પ્રાણીના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પ્રાણી પ્રેમીઓ આ વીડિયોને માત્ર જોતાં જ નથી પણ એકબીજા સાથે ઉત્સાહભેર શેયર પણ કરે છે. સોશિયલ મીડિયા પર અવાર-નવાર હાથીઓના વીડિયો વાયરલ (Viral Video) થતાં રહે છે. પરંતુ મોટાભાગના વીડિયો એવા છે કે જેમાં હાથી ક્યાંક હંગામો મચાવી રહ્યા છે અથવા તો પાણીમાં રમતા હોય. પરંતુ હાલમાં જે વીડિયો વાઈરલ થયો છે તે એક પાઠ શીખવે છે. હાથીની શક્તિ જોરદાર હોય છે, જેની સામે સિંહ પણ હારી જાય છે. પરંતુ ક્યારેક સિંહોના ટોળું તેની સામે ભારે પડે છે. પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયેલા આ જંગલના દ્રશ્યને જોઈને લોકો દંગ રહી ગયા છે. એક વાઘ એકલા હાથીનો શિકાર બની ગયો હતો. હાથીએ તેને પાઠ ભણાવવામાં 30 સેકન્ડનો સમય પણ ન લીધો. એવું થયું કે વાઘ ઘાસમાં છુપાયેલો હતો અને અચાનક તે દોડતા હાથીની (Animal Video) નજીક પહોંચી ગયો અને હુમલો કર્યો. પહેલા હાથી પોતાને બચાવવા દોડે છે પરંતુ થોડીવાર પછી વાઘ જીવ બચાવીને ભાગતો જોવા મળે છે.
Tiger can scare but cannot kill a full grown elephant@susantananda3 pic.twitter.com/1kWConQUeK
— Santosh Sagar (@santoshsaagr) October 11, 2022
47 સેકન્ડના આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે વાઘ ઘાસમાં છુપાયને હાથીને જોઈ રહ્યો છે. પછી તે ઝડપથી હાથી પાસે જાય છે અને અટકી જાય છે. હાથી પણ સતર્ક થઈ જાય છે, પરંતુ જેમ તે આગળ વધે છે કે તરત જ વાઘ તેના પર હુમલો કરે છે. આ પછી વાર્તામાં ટ્વિસ્ટ આવે છે અને હાથી ફરીને વાઘ પર હુમલો કરે છે, ત્યારબાદ વાઘ પોતાનો જીવ બચાવીને ભાગતો જોવા મળે છે.
જંગલનો આ વીડિયો ટ્વિટર યુઝર @santoshsaagr દ્વારા આઈએફએસ ઓફિસર સુશાંત નંદાને ટેગ કરીને શેયર કરવામાં આવ્યો હતો અને લખ્યું હતું કે- વાઘ ડરાવી શકે છે પરંતુ પુખ્ત હાથીને મારી શકતો નથી. અત્યાર સુધીમાં આ ક્લિપને બે હજારથી વધુ વ્યૂઝ અને લગભગ 150 લાઈક્સ મળી ચૂકી છે. તેના જવાબમાં યુઝર્સે પૂછ્યું કે આ ઘટના ક્યાંની છે.