AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OMG : કચરાથી ચમકી કિસ્મત ! સમુદ્ર કિનારેથી મળેલા મામુલી કચરાને કારણે આ મહિલા રાતોરાત બની કરોડપતિ

એક મહિલા માછલી પકડીને પોતાના જીવનનુ ભરણપોષણ કરતી હતી, પરંતુ તેને દરિયામાં તરતી એક એવી વસ્તુ મળી, જેને કારણે તેનુ નસીબ બદલાઈ ગયુ.

OMG : કચરાથી ચમકી કિસ્મત ! સમુદ્ર કિનારેથી મળેલા મામુલી કચરાને કારણે આ મહિલા રાતોરાત બની કરોડપતિ
Aida Zurina Long
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 16, 2021 | 1:12 PM
Share

Viral : કોનુ નસીબ ક્યારે બદલાઈ જાય કંઈ કહી શકાય નહી. ઘણીવાર આપણે લોકોને રાતોરાત સ્ટાર બનતા જોયા છે. એક કહેવત છે કે, જ્યારે ભગવાન આપે છે ત્યારે છપ્પડ ફાડીને આપે છે. આવુ જ કંઈક એક મહિલા સાથે થયુ છે. સમુદ્રના (Ocean) કિનારેથી મળેલા કચરાને કારણે આ મહિલા રાતોરાત કરોડપતિ(Millionaire)  બની જાય છે.

મળતી માહિતી અનુસાર આ મહિલા મલેશિયામાં (Malaysia)રહે છે અને તે સમુદ્રમાંથી માછલી પકડીને પોતાનું ભરણ પોષણ કરે છે. એક દિવસે માછલી પકડતી વખતે તેને અચાનક એક એવી વસ્તુ મળી કે જેનાથી તેને ક્યારેય માછલી પકડવાની જરૂર પડી નહિ.આ અનોખી વસ્તુ જોઈને આસપાસ રહેતા લોકો પણ દંગ રહી ગયા હતા.

કચરો નીકળ્યો ખજાનો !

મલેશિયામાં રહેતી આઈડા ઝુરિના લોંગે (Aida Zurina Long) ક્યારેય વિચાર્યું ન હતું કે આ મામુલી કચરાથી તેના સપનુ સાકાર થઈ જશે. તમને જણાવી દઈએ કે આ મહિલા તેના પરિવાર સાથે માછલી પકડતી હતી. ત્યારપછી તે તેને બજારમાં વેચીને મળેલા પૈસાથી ગુજરાન ચલાવતી હતી. તાજેતરમાં, જ્યારે તે તેના પરિવાર સાથે માછલી પકડવા ગઈ ત્યારે તેણે દરિયામાં પ્લાસ્ટિક જેવો કચરો જોયો. તેણે કચરો સમજીને આ વસ્તુને પાણીમાંથી બહાર કાઢી. આ મહિલાને ખ્યાલ સુદ્ધા ન હતો કે આ કચરો નથી, પરંતુ ખજાનાની ચાવી છે.

કચરાની કિંમત કરોડોમાં…

અહેવાલો અનુસાર, જે મહિલાએ દરિયામાંથી કચરો સમજીને બહાર કાઢી હતી તે વ્હેલ માછલીની ઉલ્ટી હતી. જી હા, તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ વ્હેલ માછલીની ઉલ્ટી ખુબ જ કિંમતી હોય છે.જ્યારે આ મહિલાને વ્હેલ માછલીની ઉલ્ટી વિશે જાણ થઈ ત્યારે તે પણ આશ્વર્ય ચકિત થઈ ગઈ હતી. જ્યારે તે તેને ફેંકવા ગઈ ત્યારે તેને ખબર પડી કે તે વ્હેલની ઉલટી છે અને જે ખૂબ જ મૂલ્યવાન છે. તમને પણ જાણીને આશ્વર્ય થશે પરંતુ આ વ્હેલ માછલીની ઉલ્ટીની કિંમત કરોડોમાં હોય છે.

મલેશિયાના તેરેન્ગાનુમાં આવેલી ફિશરીઝ વિભાગની ટીમ ટૂંક સમયમાં આ ઉલ્ટીનું નિરીક્ષણ કરશે અને ત્યાર બાદ તેની વાસ્તવિક કિંમત જાહેર કરવામાં આવશે. જો કે અનુમાન મુજબ તેની કિંમત કરોડોમાં જશે તેવું કહેવામાં આવી રહ્યું છે. આ ઘટના હાલ લોકોમાં ચર્ચાનો વિષય બની છે.

આ પણ વાંચો : ‘એક ફર્જ ઐસા ભી’ : શહીદ સૈનિકની બહેનના સાથી સૈનિકોએ કરાવ્યા લગ્ન ! ઈમોશનલ વીડિયો થયો વાયરલ

આ પણ વાંચો : મુન્નીનો મનમોહક અંદાજ : બજરંગી ભાઈજાનની મુન્નીએ ટિકટોક સ્ટાર જન્નત ઝુબેર સાથે લગાવ્યા ઠુમકા, જુઓ VIDEO

g clip-path="url(#clip0_868_265)">