બંધ ઘરની બાલ્કનીમાંથી બોલ કાઢવા છોકરાઓએ અપનાવી આ રીત,લોકોએ કહ્યુ – બાળપણની યાદ આવી ગઈ
Viral Video : વેકેશનના સમયે તો દરેક ગલ્લીમાં ક્રિકેટ રમતા લોકો જોવા મળે છે. હાલમાં સોશિયલ મીડિયા પર સોસાયટીમાં રમાતી એક ક્રિકેટ મેચનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો તમને તમારા બાળપણની યાદ અપાવશે.

ભારતમાં સૌથી લોકપ્રિય રમત ક્રિકેટ છે. હાલમાં ક્રિકેટનો T20 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. આખો દેશ ભારતીય ટીમની જીતની આશા રાખી રહ્યુ છે. ભારતીય ટીમ પણ અપેક્ષા મુજબ જોરદાર પ્રદર્શન કરી રહી છે. ભારતના દરેક ઘરમાં લગભગ દરેક વ્યક્તિ ક્રિકેટ પ્રેમી છે. અને કદાચ ભારતનો દરેક બાળક પોતાના બાળપણમાં મોટા થઈને ક્રિકેટર બનવાના સપના જુએ છે. ભારતની દરેક ગલી, સોસાયટી અને મેદાન પર તમને ક્રિકેટની રમત જોવા મળશે. વેકેશનના સમયે તો દરેક ગલીમાં ક્રિકેટ રમતા લોકો જોવા મળે છે. હાલમાં સોશિયલ મીડિયા પર સોસાયટીમાં રમાતી એક ક્રિકેટ મેચનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો તમને તમારા બાળપણની યાદ અપાવશે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક સોસાયટીનો નજારો જોવા મળી રહ્યો છે. કેટલાક નાના બાળકો વેકેશનના સમયમાં ક્રિકેટ રમી રહ્યા છે. આવા નજારા લગભગ દરેક સોસાયટીમાં વેકશન દરમિયાન જોવા મળે છે. ક્રિકેટ રમતા સમયે એક શોર્ટને કારણે બોલ એક બંધ ઘરની બાલ્કનીમાં જઈને પડે છે. જેને કારણે ક્રિકેટની રમત અટકી જાય છે. પહેલા માળના બંધ ઘરની બાલ્કનીમાંથી બોલ કાઢવા માટે તમામ છોકરાઓ કામે લાગે છે. એક છોકરો અન્ય છોકરાઓની પીઠ પર ચઢીને બાલ્કનીમાંથી બોલ કાઢવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન તેના મિત્રો તેની સાથે મસ્તી પણ કરે છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે, એક સમયે કેટલાક છોકરાઓ તેને હેરાન કરવા બેટ મારે છે. કેટલીકવાર તેને કોઈપણ સહારા વગર બાલ્કની પર લટકવા માટે મજબૂર કરે છે. પણ અંતે તે છોકરો બંધ ઘરની બાલ્કનીમાંથી બોલ કાઢવામાં સફળ રહે છે. આ સમગ્ર ઘટના એક વ્યક્તિ એ પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી. આ વીડિયો તે તમામ છોકરાઓ માટે બાળપણની એક ક્યારેક ન ભૂલાય તેવી યાદગીરી બની ગયો છે.
આ રહ્યો એ વાયરલ વીડિયો
Tag your 🏏 gang pic.twitter.com/ege80DQ2CT
— Out Of Context Cricket (@GemsOfCricket) November 7, 2022
આ મજેદાર ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @GemsOfCricket નામના એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થયો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, મને મારા બાળપણની યાદ આવી ગઈ. બીજા એક યુઝરે લખ્યુ છે કે, અમે તો બાળપણમાં ક્રિકેટ રમતા રમતા લોકોની બારીના કાચ ફોડતા હતા. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, કેટલો સરસ વીડિયો, કાશ મારુ બાળપણ મને પાછુ મળી જાય. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે.