AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: આનંદ મહિન્દ્રાએ આપી જીવનની સુંદર શીખ, Video શેયર કરી કહ્યુ, ‘દરેક દિવસ દરેક પળ છે કિંમતી’

Twitter Viral Video: અવારનવાર એવુ કહેવાય છે કે જીવનની દરેક પળનું મહત્વ સમજવુ જોઈએ, કારણ કે એ પળ પાછી નથી આવવાની, પરંતુ છતા કેટલાક લોકો તેને વેડફી નાખતા હોય છે. જો તમે પણ તમારા જીવન સાથે આવુ કરતા હો તો તમારે પણ આ વીડિયો ખાસ જોવો જોઈએ.

Viral Video: આનંદ મહિન્દ્રાએ આપી જીવનની સુંદર શીખ, Video શેયર કરી કહ્યુ, 'દરેક દિવસ દરેક પળ છે કિંમતી'
દરેક પળ છે કિમતીImage Credit source: Twitter/@Anandmahindra
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2023 | 10:44 PM
Share

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીના ચેરમેન એક સફળ બિઝનેસમેન તો છે જ સાથોસાથ લોકોને મોટિવેટ કરવાનું કામ પણ કરે છે. તેઓ તેમના ટ્વીટર હેન્ડલ, પર અવારનવાર તેના ફોલોવર્સ માટે મોટિવેશનલ સ્ટોરી પોસ્ટ કરે છે. તેમણે આવો જ એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેને જોયા બાદ તમે જરૂર મોટિવેટ થશો અને જીવનમાં મળેલા દરેક કિમતી પળવી કદર કરવાનું શીખી જશો.

તમે અનેક લોકોને એવુ કહેતા સાંભળ્યા હશે કે બાઝ જેવી નજર રાખો. વાસ્તવમાં બાઝની નજર ઘણી તેજ હોય છે. એટલી તેજ કે ઉંચે આકાશમાં હોવા છતા તે નીચે પોતાના શિકારને આસાનીથી જોઈ લે છે અને જમીન પર આવી તેને દબોચી લઈ આકાશમાં લઈ જાય છે. આથી જ તેને ખતરનાક શિકારી પક્ષી કહેવાય છે. તેની તાકાત અને નજરોની મિસાલ આપવામાં આવે છે. પરંતુ આ જે વીડિયો સામે આવ્યો છે તે હેરાન કરી દેનારો અને અલગ છે.

અહીં જુઓ વીડિયો:

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કોઈ પણ ચિંતા વિના એક શખ્સ પાણીમાં તરી રહ્યો હોય છે. તેને પણ ખબર નથી હોતી કે તેની ઉપર જીવલેણ સંકટ મંડરાઈ રહ્યુ હોય છે. આ દરમિયાન તેની પાછળથી ઉડતુ એક બાઝ આવે છે અને તેની ઉપર હુમલો કરવા માટે ઉપર મંડરાવા લાગે છે અને જેવો શખ્સ પાણીમાંથી સપાટી ઉપર આવે છે કે તે તેની તિક્ષ્ણ ચાંચથી તેની પર હુમલો કરવાનું વિચારે છે અને અચાનક તેને શું થાય છે કે તે શખ્સને નુકસાન પહોંચાડ્યા વિના જ પાછુ ફરી જાય છે.

આ પણ વાંચો: એવુ તો શુ છે આ ઘરમાં કે આનંદ મહિન્દ્રા ખુદ કરી રહ્યા છે તેના વખાણ , જુઓ આ Viral Video

આ વીડિયોને શેયર કરતા તેમણે લખ્યુ છે કે આપણે દરેક દરેક દિવસ અને પળ માટે આભારી માનવો જોઈએ ભલે પછી એ સામાન્ય હોય. આ સામાચાર લખાય છે ત્યા સુધીમાં આ વીડિયોને 9 લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે અને કમેન્ટ કરી તેના પર તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ છે કે સાચે જ ઈશ્વર તરફથી મળનારી દરેકે દરેક ક્ષણ ઘણી કિમતી હોય છે તો અન્ય એક યુઝરે લખ્યુ છે કે જિંદગીના દરેક દિવસને એક અવસરની જેમ લેવો જોઈએ. ના કે તેને વેડફવો જોઈએ. આ ઉપરાંત અન્ય પણ અનેક લોકોએ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે.

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">