AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video : શું તમે જોયું વંદે ભારત સ્લીપર ટ્રેનનું અંદરનું રૂપ ? ટ્રેનમાં મળી રહી છે એવી આધુનિક સુવિધાઓ કે વિદેશી ટ્રેનો પણ રહી જશે પાછળ!

વંદે ભારત સ્લીપર ટ્રેનના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં ટ્રેનના ઇન્ટિરિયર અને અત્યાધુનિક સુવિધાઓને દર્શાવવામાં આવ્યું છે.

Trending Video : શું તમે જોયું વંદે ભારત સ્લીપર ટ્રેનનું અંદરનું રૂપ ? ટ્રેનમાં મળી રહી છે એવી આધુનિક સુવિધાઓ કે વિદેશી ટ્રેનો પણ રહી જશે પાછળ!
Vande Bharat Sleeper Inside LookImage Credit source: iStock
| Updated on: Nov 01, 2026 | 9:53 AM
Share

દિલ્હી-વારાણસી વંદે ભારત સ્લીપર ટ્રેનનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ટ્રાવેલ કન્ટેન્ટ ક્રિએટર અક્ષય મલ્હોત્રા (@journeyswithak) એ ફર્સ્ટ એસી ડબ્બાના આંતરિક ભાગની એક ઝલક શેર કરી છે. જેનાથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. વીડિયોમાં, તે ઉત્સાહથી કહે છે, “શું ડિઝાઇન છે!” અને તેને કેપ્શન આપે છે, “તમે અંદરથી જોઈને આશ્ચર્યચકિત થઈ જશો.”

લક્ઝરી હોટલ જેવો છે ફર્સ્ટ AC કોચ

ક્રિએટર, વીડિયોમાં સૌથી પહેલાં ફર્સ્ટ AC કૂપની અંદરનો નજારો બતાવે છે. તેમાં ઉપર અને નીચે બંને બર્થ લક્ઝરી હોટલ જેવી દેખાય છે. આરામદાયક કુશનિંગ, એર્ગોનોમિક ડિઝાઇન અને સ્વચ્છ ઇન્ટિરિયર જોઈને મુસાફરો ખુશ થઈ જાય તેવું છે. તે વીડિયોમાં રીડિંગ લાઇટ, ચાર્જિંગ પોઇન્ટ્સ અને પાણીની બોટલ રાખવા માટેની જગ્યા પણ બતાવે છે. જોકે, આ કૂપની સૌથી ખાસ સુવિધા તેના દરવાજા પર લગાવવામાં આવેલો સ્માર્ટ ગ્લાસ છે. એક બટન દબાવતાં જ આ કાચ ધૂંધળો થઈ જાય છે, જેના કારણે મુસાફરોને સંપૂર્ણ પ્રાઇવસી મળે છે. ફરીથી બટન દબાવતાં કાચ પારદર્શક થઈ જાય છે અને બહારનું દૃશ્ય સ્પષ્ટ દેખાવા લાગે છે.

વંદે ભારત સ્લીપર ટ્રેનમાં કઈ-કઈ સુવિધાઓ?

આ ટ્રેન 31 ઓક્ટોબર 2026ના રોજ શરૂ થઈ છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વારાણસીથી આ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ ઉત્તર પ્રદેશની પ્રથમ અને દેશની બીજી વંદે ભારત સ્લીપર ટ્રેન છે. 16 કોચ ધરાવતી આ સંપૂર્ણપણે AC ટ્રેનમાં કુલ 823 મુસાફરો મુસાફરી કરી શકે છે. તેમાં કોચનું વર્ગીકરણ નીચે મુજબ છે:

  • ફર્સ્ટ AC: 1 કોચ, 24 બર્થ
  • સેકન્ડ AC: 4 કોચ, 188 બર્થ
  • થર્ડ AC: 11 કોચ, 611 બર્થ

આ ટ્રેન લગભગ 760 કિલોમીટરનું અંતર અંદાજે 9 કલાક અને 30 મિનિટમાં કાપે છે.

વારાણસીથી આ ટ્રેન રાત્રે 8:50 વાગ્યે ઉપડે છે અને બીજા દિવસે સવારે લગભગ 6 વાગ્યે નવી દિલ્હી પહોંચે છે. જ્યારે નવી દિલ્હીથી રાત્રે 9:40 વાગ્યે ઉપડતી ટ્રેન સવારે વારાણસી પહોંચે છે. માર્ગમાં પ્રયાગરાજ, કાનપુર સેન્ટ્રલ, અલીગઢ અને ગાઝિયાબાદ જેવા મહત્વપૂર્ણ સ્ટેશનો પર સ્ટોપેજ આપવામાં આવ્યા છે.

