AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIRAL CV: નેટફિલ્કસ, એપલ, ફેસબુક, ગૂગલ અને એમેઝોનમાં કામ કરી ચૂક્યો છે વ્યક્તિ, સોશિયલ મીડિયા પર વાયરલ થયો CV

Viral Work Profile: હાલમાં સોશિયલ મીડિયા પર એક વર્ક પ્રોફાઈલ વાયરલ થઈ છે. જેને જોઈ તમે આશ્ચર્યમાં મુકાઈ જશો, કે આ વ્યક્તિ કેટલો હોશિયાર છે. પણ ધ્યાનથી જોશો તો તો તમને ખબર પડશે કે લોકો આ પ્રોફાઈલ જોઈ હસી કેમ રહ્યા છે.

VIRAL CV: નેટફિલ્કસ, એપલ, ફેસબુક, ગૂગલ અને એમેઝોનમાં કામ કરી ચૂક્યો છે વ્યક્તિ, સોશિયલ મીડિયા પર વાયરલ થયો CV
Viral CvImage Credit source: Linkdin
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2022 | 11:36 PM
Share

Viral resume: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે જ્યારે તેનો અભ્યાસ પૂરો થાય ત્યારબાદ તેના હાથમાં એક સારી નોકરી હોય. કોઈ વ્યક્તિ પોતાને બેરોજગાર જોવા નથી માંગતો. તેથી જ દરેક વ્યક્તિ પોતાની સ્કિલસ, ટેલેન્ટ અને અનુભવમાં વધારો કરતું રહે છે. આજકાલ લોકોને તેમની પસંદની નોકરી નથી મળતી. સારી અને સાચી નોકરી શોધવી એટલી સહેલી પણ નથી. હાલમાં આ કામને સરળ બનાવવા માટે અનેક પ્લેટફોર્મ આવી ગયા છે. જેમ કે લિંકડિન, નોકરી ડોટ કોમ વગેરે. આ પ્લેટફોર્મ પર લોકો પોતાની પ્રોફાઈલ બનાવી પોતાનો અનુભવ અને સ્કિલસ લોકોને બતાવતા હોય છે. અનેક કંપનીઓ તેમની પ્રોફાઈલ જોઈ તેમને નોકરીની ઓફર પણ કરતા હોય છે અને લોકો કંપનીની ખાલી જગ્યા માટે એપ્લાઈ પણ કરતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વર્ક પ્રોફાઈલ વાયરલ (Viral Work Profile) થઈ છે. જેને જોઈ તમે આશ્ચર્યમાં મુકાઈ જશો કે આ વ્યક્તિ કેટલો હોંશિયાર છે પણ ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે લોકો આ પ્રોફાઈલ જોઈ હસી કેમ રહ્યા છે.

આ વાયરલ પ્રોફાઈલને એક નજરમાં જોઈને તમે સમજી શકશો નહીં કે આટલો સક્ષમ માણસ હજુ પણ કેમ બેરોજગાર છે. તેણે લખ્યુ છે કે, તેણે ફેસબુક, એમેઝોન, નેટફ્લિક્સ, ગૂગલ અને એપલ જેવી મોટી કંપનીઓ માટે કામ કર્યું છે અને તેને અહીં કામ કરવાનો અનુભવ છે. તેણે તેની લિંક્ડઈન પ્રોફાઈલમાં પોતાનો બાયોડેટા શેર કર્યો છે. આ પ્રોફાઈલને ધ્યાનથી વાંચો ત્યારે તમને સમજાશે કે આ પ્રોફાઈલ કેમ વાયરલ થઈ રહી છે.

વાયરલ લિંક્ડઇન પ્રોફાઇલ

આ મોટી મોટી કંપનીઓમાં તે શું કામ કરતો?

તમે આ પ્રોફાઈલને ધ્યાનથી જોશો તો તમને સમજાશે કે તે હજુ સુધી આ બધી કંપનીમાં કામ કરી રહ્યો છે. તે આ કંપનીઓમાં વાસ્તવિક રીતે કામ નથી કરતો અને ન તેને કોઈ પગાર મળે છે ને તો એ આટલો ટેલેન્ટેડ છે. પણ હા આ વ્યક્તિનું સેન્સ ઓફ હ્યૂમર ખુબ જોરદાર છે. આ વ્યક્તિનું નામ લેન માર્કિડન છે. તે આ કંપનીઓમાં કામ ન હોતો કરતો પણ તે આ કંપનીઓ સાથે જોડાયેલો છે. જેમ કે, તે પોતાના પરિવારના 5 સભ્યોના નેટફિલ્કસ એકાઉન્ટ મેનેજ કરે છે અને કઈ ફિલ્મો જોવી તેની સલાહ પણ આપે છે. તમે પ્રોફાઈલ બરાબર વાંચશો તો દરેક કંપનીમાં આવા રમૂજી કામ તમને જોવા મળશે.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">