AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એવુ તો શુ છે આ ઘરમાં કે આનંદ મહિન્દ્રા ખુદ કરી રહ્યા છે તેના વખાણ , જુઓ આ Viral Video

ટ્વિટર પર વીડિયો શેર કરતા રહે છે. હવે મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ ટ્વિટર પર એક એવો વીડિયો શેર કર્યો છે, જેને જોઈને તમે પણ ચોંકી જશો. વીડિયોમાં આલીશાન ઘર એક બોક્સમાં કેદ થયેલું જોવા મળે છે.

એવુ તો શુ છે આ ઘરમાં કે આનંદ મહિન્દ્રા ખુદ કરી રહ્યા છે તેના વખાણ , જુઓ આ Viral Video
Amazing house Viral VideoImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 14, 2023 | 7:05 PM
Share

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે. તેઓ ટ્વિટર પર વીડિયો શેર કરતા રહે છે. હવે મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ ટ્વિટર પર એક એવો વીડિયો શેર કર્યો છે, જેને જોઈને તમે પણ ચોંકી જશો. વીડિયોમાં આલીશાન ઘર એક બોક્સમાં કેદ થયેલું જોવા મળે છે.

આનંદ મહિન્દ્રાએ શું કહ્યું

આનંદ મહિન્દ્રાએ ટેક્નોલોજીની પ્રશંસા કરતાં લખ્યું- “લગભગ રૂ. 40 લાખમાં ફોલ્ડ ન કરી શકાય તેવું, 500 ચોરસ ફૂટનું ઘર. ભારતમાં કદાચ તેનાથી સસ્તું પણ બનાવી શકાય. આપત્તિ પછીના આશ્રયસ્થાનો માટે પણ પરફેક્ટ” ઇનોવેશન જ પોસાય તેવા ઘર આપવાની આપણી સમસ્યાઓનું સમાધાન છે”.

આ પણ વાંચો: દુલ્હાને એટલી સુંદર કન્યા મળી કે ખુદ તેને જ નથી આવી રહ્યો વિશ્વાસ, જુઓ આ Funny Viral Video

વીડિયોમાં શું છે

આ 41-સેકન્ડના વીડિયોમાં, પહેલા એક ડબ્બાની જેમ એક બોક્સ દેખાય છે. તે પછી તે ખોલવાનું શરૂ કરે છે. બૉક્સ ધીમે ધીમે આલિશાન ઘરમાં પરિવર્તિત થાય છે. જેમાં બેડરૂમની સાથે કિચન પણ બનાવવામાં આવ્યું છે. ઘરમાં જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ઘર સરળતાથી ગમે ત્યાં લઈ જઈ શકાય છે. તે કોઈપણ વિસ્તારમાં ટ્રક દ્વારા પરિવહન કરી શકાય છે. આપત્તિના સમયે આનાથી ઘણો ફાયદો થઈ શકે છે.

લોકોએ શું કહ્યું

આનંદ મહિન્દ્રાના આ વીડિયો પર લોકો તેમની પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા હતા કે મહિન્દ્રા ગ્રૂપે આગળ વધીને આવા ઘરો બનાવવા જોઈએ, જેનાથી ઘણા લોકોના ઘરની સમસ્યા દૂર થઈ શકે. ઘણા લોકોએ કહ્યું કે આ ઘર ભારત માટે સારું રહેશે નહીં. ઘણા લોકોએ કહ્યું કે ભારતમાં લાગતા ટેક્સને કારણે તેની કિંમત વધુ વધશે.

એક યુઝરે તેને સેના માટે સૌથી યોગ્ય ગણાવ્યું હતું. આમ તો સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થતા હોય છે પરંતુ લોકોને ખાસ કરી ફની વીડિયો ખુબ પસંદ આવતા હોય છે ત્યારે હાલ જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં જબર જસ્ત આલીશાન ઘર છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">