સૌથી ખાસ છે પ્રાઇવસી ગ્લાસની સુવિધા

વંદે ભારત સ્લીપર ટ્રેનના ફર્સ્ટ AC કોચમાં મુસાફરોની પ્રાઇવસી, આરામ અને આધુનિક સુવિધાઓનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. કેટલાક અહેવાલોમાં શાવરની સુવિધાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આખી ટ્રેનમાં ઓટોમેટિક દરવાજા, બાયો-વેક્યૂમ ટોયલેટ, CCTV કેમેરા અને કવચ સુરક્ષા સિસ્ટમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આધુનિક સુવિધાઓને કારણે મુસાફરો આ ટ્રેનને ‘પાંચ સ્ટાર હોટલ ઓન વ્હીલ્સ’ કહી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર યુઝર્સે આપી આવી પ્રતિક્રિયાઓ

આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લોકો અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક યુઝર્સે કમેન્ટ કરતાં લખ્યું છે કે, “હવે ટ્રેનમાં પણ પ્લેન જેવો અનુભવ થશે.” જ્યારે અન્ય લોકોએ કહ્યું કે, “પ્રાઇવસી ગ્લાસ તો ખરેખર કમાલનો છે.” કેટલાક યુઝર્સે ભારતીય રેલવેની પ્રશંસા કરતાં લખ્યું કે, “ભારતીય રેલવેએ બાજી મારી લીધી.” ઘણા યુઝર્સનું માનવું છે કે આ ટ્રેનને કારણે રાત્રિ દરમિયાન લાંબી મુસાફરી વધુ આરામદાયક બનશે.

કેટલાક લોકો ટ્રેનના ભાડા અને બુકિંગ અંગે પણ ઉત્સુકતા દર્શાવી રહ્યા છે. ફર્સ્ટ ACનું ભાડું આશરે 2,880 રૂપિયાની આસપાસ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો માત્ર ટ્રેનની ડિઝાઇન જ નહીં, પરંતુ ભારતીય રેલવેના આધુનિકીકરણની દિશામાં થઈ રહેલા પ્રયાસો પણ દર્શાવે છે. વંદે ભારત સ્લીપર ટ્રેન લાંબા અંતરની રાત્રિ મુસાફરીને વધુ આરામદાયક અને લક્ઝરી બનાવવાની દિશામાં એક મોટું પગલું છે. દિલ્હી અને વારાણસી વચ્ચે મુસાફરી કરતા લોકો માટે હવે એક નવો વિકલ્પ ઉપલબ્ધ થયો છે.

જુઓ Video

નોંધ: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સોશિયલ મીડિયા અને વિવિધ અહેવાલોમાં કરવામાં આવેલા દાવાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી આ દાવાઓની સત્યતાની પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો, નાગાલેન્ડ પહોંચેલા ગુજરાતીઓએ કરી એવી વાત કે વીડિયો થયો વાયરલ! દઝુકોઉ ખીણની સુંદરતા જોઈને કહી દીધું …

Follow Us
આજનું રાશિફળ: કારકિર્દીમાં નવી તકો ખુલશે, ભાગ્યનો મળશે ભરપૂર સાથ
આજનું રાશિફળ: કારકિર્દીમાં નવી તકો ખુલશે, ભાગ્યનો મળશે ભરપૂર સાથ
ગુજરાતમાં માવઠા અને વાવાઝોડાની આગાહી: અંબાલાલ પટેલનું અનુમાન
ગુજરાતમાં માવઠા અને વાવાઝોડાની આગાહી: અંબાલાલ પટેલનું અનુમાન
અમરેલીમાં કમોસમી વરસાદનો કહેર, મગફળીનો પાક બરબાદ, ખેડૂતોને ભારે નુકસાન
અમરેલીમાં કમોસમી વરસાદનો કહેર, મગફળીનો પાક બરબાદ, ખેડૂતોને ભારે નુકસાન
CEC સામે વિપક્ષનો મોક મહાભિયોગ: વોટર લિસ્ટ વિવાદ પર સામસામે આક્ષેપ
CEC સામે વિપક્ષનો મોક મહાભિયોગ: વોટર લિસ્ટ વિવાદ પર સામસામે આક્ષેપ
ભેંસાણમાં માવઠાને કારણે મગફળી અને સોયાબિનના પાકને વ્યાપક નુકસાન- Video
ભેંસાણમાં માવઠાને કારણે મગફળી અને સોયાબિનના પાકને વ્યાપક નુકસાન- Video
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં માવઠું થવાની વકી- Video
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં માવઠું થવાની વકી- Video
દિવાળી પહેલાં જ ખેડૂતો પર આફત, તૈયાર પાક પલળતાં ફરી વળ્યું પાણી! Video
દિવાળી પહેલાં જ ખેડૂતો પર આફત, તૈયાર પાક પલળતાં ફરી વળ્યું પાણી! Video
જેતપુર માર્કેટ યાર્ડમાં મગફળી પલળી
જેતપુર માર્કેટ યાર્ડમાં મગફળી પલળી
અંબાજી મંદિરમાં હવે ઇકો-ફ્રેન્ડલી પેકેજિંગમાં મળશે પ્રસાદ
અંબાજી મંદિરમાં હવે ઇકો-ફ્રેન્ડલી પેકેજિંગમાં મળશે પ્રસાદ
પૂર્વ અમદાવાદમાં ડ્રેનેજ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનો AMCનો દાવો
પૂર્વ અમદાવાદમાં ડ્રેનેજ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનો AMCનો દાવો
g clip-path="url(#clip0_868_265)">