Monkey Funny Video: ઘસી ઘસીને વાસણ ધોઈ રહ્યો હતો વાંદરો, લોકોએ કહ્યું ‘પૂર્વજોથી આ ચાલતુ આવે છે’

એક ફની વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વાંદરો અનોખી રીતે વાસણો ધોઈ રહ્યો છે. આ ટ્રેન્ડિંગ વીડિયો જોયા બાદ લોકો કહી રહ્યા છે કે, 'આ દુનિયામાં કંઈ પણ અશક્ય નથી'. સ્થિતિ એ છે કે આ વીડિયો પર યૂઝર્સ ખૂબ જ મજા લઈ રહ્યા છે.

Monkey Funny Video: ઘસી ઘસીને વાસણ ધોઈ રહ્યો હતો વાંદરો, લોકોએ કહ્યું 'પૂર્વજોથી આ ચાલતુ આવે છે'
Monkey Funny VideoImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2023 | 3:31 PM

પ્રાણીઓના ઘણા અનોખા વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ શેર કરવામાં આવે છે. આમાંથી કેટલાક વીડિયો એટલા ક્યૂટ છે કે તેને જોઈને લોકો હસવાનું રોકી શકતા નથી. જ્યારે, કેટલાક ફની વીડિયો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે અને તેમની આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. કારણ કે, ઘણી વખત પ્રાણીઓ એવા કૃત્ય કરતા જોવા મળે છે જે ખુબ ફની હોય છે. એક વાનરનો એક ફની વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે અનોખી રીતે વાસણો ધોઈ રહ્યો છે. આ ટ્રેન્ડિંગ વીડિયો જોયા બાદ લોકો કહી રહ્યા છે કે, ‘આ દુનિયામાં કંઈ પણ અશક્ય નથી’. આલમ એ છે કે આ વીડિયો પર યૂઝર્સ ખૂબ જ મજા લઈ રહ્યા છે.

વાંદરાનો સ્વભાવ સામાન્ય રીતે તોફાની હોય છે. વાંદરાઓ ઘણીવાર લોકોને પરેશાન કરતા જોવા મળે છે. તમને સોશિયલ મીડિયા પર એવા ઘણા વીડિયો જોવા મળશે. ઘણી વખત વાંદરાની સ્ટાઈલ જોઈને લોકો હસતા જ રહી જાય છે. પરંતુ, આ વાયરલ વીડિયોમાં તમને વાંદરાના અલગ જ અંદાજ જોવા મળશે. કારણ કે, વાંદરો સખત મહેનત કરે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે વાંદરાની આસપાસ ઘણા વાસણો રાખવામાં આવ્યા છે. બિચારો વાંદરો આરામથી એ વાસણો ઘસી રહ્યો છે. વાંદરો જે રીતે વાસણો ઘસીને ધોઈ રહ્યો છે તે જોઈને યૂઝર્સ હસી રહ્યા છે અને આ ફની વીડિયો વારંવાર જોઈ રહ્યા છે. જુઓ આ ફની વીડિયો.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

આ વીડિયો જોઈને તમે પણ હસ્યા જ હશો. તમે વિચારતા જ હશો કે આ વાનર ખૂબ જ મહેનતુ છે. વાંદરાનો આ ફની વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર ‘ram_maurya55555’ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે. જ્યારે આ વીડિયોને એક લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે. ત્યારે લોકો મજા લેતા વીડિયો પર કમેન્ટ્સ કરી રહ્યા છે. કેટલાક કહે છે કે તેની પત્ની ચોક્કસ સરકારી નોકરીમાં છે. એકે લખ્યું, ‘શું ભાભી ઘરે નથી’.

g clip-path="url(#clip0_868_265)">