Twitter Viral video: લાખોથી વધારે વ્યૂ મેળવી ચૂક્યો છે બે માથાવાળી છોકરીનો ડાન્સ, વીડિયો જોતા લોકોની આંખો પહોળી થઈ ગઈ છે, જુઓ જોરદાર video
યુવતીના ડાન્સના કરતબનો વીડિયો એવો છે કે આ વીડિયોને પાંચ લાખ કરતાં પણ વધારે વ્યૂ મળી ચૂક્યા છે. પહેલા તો આ વીડિયો સામાન્ય ડાન્સનો જ લાગે છે પરંતુ જેમ જેમ યુવતી ડાન્સ કરતી જાય છે તેમ તેમ લોકોને તેના બે માથા પણ જોવા મળી રહ્યા છે.

તમે વિવિધ ડાન્સ કોમ્પિટિશન જોઈ હશે અને અદભુત ડાન્સ કરતા વીડિયો પણ જોયા હશે, પરંતુ હાલમાં જ એક એવો વીડિયો વાયરલ થયો છે જેમાં ડાન્સ કરતી યુવતીને જોઈને લોકો મોમાં આગળા નાંખી જાય છે આ યુવતીના બે માથા જોવા મળે છે. સામાન્ય રીતે આવું ત્યારે જ બને જ્યારે બાળકો જોડિયા હોય, પરંતુ અહીંયાં તો યુવતીએ એવી કરામત કરી છે કે તેના બે માંથા જોવા મળી રહ્યા છે.
Viral video ને મળ્યા છે પાંચ લાખથી વધુ વ્યૂ
યુવતીના ડાન્સના કરતબનો વીડિયો એવો છે કે આ વીડિયોને પાંચ લાખ કરતાં પણ વધારે વ્યૂ મળી ચૂક્યા છે. પહેલા તો આ વીડિયો સામાન્ય ડાન્સનો જ લાગે છે પરંતુ જેમ જેમ યુવતી ડાન્સ કરતી જાય છે તેમ તેમ લોકોને તેના બે માથા પણ જોવા મળી રહ્યા છે.
Performance with a surprise😊 pic.twitter.com/5mMXOaffO5
— Tansu YEĞEN (@TansuYegen) January 14, 2023
તાનસુ યેગેન દ્વારા શેર કરવામાં આવેલો એક તાજેતરનો વાયરલ વીડિયો આવી જ બાબત સાબિત કરે છે. આ પ્રકારના વીડિયો બનાવીને લોકોએ એ સાબિત કરવાનો પ્રયાસ પણ કર્યો છે કે આપણે સામાન્ય રીતે વીડિયો જોઈને અંજાઈ જઈએ છે તેની વાસ્તવિકતા કંઇક અલગ જ હોય છે. તાનસુ યેગેને તેના ટ્વિટર પર એક અન્ય વીડિયો શેર કર્યો છે જે કંઈક આવું જ દર્શાવે છે. આપણે ઘણી વાર સોશિયલ મીડિયામાં જોતા હોઈએ છીએ કે કોઈએ બહું શાનદાર કામ કર્યું હોય છે, પરંતુ પડદા પાછળની વાસ્તવિકતા પણ કંઇક જુદું જ હોય છે આ વાયરલ થયેલો વીડિયો પણ એવો જ છે. જોકે અહીં યુવતીએ ક્રિએટિવિટી અપનાવીને આ કામ કર્યું છે તે જોઈને લોકો તેની પ્રશંસા પણ કરી રહ્યા છે.
નેટીઝન્સ કરી રહ્યા છે અવનવી કમેન્ટ
આ વીડિયો જોઈને નેટીઝન્સ અવનવી કમેન્ટ કરી રહ્યા છે કે આ તો જોરદાર છે , તો કેટલાકે આ યુવતીના ડાન્સના જવાબમાં એવા જેવા જ બીજા કરતબનો વીડિયો મૂકીને તેની પ્રશંસા કરી હતી. તો કેટલાકે ટ્વિટર વીડિયો શેર કરનારા તાન્સુ યેગેનને ધન્યવાદ પણ પાઠવ્યા હતા.