કામ હાલમાં શક્ય બન્યું છે. હાલમાં વાયરલ થયેલા એક વીડિયોએ સૌને ચોંકાવી દીધા છે.

Viral Video: ગરુડની પાંખ પર લગાવવામાં આવ્યો કેમેરો, રેકોર્ડ થયા બરફથી ઢંકાયેલા પહાડનો શાનદાર દ્રશ્યો
Viral VideoImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2023 | 11:14 PM
Share

આધુનિક યુગમાં 2 દેશ વચ્ચે અને દુનિયાના દરેક ખૂણામાં રહેતા લોકો વચ્ચેનું અંતર ઘટી ગયું છે. ટેકનોલોજી અને સોશિયલ મીડિયાના માધ્યમથી આખી દુનિયા એકબીજાની વધારે નજીક આવી ગઈ છે. દુનિયાના કોઈપણ ખૂણે બનેલી ઘટના મિનિટોમાં આપણા સોશિયલ મીડિયા પર જોવા મળે છે. સોશિયલ મીડિયાની મદદથી દુનિયાના સુંદર સુંદર સ્થળો પણ આપણને જોવા મળે છે. હાલમાં દુનિયાના એક સુંદર સ્થળનો અનોખો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આવો વીડિયો તમે પહેલા ભાગ્યે જ જોયો હશે. આ વીડિયોને 5 મિલિયનથી વધારે વખત જોવામાં આવ્યો છે.

એક વ્યક્તિએ એક ગરુડની પાંખ પર એક કેમેરો ગોઠવ્યો હતો. જેની મદદથી આ સુંદર અને અનોખો વીડિયો રેકોર્ડ થયો હતો. ઊંચા આકાશમાંથી ગરુડની નજરથી આ દુનિયા કેવી દેખાઈ છે તે આ વીડિયોમાં આપણે સારી રીતે જોઈ શકીએ છે. વાયરલ વીડિયોમાં કેમેરાની નજીક એક ગરુડ જોવા મળી રહ્યું છે. આ ગરુડ આકાશમાં ઊંચાઈ પર ઉડી રહ્યું છે. તેની નીચે એક બરફથી ઢંકાયેલો પહાડ જોવા મળી રહ્યો છે. આવો સુંદર નજારો તમે પહેલા ક્યારેય નહીં જોયો હશે. આ વાયરલ વીડિયો કઈ જગ્યાનો છે એ જાણવા નથી મળ્યું પણ આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ વાયરલ વીડિયો (Viral Video) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા (Social Media) યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, કુદરત સામે બધી વસ્તુ નકામી છે. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, સુંદર નજારો. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, કેટલા સુંદર સ્થળો છે આ દુનિયામાં.

g clip-path="url(#clip0_868_265)">