AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેતન અગ્રવાલ મર્ડર કેસ બાદ સોશિયલ મીડિયા પર મીમ્સ વીડિયોનું પૂર, વધુ એક ફની Video વાયરલ થયો

લોનાવલાના ઐતિહાસિક લોહગઢ કિલ્લામાં થયેલી રિયલ એસ્ટેટના બિઝનેસમેન કેતન વિશાલ અગ્રવાલની હત્યાએ દેશને હચમચાવી દીધું છે. આ કેસમાં દરરોજ નવા નવા ખુલાસો થઈ રહ્યા છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

કેતન અગ્રવાલ મર્ડર કેસ બાદ સોશિયલ મીડિયા પર મીમ્સ વીડિયોનું પૂર, વધુ એક ફની Video વાયરલ થયો
Image Credit source: AI
| Updated on: Jul 02, 2026 | 2:15 PM
Share

પુણે કેતન અગ્રવાલ હત્યા કેસની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે, ઘણા નવા તથ્યો બહાર આવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પોલીસ કથિત નાણાકીય વ્યવહારો, આરોપીઓ વચ્ચેના સંબંધો અને હત્યા પાછળના સંભવિત કાવતરાના વિવિધ પાસાઓની તપાસ કરી રહી છે. દરમિયાન, બંને પરિવારો અલગ અલગ દાવા કરી રહ્યા છે. આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર કેટલાક એવા વીડિયો વાયરલ થાય છે કે, જેને જોયા બાદ તમે પણ વિચારમાં પડી જશે.

આ સમગ્ર કેસમાં કેતન અગ્રવાલ સિયાના જન્મદિવસ સેલિબ્રેશન માટે લઈ ગયો હતો. થોડા સમય બાદ બંનેના લગ્ન પણ હતા. પરંતુ સિયાએ પોતાના અફેરના કારણે કેતન અગ્રવાલને લોહગઢ કિલ્લા પરથી નીચે ધક્કો મારી હત્યાને અકસ્માતમાં બદલ્યો હતો. પરંતુ કેતનની બહેનના શકે આ સમગ્ર મામલે પોલીસને જાણ કરી ત્યારે સમગ્ર કેસ સામે આવ્યો છે.જે વીડિયો વાયરલ થયો છે. જે થોડો ફની છે.

હું આ લગ્નથી દુર થઈ જઈશ.

તો ચાલો જોઈએ આ વીડિયોમાં શું છે. વીડિયોમાં એક મહિલા કહે છે કે, આ મારો દેવર છે. તેના લગ્ન થવાના છે. આ તમને કાંઈક કેવા માંગે છે. ત્યારે વીડિયોમાં જોવા મળતો છોકરો કહે છે, નમસ્કાર મિત્રો મારું નામ સમર્થ છે. મારા 11 જુલાઈના રોજ ખુશની નામની છોકરી સાથે લગ્ન થવાના છે. તેના પિતાનું નામ સુરેશ સિંહ છે. તેઓ મેરેઠ યુપીમાં રહે છે.

મારી તમને બધાને એક વીનંતી છે કે, કોઈ એ છોકરીનો પ્રેમી હોય કે બોયફ્રેન્ડ હોય , બેસ્ટ ફ્રેન્ડ હોય કે પછી વન સાઈડ લવર હોય. તો પ્લીઝ મને જાણ કરજો. હું મારો નંબર નીચે શેર કરીશ. હું રિકવેસ્ટ કરું તમને જો તમને મારાથી કોઈ પ્રોબ્લેમ હોય તો. હું આ લગ્નથી પાછળ હટી જઈશ. હું નથી ઈચ્છતો કે, કોઈ મને મારા હનીમુનના દિવસે ધક્કો આપી દે. કે પછી સાપ પાસે ડંખ મરાવે. કે પછી ડ્રમમાં પેક કરી દે. જો કોઈ મારી મદદ કરશે. તો હું તેની મદદ કરીશ અને આ લગ્નથી દુર થઈ જઈશ.

શું છે કેતન અગ્રવાલ મર્ડર કેસ?

22 વર્ષીય કેતન અગ્રવાલનું મૃત્યું 18 જૂનના રોજ પુણેની પાસે ફેમસ લોહાગઢ કિલ્લાની ખાણમાં પડવાથી થઈ હતી. શરુઆતમાં આ અકસ્માત માનવામાં આવી રહ્યો હતો. પરંતુ પોલીસ તપાસમાં એક મોટો ખુલાસો થયો હતો. કારણ કે, આ એક કાવતરું હતુ. પોલીસે આ મામલે કેતન અગ્રવાલની મંગેતર સિયા ગોયલ અને તેનો પ્રેમી ચેતન ચૌધરીની ધરપકડ કરી છે.

આરોપ એ છે કે, સિયા અને ચેતને સાથે મળી કેતનને રસ્તાથી દુર કરવા માટે લોહગઢ કિલ્લા પર બોલાવ્યો હતો. અહીથી નીચે ધક્કો મારી તેનો જીવ લીધો હતો. બંન્ને આરોપીઓ હાલમાં પોલીસ કસ્ટડીમાં છે.

Breaking News : કેતન અગ્રવાલની હત્યામાં મોટો ખુલાસો સિયાના વોટ્સએપ ચેટ દ્વારા થયો  અહી ક્લિક કરો

Follow Us
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video
સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video
પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે
પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે
40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video
40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video
સાયણની ખાડીમાં આવ્યું પૂર, જંતુનાશક દવાનો કર્યો છંટકાવ, જુઓ Video
સાયણની ખાડીમાં આવ્યું પૂર, જંતુનાશક દવાનો કર્યો છંટકાવ, જુઓ Video
અમદાવાદમાં 50થી વધારે કોમર્શિયલ મિલકતોને નોટિસ આપી કરાયું ડિમોલેશન
અમદાવાદમાં 50થી વધારે કોમર્શિયલ મિલકતોને નોટિસ આપી કરાયું ડિમોલેશન
વરસાદે સુરતના હાલ કર્યા બેહાલ, કોમ્પલેક્સમાં પાણી ભરાઈ જતા યુવક તણાયો
વરસાદે સુરતના હાલ કર્યા બેહાલ, કોમ્પલેક્સમાં પાણી ભરાઈ જતા યુવક તણાયો
ભરૂચ-અંકલેશ્વર ટી-બ્રિજ પર મોટું ગાબડું, સળિયા બહાર, વાહનચાલકો જોખમમાં
ભરૂચ-અંકલેશ્વર ટી-બ્રિજ પર મોટું ગાબડું, સળિયા બહાર, વાહનચાલકો જોખમમાં
અમરેલીમાં સિંહના હુમલાથી યુવકનું મોત, વનવિભાગે શરૂ કરી ઊંડી તપાસ
અમરેલીમાં સિંહના હુમલાથી યુવકનું મોત, વનવિભાગે શરૂ કરી ઊંડી તપાસ
આગામી 8થી 10 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીંવત
આગામી 8થી 10 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીંવત
g clip-path="url(#clip0_868_265)">