Monkey Funny Viral Video : વાંદરાએ ચાકુને પથ્થર પર ઘસી-ઘસીને કાઢી ધાર, લોકોએ કહ્યું- હવે ઘરેથી નીકળવું મુશ્કેલ થશે
Monkey Viral Video : સોશિયલ મીડિયા પર વાનરનો એક ફની વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વાંદરો માણસોની જેમ ધાર ને તેજ કરતો જોવા મળ્યો છે. જેને જોયા તમે પણ ચોંકી જશો.

જંગલમાં વાંદરો એકમાત્ર એવો જીવ છે, જેની હરકતો જોઈને કોઈના ચહેરા પર સ્મિત આવી જાય છે. આ એટલા માટે છે કારણ કે આ પ્રાણી માણસોની બરાબર નકલ કરે છે. આ જ કારણ છે કે સોશિયલ મીડિયા પર વાંદરાઓના વીડિયો ખાસ કરીને ફની વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવે છે. લોકો આ વીડિયોને માત્ર જોતાં જ નથી પણ એકબીજા સાથે શેર પણ કરે છે. વાનરનો એક ફની વીડિયો આ દિવસોમાં લોકોમાં ચર્ચામાં છે. જેને જોઈને તમે પણ કહેશો- ‘ભાઈ શું કરી રહ્યો છે’
આ પણ વાંચો : Monkey Funny Video: ઘસી ઘસીને વાસણ ધોઈ રહ્યો હતો વાંદરો, લોકોએ કહ્યું ‘પૂર્વજોથી આ ચાલતુ આવે છે’
એક જૂની કહેવત છે કે, ‘વાનરના હાથમાં અસ્તરો’. આનો અર્થ એ છે કે ઓછી બુદ્ધિવાળા વ્યક્તિના હાથમાં મહાન શક્તિ ન આવવી જોઈએ. નહિંતર, તે તેનો દુરુપયોગ કરશે પરંતુ આ કહેવતને સાચી સાબિત કરતો એક વીડિયો આ દિવસોમાં સામે આવ્યો છે. જેણે બધાને ચોંકાવી દીધા છે… કારણ કે અહીં એક વાંદરો ચાકુની ધારને તેજ કરતો જોવા મળે છે. જાણે તે તેનું વ્યાવસાયિક કામ હોય ! લોકોને ડર છે કે આ વાંદરો કોઈ પર ચાકુ વડે હુમલો કરી શકે છે.
અહીં, વીડિયો જુઓ
#Ravana ki #Lanka ki chadhai se pahle aise ki thi tayyari #VanarSena ne
😂😂😜👌😁@arunbothra @ParveenKaswan @ipsvijrk pic.twitter.com/i6xH6S4yap
— Rupin Sharma IPS (@rupin1992) February 22, 2023
વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વાંદરો હાથમાં એક મોટી છરી લઈને વાસણમાં રાખેલા પાણીથી છરી ભીની કરે છે અને પછી તેને પથ્થર પર ઘસી રહ્યો છે. જેમ કોઈ છરીને ધાર કાઢતો હોય. વાંદરો વારંવાર છરી તરફ જુએ છે, તેના પર પાણી લગાવે છે અને ફરીથી તેને ખૂબ જ ઝડપથી પથ્થર પર ઘસે છે. છરીને તીક્ષ્ણ કરતી વખતે, વાંદરો પણ વચ્ચે પાણી લગાવતો જોવા મળે છે.
આ વીડિયોને IPS ઓફિસર રૂપિન શર્માએ ટ્વિટર પર શેર કર્યો છે અને આ સમાચાર લખાય છે ત્યાં સુધી નવ હજારથી વધુ લોકોએ તેને જોયો છે અને કોમેન્ટ કરીને પોત-પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ વીડિયોમાં આઈપીએસ અધિકારીએ વીડિયોના કેપ્શનમાં રામાયણનો સંદર્ભ ઉમેરતાં લખ્યું છે કે, રાવણની લંકા પર ચઢાઈ કરતી વખતે વાનર સેનાએ આવી જ તૈયારીઓ કરી હશે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી નવ હજારથી વધુ લોકોએ તેને જોયો છે અને કોમેન્ટ કરીને પોત-પોતાની પ્રતિક્રિયાઓ આપી છે.