AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: રસોડામાં The Great Khaliનો ખતરનાક સ્ટંટ, ગરમ લાગતા પેનનો કર્યો ઘા

ખલીના સ્ટંટનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે, જેને અત્યાર સુધીમાં 31 લાખ લોકો લાઈક કરી ચૂક્યા છે. ખલીએ આ સ્ટંટ તેની રેસ્ટોરન્ટના રસોડામાં કર્યો હતો. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ખલી તેની રેસ્ટોરન્ટના રસોડામાં છે અને રસોઈ બનાવવાની કળામાં પોતાનો હાથ અજમાવી રહ્યો છે.

Viral Video: રસોડામાં The Great Khaliનો ખતરનાક સ્ટંટ, ગરમ લાગતા પેનનો કર્યો ઘા
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2023 | 1:46 PM
Share

ધ ગ્રેટ ખલી રિંગમાં પોતાના સ્ટંટ માટે દુનિયાભરમાં ફેમસ થયો હતો, પરંતુ આ સિવાય તે ઘણીવાર સ્ટંટ કરતો જોવા મળે છે. આવો જ એક સ્ટંટ કરતો ખલીનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે, જેને અત્યાર સુધીમાં 31 લાખ લોકો લાઈક કરી ચૂક્યા છે. ખલીએ આ સ્ટંટ તેની રેસ્ટોરન્ટના રસોડામાં કર્યો હતો.

આ પણ વાંચો: આટલી ઉતાવળ ન કરવી ! સામેથી આવી રહી હતી ટ્રેન, છતાં વ્યક્તિ કારથી ફાટક તોડીને ભાગ્યો, જુઓ Viral Video

સ્ટંટ પોતાની જ રેસ્ટોરન્ટમાં કર્યો

રસોડામાં સ્ટંટનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરતી વખતે ખલીએ કેપ્શન લખ્યું કે ઘરે આ પ્રયાસ ન કરો. રસોડામાં રસોઈ કરતા લોકોએ પણ સાવચેત રહેવું જોઈએ. આ વીડિયો 24 સપ્ટેમ્બરે અપલોડ કરવામાં આવ્યો હતો, જે વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ખલી તેની રેસ્ટોરન્ટના રસોડામાં છે અને રસોઈ બનાવવાની કળામાં પોતાનો હાથ અજમાવી રહ્યો છે.

ખલીએ સ્ટંટ કરતાની સાથે જ વાહ કહ્યું

જલદી તે રસોઈ માટે ગરમ કરેલા તપેલામાં થોડું તેલ રેડે છે, ઉંચી જ્વાળાઓ વધવા લાગે છે. આ જોઈને ખલી તરત જ પાછળ હટી જાય છે અને પછી અચાનક તેના હાથમાં પકડેલી પેન ખુબ જ ગરમ થઈ જાય છે, જેના કારણે ખલી તેને નીચે ફેકી દે છે. આ પછી, તે ઉત્સાહિત થઈ જાય છે અને કહે છે, વાહ… આ વીડિયો તેની ટીમે ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો.

વીડિયોને લાખો લાઈક્સ મળી છે

પોસ્ટના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે ધ ગ્રેટ ખલી ધાબા પર ભોજન બનાવી રહ્યો છે. ઘરે આ કરવાનો પ્રયાસ કરશો નહીં, કારણ કે આ કરવા માટે તમારે ખૂબ જ અનુભવી હોવું જરૂરી છે. આ વીડિયોને 68.1 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. 31 લાખ લોકોએ તેને પસંદ કર્યો છે. વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે અને તેના ચાહકોએ કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Disclaimer : આ આર્ટિકલ ફેક્ટ ચેક કરવામાં આવ્યો છે, આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે. જેની પુષ્ટી TV9 ગુજરાતી કરતુ નથી.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">