Viral Video: વ્યક્તિ ચિલ્લર લઈને ડિનર કરવા પહોંચ્યો તાજ હોટલ, પેમેન્ટ આપતાં જોઈને આજુબાજુના લોકો થયા આશ્ચર્યચકિત
viral video : વાયરલ થઈ રહેલા વીડિયોમાં વ્યક્તિએ એક પાઠ શેયર કર્યો છે. તે કહે છે, "આ પ્રયોગ એ શીખવે છે કે આપણે જે મર્યાદાથી ઘેરાયેલા છીએ તેના આધારે આપણે લેવલ બનાવવામાં લાગી ગયા છીએ."

સારી ડાઈનિંગ રેસ્ટોરન્ટમાં કેટલાક નિયમો અને ખાવા માટે શિષ્ટાચાર હોય છે. લોકો તે મુજબ કપડાં પહેરવાની, ટેબલ રીતભાતનું પાલન કરે છે અને પછી રોકડ અથવા કાર્ડથી બિલ પેમેન્ટ કરે તેવી અપેક્ષા હોય છે. જો કે, મુંબઇના કન્ટેન્ટ ક્રિએટરે સિક્કા આપીને એક પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં બિલ ચૂકવવાનું નક્કી કર્યું. સિદ્ધેશ લોક્રે નામના આ વ્યક્તિએ તેના અનુભવનો વીડિયો રેકોર્ડ કર્યો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો : Monkey Funny Viral Video : વાંદરાએ ચાકુને પથ્થર પર ઘસી-ઘસીને કાઢી ધાર, લોકોએ કહ્યું- હવે ઘરેથી નીકળવું મુશ્કેલ થશે
વીડિયો શેર કરતી વખતે સિદ્ધાશે લખ્યું, ‘ પેમેન્ટ મહત્તવ રાખે છે, પછી ભલે તમે ડોલર આપો અથવા ચિલર આપો.’ વીડિયોની શરૂઆતમાં તે કહે છે કે તેણે તાજ મહેલ મહેલની રેસ્ટોરન્ટમાં જવા માટે સુટ પહેર્યો છે. તે પછી તે પીત્ઝા અને મોકટેલને ખાવાનો ઓર્ડર આપે છે અને પછી બીલ માંગે છે. જ્યારે વેઈટર બિલ લાવે છે, ત્યારે તે તેના ખિસ્સામાંથી એક બેગ કાઢે છે અને સિક્કાઓની ગણતરી શરૂ કરે છે. આસપાસ બેઠેલા લોકો આ જોઈને આશ્ચર્યચકિત થાય છે.
જુઓ Viral video
View this post on Instagram
સરળતા અપનાવો
સિદ્ધેશ લોક્રે વીડિયોના અંતે તેના ફોલોઅર્સ માટે જીવનનો પાઠ શેર કર્યો છે. તે કહે છે, ‘સારું, આ પ્રયોગથી એ શીખ મળે છે કે આપણે જે મર્યાદાઓથી ઘેરાયેલા છીએ તેના આધારે લેવલ નક્કી કરતા હોય છીએ. આપણે સાદગીનું પ્રેમ કરવાનું ભુલી ગયા છીએ. તમે જેવા છો તેવા પોતાના માટે સ્વીકારો કરો, ચિંતા કરશો નહીં કે લોકો તમારી પાસેથી કેવી અપેક્ષા રાખે છે.
આ વીડિયો ઈન્ટરનેટ પર શેર કરવામાં આવી રહી છે. યુઝર્સ તરફથી વિવિધ પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક લોકોએ આ કન્ટેન્ટ ક્રિએટરની પ્રશંસા કરી છે. કેટલાક લોકો કહે છે કે, આવી ક્રિયાઓ સ્થળ અનુસાર થવી જોઈએ. અન્ય એકે લખ્યું, ‘આપણે જેવા છીએ તેવા જ પોતાને સ્વીકાર કરો અને બીજાની નકલ કરવાનું બંધ કરો.