Viral: કારને કાર્ટ કરતી જોઈને આનંદ મહિન્દ્રાએ કહ્યુ પોઝીટીવ વિચાર, તસવીર જોઈને લોકોએ કરી રસપ્રદ કોમેન્ટ્સ

હાલમાં આનંદ મહિન્દ્રા દ્વારા શેર કરાયેલી એક તસવીર સોશિયલ મીડિયા પર લોકોમાં ચર્ચામાં છે. જેને જોયા પછી તમે પણ કહેશો – મહિન્દ્રા જી તમે ખરેખર અદ્ભુત છો. સમાચાર લખાય છે ત્યાં સુધી આ વાયરલ તસવીરને 16 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે.

Viral: કારને કાર્ટ કરતી જોઈને આનંદ મહિન્દ્રાએ કહ્યુ પોઝીટીવ વિચાર, તસવીર જોઈને લોકોએ કરી રસપ્રદ કોમેન્ટ્સ
Viral video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 05, 2022 | 10:49 PM

મહિન્દ્રા ગ્રૂપ (Anand Mahind) ના ચેરમેન આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયાની દુનિયામાં ઘણા સક્રિય છે અને તેમના અનોખા ટ્વિટ્સ માટે જાણીતા છે. તેઓ ગામડાઓ અને શહેરોમાં રહેતા સામાન્ય માણસના નાના કામોમાં માંથી પણ બોધ લે છે અને શેર કરે છે. આ જ કારણ છે કે તેના દ્વારા શેર કરવામાં આવેલી વસ્તુઓ ઇન્ટરનેટ પર આવતાની સાથે જ વાયરલ થઇ જાય છે. તાજેતરના દિવસોમાં, તેમના દ્વારા શેર કરાયેલ એક તસવીર ચર્ચાનો વિષય બની રહી છે. જેને જોયા પછી તમે પણ કહેશો – મહિન્દ્રા જી તમે ખરેખર અદ્ભુત છો. આ તસવીર શેર કર્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે.

વાયરલ થઈ રહેલી તસવીરમાં તમે જોઈ શકો છો કે હાથગાડી પર એક કાર રાખવામાં આવી છે. જેની માલિકી ખુદ મહિન્દ્રા કંપનીની છે. આનંદ મહિદ્રાએ પોતે આ તસવીર પોતાના ટ્વિટર હેન્ડલથી શેર કરી અને લખ્યું, ‘આ તસવીર મારા એક મિત્ર દ્વારા મોકલવામાં આવી છે. મારા મિત્રે લખ્યું છે, મહિન્દ્રા ગમે તે રીતે પ્રગતિ કરી રહી છે. મેં તેને હકારાત્મક રીતે લીધું. આપણે હંમેશા આગળ વધતા રહેવાનું છે.

વાયરલ થઈ રહેલી આ તસવીર પર દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાનો જવાબ પણ આ ફોટો પર આવ્યો છે. તેણે લખ્યું છે – સર, તમે અમારા પેટ પર કેમ લાત મારી રહ્યા છો. સમાચાર લખાય છે ત્યાં સુધી આ તસવીરને 17 હજારથી વધુ લોકોએ લાઈક કરી છે. આ સિવાય પણ આવા ઘણા યુઝર્સ છે. જેમણે આ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે.

આ ટ્વીટ પર ઘણા લોકોએ રસપ્રદ કોમેન્ટ્સ કરી છે. એક યુઝરે લખ્યું, ‘આ એકમાત્ર જુગાડ છે જ્યારે પેટ્રોલ તમારી આવક કરતાં વધુ હોય છે.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘ભારતીય હંમેશા જુગાડમાં માને છે.’ તેવી જ રીતે અન્ય ઘણા યુઝર્સે આ અંગે પોતાનો પ્રતિભાવ આપ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">