દારૂની ચોરી કરવાનો ચોરનો નિષ્ફળ પ્રયાસ, Viral Video ઈન્ટરનેટ પર મચાવી રહ્યો છે ધૂમ
ચોરીના નિષ્ફળ પ્રયાસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના એક લિકર સ્ટોરની અંદર બની હતી. નિષ્ફળ લૂંટનો વીડિયો સ્ટોરના ફેસબુક પેજ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો અને તેણે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે.
ઓસ્ટ્રેલિયામાંથી લૂંટના નિષ્ફળ પ્રયાસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના 6 જૂને બોટલ-ઓ બીચબોરો લિકર સ્ટોરની અંદર બની હતી. નિષ્ફળ લૂંટનો વીડિયો સ્ટોરના ફેસબુક પેજ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો અને તેણે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. પર્થ નજીક એક દારૂની દુકાનના CCTVમાં ચોર પકડાયો તે ક્ષણ કેદ થઈ ગઈ.
આ પણ વાંચો: Desi Jugaad Video : વ્યક્તિએ જુગાડ કરીને બાઈક પર ફીટ કરી લોટની ચક્કી, ઇનોવેશન જોઇને IAS પણ થયા ગદગદ્
આ શોર્ટ વીડિયોમાં વ્યક્તિ દારૂ પીને એમ કહીને જતો રહે છે કે તેણે કાઉન્ટર પર બિલ ભરવાનું છે. તેના બદલે, તે આગળના દરવાજા તરફ દોડતો જોવા મળે છે. દરમિયાન, સ્ટોર કર્મચારી તેના રોજિંદા કામકાજમાં વ્યસ્ત છે. થોડી જ સેકન્ડોમાં તેને ખબર પડે છે કે દરવાજો બંધ છે. શું થયું તે સમજ્યા પછી, તે કાઉન્ટર પર ઊભેલા સ્ટોર કર્મચારીને બોર્બોન અને કોલાના દસ પેક પાછા આપે છે.
લોકો આ વીડિયો પર કમેન્ટ્સ કરી રહ્યા છે કે “શું કોઈ આ માણસને ઓળખે છે?” આ વીડિયો શેર કરવામાં આવ્યો ત્યારથી ક્લિપને 23,000 થી વધુ વ્યૂઝ અને 388 લાઈક્સ મળ્યા છે. તો કોઈક કહી રહ્યુ છે કે “આ સૌથી મહાન છે!! એક યુઝર્સે કહ્યુ કે “કેટલું શરમજનક,” બીજી વ્યક્તિએ કહ્યું ગજબ, ત્રીજી વ્યક્તિએ કહ્યું, “એક બહાદુર સ્ત્રી…! શાબાશ તેના પર…!” અન્ય યુઝરે કહ્યું, “કોઈ આ વ્યક્તિને ઓળખે છે, હું હસવું રોકી શકતો નથી. કલ્પના કરો કે તેને કહેવું કેટલું શરમજનક છે કે “સર મહેરબાની કરીને પીણાં નીચે મૂકી દો, જ્યાં સુધી તમે તેને નીચે ન મૂકો ત્યાં સુધી તમે બહાર જઈ શકશો નહીં” જો કે, લોકોના એક વર્ગે કર્મચારીની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો