Ukraine Farmer Tank: રશિયાની ટેન્કને ટ્રેક્ટરથી ચોરી ગયો યુક્રેનનો ખેડૂત, જોતા રહી ગયા સૈનિકો
Ukraine Farmer Steals Russian Tank With Tractor: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુક્રેનના એક ખેડૂતનો ટ્રેક્ટરથી ટેન્ક ચોરી કરતો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ શેર થઈ રહ્યો છે.
રશિયા અને યુક્રેન (Russia Ukraine Crisis)વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે આઠમો દિવસ છે. રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ વધી રહ્યો છે. 64 કિલોમીટર લાંબો રશિયન લશ્કરી કાફલો (Russian military fleet)કિવની બહાર કબજો જમાવી રહ્યો છે. તે જ સમયે, દક્ષિણ-પૂર્વથી વધુ એક સૈન્ય કાફલામાં વધારો થવાના સમાચાર પણ આવ્યા છે.જ્યારે યુક્રેનની સેનાએ કિવને જોડતા પુલને ઉડાવી દીધો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કિવ જતી રશિયન સેના (Russian Army)ને રોકવા માટે પુલને ઉડાવી દેવામાં આવ્યો હતો. ત્યારે યુદ્ધને લઈ સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે.
રશિયન સૈનિકો યુક્રેનના ઘણા શહેરો પર સતત હુમલા કરી રહ્યા છે. લગભગ 1 લાખ રશિયન સૈનિકો તેમના હથિયારો સાથે યુક્રેનની સરહદમાં પ્રવેશ્યા છે. આ દરમિયાન આવા અનેક વીડિયો સામે આવ્યા છે જ્યારે વાહનનું ઓઈલ ખતમ થઈ ગયા બાદ રશિયન સૈનિકો રસ્તામાં ઉભા છે. ત્યારે વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં યુક્રેનના એક ખેડૂતે તેના ટ્રેક્ટરથી રશિયન ટેન્કની ચોરી કરી છે. જેનો ઓસ્ટ્રિયામાં યુક્રેનના રાજદૂત ઓલેક્ઝાન્ડર શેરબાએ એક વીડિયો શેર કર્યો છે.
If true, it’s probably the first tank ever stolen by a farmer… )) Ukrainians are tough cookies indeed. #StandWithUkraine #russiagohome pic.twitter.com/TY0sigffaM
— olexander scherba🇺🇦 (@olex_scherba) February 27, 2022
આ હુમલા વચ્ચે યુક્રેનના એક ખેડૂતે રશિયન ટેન્ક ચોરી લીધી હોવાનું જોવા મળે છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે યુક્રેનનો ખેડૂત ટેન્કને રસ્તા પર ખેંચીને લઈ જઈ રહ્યો છે. એક વ્યક્તિ ટ્રેક્ટરની પાછળ દોડી રહ્યો છે અને તેના પર ચઢવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, ‘જો સાચુ હોય તો આ પહેલી ટેન્ક હશે જે કોઈ ખેડૂતે ચોરી કરી હોય.’
વીડિયો જોઈ હસવું નહીં રોકી શકો
સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કર્યા બાદ લોકો ખૂબ એન્જોય કરી રહ્યા છે. ઘણા લોકો કહી રહ્યા છે કે ભલે તે સાચુ ન પણ હોય, પરંતુ તે આપણને હસાવે છે. એક યુઝરે કહ્યું, ‘મને આશા છે કે આ સાચું છે. આ અઠવાડિયે ભયાનક હુમલાઓ શરૂ થયા પછી હું પહેલીવાર હસું છું. ઘણા વધુ યુઝર્સે કહ્યું કે આ વીડિયો જોયા પછી તેઓ હસવાનું રોકી શક્યા નથી.
આ પણ વાંચો: Peppermint Farming: પીપરમિન્ટની ખેતીથી ખેડૂતો કરી શકે છે બમણી કમાણી, જાણો કેટલો થાય છે ખર્ચ
આ પણ વાંચો: Shatawari Cultivation: શતાવરીની ખેતીથી થઈ શકે છે અઢળક કમાણી, જાણો સંપૂર્ણ વિગત