Viral Video: ગંગા નદી પર બોટમાં બેસી હુક્કા-માંસ ખાતા લોકોનો વીડિયો વાયરલ, લોકોએ કહ્યું – આ લોકોએ ગંગાને કરી ગંદી
ખરાબ રીતે બાઈક કે ગાડી ચલાવી, ગાળો બોલવી, ચોરી કરવી, તોડફોડ કરવીએ નિરક્ષર અને અસામજિક તત્વોનું કામ છે. આવા જ લોકોનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Viral Video) થયો છે.
Shocking Video: શિક્ષણ એ દરેક વ્યક્તિના વિકાસ માટે જરુરી છે. વ્યક્તિ જેટલું સારુ શિક્ષણ લેશે એટલો જ સારો તે નાગરિક બનશે. જે વ્યક્તિ કોઈ કારણસર નિરક્ષર રહે છે, તેમના વ્યવહારમાં જ તેમની નિરક્ષરતા દેખાઈ જાય છે. કેટલાક લોકો તો નિરક્ષરતાને કારણે અસામજિક તત્વમાં સામેલ થઈ જાય છે. જે સમાજને ભારે નુકશાન પહોંચાડે છે. ખરાબ રીતે બાઈક કે ગાડી ચલાવી, ગાળો બોલવી, ચોરી કરવી, તોડફોડ કરવીએ નિરક્ષર અને અસામજિક તત્વોનું કામ છે. આવા જ લોકોનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયો ગંગા નદીનો છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં પૂરનો કહેર જોવા મળી રહ્યો છે. ગંગા અને યમુના નદીઓ ખતરાના નિશાનથી દોઢ મીટર ઉપર વહી રહી છે. આવી સ્થિતિમાં નદીઓના જળસ્તરમાં વધારો થવાને કારણે 3.5 લાખથી વધુ વસ્તી પ્રભાવિત થઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને ગમે ત્યાં જવા માટે બોટનો સહારો લેવો પડે છે.
ભારતમાં હિન્દુઓએ ગંગા નદીને માતાનો દરજ્જો આપ્યો છે. રાજા ભગીરથના પૂર્વજોનો ઉદ્ધાર કરવા આવેલી ગંગા માતાએ ભારતની ધરતીને પવિત્ર બનાવી છે. હાલમાં જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, તે ખરેખર ચોંકાવનારો છે. આ વીડિયો જોઈ હિન્દુ ધર્મના લોકો ખુબ ગુસ્સામાં છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ગંગા નદી પર એક બોટમાં કેટલાક હક્કા અને માંસનું સેવન કરી રહ્યા છે. ગંગા જેવી પવિત્ર નદી પર આવા અપવિત્ર કામ થતા જોઈ હિન્દુ ધર્મના લોકોની આસ્થાને ભારે આઘાત લાગ્યો છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયો પર ગુસ્સાથી ભરેલી પ્રતિક્રિયા આપી રહ્યા છે.
આ રહ્યો એ વાયરલ વીડિયો
गंगा को मैली अपवित्र करते सनातनी हिन्दू बाढ़ से त्रस्त है तो वहीं दूसरी तरफ कुछ लोग ऐसे भी हैं जो बाढ़ के समय नाव में बैठकर हुक्का-मांस आदि का सेवन कर रहे हैं, यह वायरल वीडियो प्रयागराज का है @Uppolice @prayagraj_pol@myogiadityanath @myogioffice pic.twitter.com/mnyZd5QRuJ
— ⚔️ कीर्ति 🐯आजाद ⚔️ (@ajada57058967) August 29, 2022
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર કીર્તિ આઝાદ નામના એક યુઝરે શેયર કર્યો છે. તેણે આ પોસ્ટના કેપ્શનમાં લખ્યુ છે કે, સનાતની ગંગાને આ લોકોએ ગંદી કરી છે. કેટલાક લોકો પૂરથી પરેશાન છે, બીજી તરફ કેટલાક લોકો એવા પણ છે જે પૂર દરમિયાન બોટમાં હુક્કા-માંસ વગેરેનું સેવન કરી રહ્યા છે. આ વાયરલ વીડિયો પ્રયાગરાજનો છે. વીડિયો શેયર કરતી વખતે આ વ્યક્તિએ યુપી પોલીસ, પ્રયાગરાજ પોલીસ અને રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ ટેગ કર્યા છે. પ્રયાગરાજ પોલીસે આ વીડિયો પર પ્રતિક્રિયા આપીને તપાસના આદેશ આપ્યા છે.