Viral Video : ગધેડાએ વૃદ્ધ પર કર્યો જીવલેણ હુમલો, ડરાવનારી ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે

ગધેડાએ પેલા વૃદ્ધ પર જોરદાર હુમલો કર્યો હતો અને ત્યારબાદ વૃદ્ધને રસ્તા પર ખેંચવા લાગ્યો હતો. આજુબાજુના લોકોએ વૃદ્ધનો જીવ બચાવવા માટે ગધેડાને મારવાનું શરૂ કર્યું, છતા ગધેડો વૃદ્ધને છોડતો ન હતો.

Viral Video : ગધેડાએ વૃદ્ધ પર કર્યો જીવલેણ હુમલો, ડરાવનારી ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2023 | 5:05 PM

ઘણી વખત શેરીઓમાં કે રસ્તા પર ચાલતી વખતે કૂતરાઓથી બચવાનું કહેવામાં આવે છે, પરંતુ આ દિવસોમાં એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે જોઈને તમને આશ્ચર્ય થશે. આ વખતે કૂતરા નહીં પરંતુ ગધેડાએ અચાનક માણસ પર હુમલો કર્યો હતો. આ વીડિયો જોઈને કોઈ પણ ચોંકી જશે કારણ કે તે ગધેડો કોઈ કારણ વગર તે વ્યક્તિ પર તૂટી પડ્યો હતો. તે ગધેડાનો હુમલો એટલો ઝડપી હતો કે વૃદ્ધ લોહીલુહાણ થઈ ગયા હતા. આ વીડિયો ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે આસપાસના લોકો આવીને તે વૃદ્ધને ગધેડાથી બચાવે છે.

આ પણ વાંચો: Video Viral : દિલ્હીની ગટરમાં પડી જતા ગુમ થઈ બાઈક, હેલ્મેટ પહેરી શોધતો જોવા મળ્યો વ્યક્તિ

આજનું રાશિફળ તારીખ : 17-10-2024
લોરેન્સ બિશ્નોઈના દુશ્મનોનું લિસ્ટ, જુઓ યાદીમાં કોના નામ ?
લીંબુ ખાવાના પણ નિયમ ! રસોડાની આ ભૂલ તમારા સ્વાસ્થ્ય પર કરશે મોટી અસર, જાણો
આ 5 કારણોથી સવારે ઉઠતાંની સાથે જ પીવું જોઈએ એક ગ્લાસ પાણી
સચિનની લાડલી સારા તેંડુલકરે શેર કરી પોતાના બર્થડે સેલિબ્રેશનની મુમેન્ટ્સ, જુઓ Video
આદુનો જાદુ ! શરદી ઉધરસ 15 મિનિટમાં થશે ગાયબ, જુઓ Video

તમને આ સમાચાર સાંભળીને આશ્ચર્ય થશે કે ગધેડો આટલી ઝડપથી માણસ પર કેવી રીતે હુમલો કરી શકે છે. ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરામાં દેખાઈ રહ્યું છે કે સફેદ કપડા પહેરેલા એક વૃદ્ધ શેરીમાંથી પસાર થઈ રહ્યા હતા. એક ગધેડો ઘરની બાજુમાં થોડા અંતરે ઊભેલો જોવા મળે છે. જેવા આ વૃદ્ધ પેલા ગધેડા પાસે પહોંચે છે કે તરત જ ગધેડો તેમના પર તૂટી પડે છે. ગધેડાએ પહેલા વૃદ્ધ પર હુમલો કર્યો અને વૃદ્ધને રસ્તા પર નીચે પાડી દીધા અને ગધેડો આટલેથી અટક્યો નહિ. તેણે માથા વડે વૃદ્ધના પગ કચડવાનું શરૂ કર્યું હતું.

ગધેડાનો વૃદ્ધ પર જીવલેણ હુમલો કર્યાનો વીડિયો

વૃદ્ધએ ગધેડાથી છોડાવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ નિષ્ફળ ગયા હતા. આ દરમિયાન લાલ ટી-શર્ટ પહેરેલ એક વ્યક્તિ ત્યાં આવે છે અને ગધેડાને ત્યાંથી હટાવવાની કોશિશ કરવા લાગે છે. આ પછી, ગધેડો વધુ જોરદાર રીતે વૃદ્ધ માણસ પર હુમલો કરવાનું શરૂ કરે છે અને તેને રસ્તા પર ખેંચવાનું શરૂ કરે છે.

