AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : સિંહને હાથમાં લઇને જતી મહિલાનો વીડિયો વાયરલ, લોકોએ તેને વન્ડર વુમન ગણાવી

ઈન્ટરનેટ પર વાઈરલ થયેલો આ વીડિયો જોઈને લોકો સ્તબ્ધ પણ થયા છે. જેમાં સિંહને હાથમાં લઇને જતી મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલ માંડ 10 સેકન્ડની વિડીયો ક્લિપ છે. રસ્તા પર ચાલતી મહિલા સિંહને ખૂબ જ સરળતાથી હાથમાં પકડીને લઈ જઈ રહી છે.

Viral Video : સિંહને હાથમાં લઇને જતી મહિલાનો વીડિયો વાયરલ, લોકોએ તેને વન્ડર વુમન ગણાવી
Women Video Viral
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2023 | 7:29 PM
Share

સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર હાલમાં લોકોને કૂતરા અને બિલાડીના ક્યૂટ વીડિયો ગમે છે, પરંતુ એક એવો વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે . ઈન્ટરનેટ પર વાઈરલ થયેલો આ વીડિયો જોઈને લોકો સ્તબ્ધ પણ થયા છે. જેમાં સિંહને હાથમાં લઇને જતી મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલ માંડ 10 સેકન્ડની વિડીયો ક્લિપ છે. રસ્તા પર ચાલતી મહિલા સિંહને ખૂબ જ સરળતાથી હાથમાં પકડીને લઈ જઈ રહી છે. સિંહ મહિલાની ચુંગાલમાંથી મુક્ત થવા માટે ખૂબ પ્રયાસ કરે છે. છતાં પણ તે મહિલાની પકડથી મુક્ત થઈ શકતો નથી.

View this post on Instagram

A post shared by Animal Power (@animals_powers)

લોકો મહિલાને વન્ડર વુમન કહેતા

સોશિયલ મીડિયા યુઝર્સે આ વીડિયો પર કોમેન્ટ્સનો વરસાદ કર્યો હતો. મોટાભાગના ઈન્ટરનેટ યુઝર્સે જણાવ્યું કે તેઓ આ વીડિયો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વિડીયો પોસ્ટ પર ટિપ્પણી કરતાં, એક યુઝરે લખ્યું કે, “તે મહિલાને આગામી વન્ડર વુમન મૂવી માટે સાઇન કરવી જોઈએ.” અન્ય યુઝરે કહ્યું, “લાગે છે કે તે મુશ્કેલીમાં છે.” અન્ય એક યુઝરે પોસ્ટ કર્યું, “તમે જંગલના રાજા હશો… પરંતુ મહિલા સિંહણ છે.”

રહેણાંક વિસ્તારમાં સિંહને જોઈને લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો

આ ઘટના કથિત રીતે કુવૈતની શેરીઓમાં બની હતી અને વીડિયોમાં દેખીતી રીતે મહિલા સિંહની માલિક છે. મિડલ ઈસ્ટ મોનિટરના જણાવ્યા અનુસાર કુવૈત સિટીના રસ્તાઓ પર રહેણાંક વિસ્તારમાં સિંહને જોઈને લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જેની બાદ આ મહિલા આ સિંહને ત્યાંથી લઇને જતી નજરે પડે છે.

આ પણ  વાંચો : ગુજરાતમાં PMJAY-MA યોજનામાં નાણાકીય ગેરરીતિ બદલ સુરતની ત્રણ હોસ્પિટલ્સને સસ્પેન્ડ કરાઇ

g clip-path="url(#clip0_868_265)">