AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર કરી શકે છે ત્રણ ખેલાડીઓની છુટ્ટી, ઓકશન પહેલા લેશે નિર્ણય

ઇન્ડીયન પ્રિમીયર લીગ (IPL ) ની નવી સીઝન ક્યાં અને ક્યારે શરુ થશે એ અંગે હજુ સંશય છે. BCCI તરફ થી પણ અધિકારીક રુપે કોઇ જ બયાન સામે આવ્યુ નથી. જોકે બોર્ડ તરફ થી નવી સીઝનને લઇને તૈયારીઓ શરુ થઇ ગઇ છે.

IPL: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર કરી શકે છે ત્રણ ખેલાડીઓની છુટ્ટી, ઓકશન પહેલા લેશે નિર્ણય
Royal Challengers Bangalore
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 17, 2021 | 11:04 AM
Share

ઇન્ડીયન પ્રિમીયર લીગ (IPL ) ની નવી સીઝન ક્યાં અને ક્યારે શરુ થશે એ અંગે હજુ સંશય છે. BCCI તરફથી પણ અધિકારીક રુપે કોઇ જ બયાન સામે આવ્યુ નથી. જોકે બોર્ડ તરફથી નવી સીઝનને લઇને તૈયારીઓ શરુ થઇ ગઇ છે. 4 જાન્યુઆરીએ IPL ગવર્નિંગ કાંઉન્સિલ (Governing Council) ની બેઠક યોજાઇ હતી. જેમાં નક્કિ કરવામાં આવ્યુ હતુ કે, જે તમામ ટીમોએ પોતાના ખેલાડીઓને રિલીઝ કરવાના હોય તેની પ્રક્રિયા 20 જાન્યુઆરી પહેલા પુરી કરી લેવામાં આવી છે. રિપોર્ટસ અનુસાર વિરાટ કોહલી (Virat Kohli) ની કેપ્ટનશીપ વાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) પણ ઓક્શન પહેલા ઉમેશ યાદવ (Umesh Yadav), શિવમ દુબે (Shivam Dubey) અને મોઇન અલી (Moin Ali) ને રિલીઝ કરી શકે છે.

અત્યાર સુધીમાં આઇપીએલની ટ્રોફી જીતવામાં નાકામિયાબ રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પાછળની સીઝનમાં સારુ પ્રદર્શન નહી કરનારા ખેલાડીઓને રીલીઝ કરવાની તૈયારીમાં છે. આ લિસ્ટમાં સૌથી ઉપરના ક્રમે ઉમેશ યાદવનુ નામ મનાઇ રહ્યુ છે. ભારતના ઝડપી બોલર ઉમેશ યાદવને આરસીબીએ 4 કરોડમાં ખર્ચ કરીને ખરીદ કર્યો હતો. આઇપીએલ 2020 માં તે બે મેચ રમ્યો હતો. જેમા તેને એક પણ સફળતા મળી શકી નહોતી. ત્યાર બાદ શિવમ દૂબેને પણ રિલીઝ કરવાની જાણકારી સામે આવી છે. શિવમ દૂબે પાછળની સિઝનમાં 11 મેચ રમ્યો હતો. જેમાં તેણે 129 રન બનાવ્યા હતા. જ્યારે માત્ર 4 જ વિકેટ હાંસલ કરી હતી. આરસીબીએ તેને 5 કરોડ રુપીયામાં ખરીદ કર્યો હતો.

રિપોર્ટનુસાર મોઇન અલીને પણ આરસીબી ટીમ મેનેજમેન્ટ દ્વારા રિલીઝ કરવામાં આવી શકે છે, તેે 1.70 કરોડ રુપિયામાં ખરીદ કરવામાં આવ્યો હતો. પાછળની સિઝનમાં તે માત્ર 3 જ મેચ રમ્યો હતો. જેમાં પણ તેનુ પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યુ હતુંં. વિરાટના નેતૃત્વ વાળી આરસીબીએ અનેક બદલાવ કર્યા હતા, પરંતુ તેને ખાસ સફળતા અત્યાર સુધી મળી શકી નહોતી. ટીમ મેનેજમેન્ટને એક સારા બોલરની જરુરીયાત છે. આવામાં ફેબ્રુઆરીમાં થનારા ઓક્શનમાં ટીમ પુરી નજર બોલર ખરીદી પર દોડાવશે.

આ પણ વાંચો: ક્રિકેટર પંડ્યા બંધુઓએ આકરી કસોટી પાર કરવી પડી હતી, પિતાએ હિંમત હાર્યા વિના આગળ વધાર્યા

g clip-path="url(#clip0_868_265)">