Credit- Twitter@gharkekalesh

આ પછી વૃદ્ધને બચાવવા માટે વધુ લોકો ત્યાં આવે છે, જેમાંથી એક વ્યક્તિ પોતાનો પટ્ટો કાઢીને ગધેડાને મારવા લાગે છે, પરંતુ ગધેડો હજી પણ વૃદ્ધને છોડતો નથી. તે દરમિયાન, એક કાર માલિક ત્યાં આવે છે અને તે ગધેડાને મારવા માંગે છે, પરંતુ ગધેડો બચી જાય છે. આ પછી કેટલાક લોકોએ દૂરથી ગધેડા પર પથ્થરમારો શરૂ કરી દીધો, પરંતુ ગધેડે હજુ પણ વૃદ્ધને છોડતો નથી.

ગધેડાએ વૃદ્ધાને લોહીલુહાણ કર્યા

આ પછી એક વ્યક્તિ લાકડી વડે ગધેડાને મારવા દોડે છે. ગધેડોને બે-ત્રણ લાકડીઓ માર્યા ત્યાં સુધી છોડ્યો નહીં, પણ પછી ગધેડો વૃદ્ધને છોડીને ભાગી ગયો હતો. ત્યાં સુધીમાં તે ગધેડાએ વૃદ્ધને લોહીલુહાણ કરી દીધા હતા. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે જ્યારે એક વૃદ્ધ વ્યક્તિ ઉભા થાય છે તો તેના પગમાંથી લોહી નીકળી રહ્યું છે. આ વીડિયો ખૂબ જ ડરામણો છે. આ રીતે, રસ્તામાં અચાનક હુમલો થવાથી, કોઈને ઘ્યાન રાખવાની તક પણ મળતી નથી.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલ ખાતે 'જુનિયર પ્રભાત'ની શરૂઆત
અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલ ખાતે 'જુનિયર પ્રભાત'ની શરૂઆત
આ જગ્યાએ આવેલા છે ભૂતિયા જંગલો, જ્યાં જોવા મળે છે વૃક્ષોના મૃતદેહ !
આ જગ્યાએ આવેલા છે ભૂતિયા જંગલો, જ્યાં જોવા મળે છે વૃક્ષોના મૃતદેહ !
ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માંગ સાથે યોજાયું વિરાટ સંમેલન
ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માંગ સાથે યોજાયું વિરાટ સંમેલન
કંડલાની ઈમામી એગ્રોટેક કંપનીમાં મોટી દુર્ઘટના, 5 શ્રમિકના મોત
કંડલાની ઈમામી એગ્રોટેક કંપનીમાં મોટી દુર્ઘટના, 5 શ્રમિકના મોત
સુરતમાંથી ઝડપાયું 100 કરોડથી વધુનુ હવાલા કૌંભાડ
સુરતમાંથી ઝડપાયું 100 કરોડથી વધુનુ હવાલા કૌંભાડ
સુરેન્દ્રનગરના મોજીદળ ગામે સરકારી શાળામાં તાળાબંધી !
સુરેન્દ્રનગરના મોજીદળ ગામે સરકારી શાળામાં તાળાબંધી !
બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં જામશે ત્રિપાંખિયો જંગ
બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં જામશે ત્રિપાંખિયો જંગ
સરકારી કર્મચારીને ઓક્ટોબર માસનો પગાર-પેન્શન એડવાન્સ ચુકવાશે
સરકારી કર્મચારીને ઓક્ટોબર માસનો પગાર-પેન્શન એડવાન્સ ચુકવાશે
ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનનો Video આવ્યો સામે
ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનનો Video આવ્યો સામે
કાલાવડ પંથકમાં વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ
કાલાવડ પંથકમાં વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ
g clip-path="url(#clip0_868_265)">