AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GOLD PRICE: છેલ્લા 5 મહિનામાં GOLD અને SILVERના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો શું છે કિંમત

છેલ્લા ઘણા દિવસોથી સોના(GOLD) અને ચાંદીમાં(SILVER) ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. અઠવાડિયાના અંતિમ કારોબાર દિવસે એટલે કે શુક્રવારે (FRIDAY) સોનાની કિંમતમાં( GOLD PRICE) ભારે ઘટાડો થયો હતો.

GOLD PRICE: છેલ્લા 5 મહિનામાં GOLD અને SILVERના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો શું છે કિંમત
Gold & Silver Price
Charmi Katira
| Edited By: | Updated on: Jan 17, 2021 | 11:17 AM
Share

છેલ્લા ઘણા દિવસોથી સોના(GOLD) અને ચાંદીમાં(SILVER) ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. અઠવાડિયાના અંતિમ કારોબાર દિવસે એટલે કે શુક્રવારે (FRIDAY) સોનાની કિંમતમાં( GOLD PRICE) ભારે ઘટાડો થયો હતો. ગત અઠવાડિયે અને આ અઠવાડિયે સોનાની કિંમતમાં અંતર જોવા મળ્યું હતું.

શુક્રવારએ સોનું એમસીએક્સ (MCX) એક્સચેંજમાં રૂ. 519 ઘટીને રૂ. 48,702 થઈ ગયું છે. આ સિવાય સોનાનો ભાવ ગત સપ્તાહના અંતિમ કારોબારના દિવસે રૂ. 514 ઘટીને રૂ. 48,715 પર બંધ રહ્યો હતો. ગયા અઠવાડિથી સોનાના ભાવમાં ઘટાડો થયો છે. ગત સપ્તાહના 11 મી જાન્યુઆરી એમસીએક્સ પર વાયદા સોનું 10 ગ્રામ દીઠ 48,786 રૂપિયા પર ખુલ્યું હતું. તો આ સોનાના ભાવ અગાઉના સત્રમાં 10 ગ્રામ દીઠ 48,967 રૂપિયા પર બંધ થયા હતા. પાછલા અઠવાડિયામાં આ સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ 265 રૂપિયા ઘટાડો થયો છે.

ચાંદીની વાત કરવામાં આવે તો ગત શુક્રવારે ચાંદીનો ભાવ એમસીએકસ પર 1919 રૂપિયા ઘટીને 64,764 પર બંધ રહ્યો હતો. તો સોમવારે 11 જાન્યુઆરીના દિવસે એમસીએક્સ 63,303 પર કિલોગ્રામ ખૂલ્યો હતો. ગત અઠવાડિયે 64231 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ રહ્યો હતો. આ રીતે ચાંદી ગત અઠવાડિયે 533 રૂપિયા કિલોગ્રામ વધ્યો હતો.

સોનાના ભાવ તેમની અગાઉના ઉંચી તુલનામાં ઘણા ઘટી ગયા છે. વાયદાના સોનાના ઉંચા ભાવ 7 ઓગસ્ટ 2020 ના રોજ જોવા મળ્યા હતા. જો આપણે તેની હાલની કિંમત સાથે સરખામણી કરીએ તો, આ સોનાના ભાવ અગાઉના ઉચ્ચ સ્તરની તુલનામાં 8,398 રૂપિયા ઘટી ગયા છે. સોનાની તુલનામાં ચાંદીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીનો સૌથી વધુ ભાવ 10 ઓગસ્ટ 2020 ના રોજ જોવા મળ્યો હતો. તે સમયએ ચાંદીની કિંમત 79,147 પ્રતિ કિલોગ્રામ થઈ ગયો હતો. ચાંદીમાાં છેલ્લા 5 મહિનામાં 14,383 રૂપિયાનો ભાવ ઘટાડો થયો છે.

આ પણ વાંચો: IPL: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર કરી શકે છે ત્રણ ખેલાડીઓની છુટ્ટી, ઓકશન પહેલા લેશે નિર્ણય

g clip-path="url(#clip0_868_265)">