AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: દરવાજા વિનાની અને એક સેકન્ડ પણ ન થોભતી લિફટનો જોરદાર વીડિયો, જુઓ કેવી રીતે જાય છે લોકો આવી લિફ્ટમાં !

દરવાજા વિનાનું આ એલિવેટર એસ્કેલેટરની જેમ ચાલતું જ રહે છે. આ લિફ્ટમાં બેસવા માટે સાચવીને સાંકળ પકડીને અંદર પ્રવેશ લેવો પડે છે. આ લિફ્ટમાં એક વ્યક્તિ જ આવી શકે છે. આ વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે જરા પણ સ્થિર ઉભી ન રહેતી આ લિફટને (lift) દરવાજા પણ નથી.

Viral Video: દરવાજા વિનાની અને એક સેકન્ડ પણ ન થોભતી લિફટનો જોરદાર વીડિયો, જુઓ કેવી રીતે જાય છે લોકો આવી લિફ્ટમાં !
nonstop Elevator viral video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2023 | 6:27 PM
Share

શું તમે જીવનમાં ક્યારેય એવી લિફટ જોઈ છે જે ક્યારેય ઉભી જ ન રહેતી હોય અને તેમ છતાં લોકો તેનો ઉપયોગ કરતા હોય. લિફ્ટના ઉપયોગ માટે આપણે બટન દબાવીએ એટલે લિફ્ટ આવે અને આપણે તેના દરવાજા ખોલીને અંદર જઈએ છીએ અને પછી જે ફ્લોર પર જવું હોય તે બટન પ્રેસ કરીએ છીએ. પરંતુ તમે તમારી જિંદગીમાં એવી લિફ્ટ જોઈ છે જે અટકતી જ નથી. તેમ છતાં લોકો ઉપર નીચેના ફ્લોર પર જવા લિફ્ટનો ઉપયોગ કરતા હોય. વળી આ લિફટને તો દરવાજા પણ નથી. આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.

તમે ઘણી લિફ્ટ જોઈ હશે પણ આવી નહીં

એવી લિફ્ટની કલ્પના કરો જે ક્યારેય કોઈ માટે અટકતી નથી. આ પ્રકારની લિફ્ટ પેરાગ્વેમાં આવેલી છે. પેરાગ્વેમાં એક લિફ્ટ ટાઇપનું અનોખું મશીન સ્થાપિત કરવામાં આવ્યું છે, જે રોકાયા વિના બિલ્ડિંગની અંદર ઉપર અને નીચે, લોકોને ઉપર નીચેના ફ્લોર ઉપર લઈ જાય છે.

Prague City Hall is in Prague, Czech Republic is home to this never-ending elevator. It is one of the only few paternoster elevators you can hop onto today🤩 pic.twitter.com/CxICkqpVim

— Tansu YEĞEN (@TansuYegen) January 1, 2023

દરવાજા વિનાનું આ એલિવેટર એસ્કેલેટરની જેમ ચાલતું જ રહે છે. આ લિફ્ટમાં બેસવા માટે સાચવીને સાંકળ પકડીને અંદર પ્રવેશ લેવો  પડે છે. આ લિફ્ટમાં એક વ્યક્તિ જ આવી શકે છે. આ વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે જરા પણ સ્થિર ઉભી ન રહેતી આ લિફટને દરવાજા પણ નથી. કેટલાક લોકો કૂતૂહલતાથી તો કેટલાક લોકો આ નવતર એલિવેટરમાં બેસવા માટે પ્રાગ સિટી હોલમાં આવે છે અને આ લિફટનો ઉપયોગ કરવાની મજા માણે છે.

આ વીડિયો ટ્વિટર પર શેર થયા બાદ નેટીઝન્સે વીડિયોની નીચે રમૂજી કમેન્ટ પણ કરી છે. એક યૂઝરે લખ્યું હતું કે મને તો માથું અથડાઈ જવાની બીક લાગે છે, તો બીજાએ લખ્યું હતું કે આ અદ્દભુત અનુભવ છે. અન્ય એક ટ્વિટર હેન્જડ પરથી કમેન્ટ કરવામાં આવી હતી કે, આ એક પ્રકારનુ વર્ટિકલ એસ્કેલટર છે. એક યૂઝરે લખ્યું હતું કે મારે જીવનમાં એક વાર તો આ એલિવેટરમાં બેસવું છે. પેરાગ્વેમાં જે-જે લોકો આ લિફટનો ઉપયોગ કરે છે તેમાંથી ઘણા લોકો પોતાના સોશ્યિલ મીડિયા પર વીડિયો શેર કરે છે તેના કારણે હાલ આ વીડિયો ઘણો વાયરલ થયો છે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">