Vijay Thalapathy’s Beast : તાંઝાનિયાના યુવકે ફિલ્મના એક સીન પર કરી ધમાકેદાર એક્ટિંગ, લોકોએ કહ્યું ‘શું સ્વેગ છે’

એક્ટર થલપથી વિજય (Thalapathy Vijay)ની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'બીસ્ટ'નું એક સીન રિક્રિએટ કર્યું છે. કિલીએ ફરી એકવાર પોતાના અલગ અંદાજથી ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા છે.

Vijay Thalapathy’s Beast : તાંઝાનિયાના યુવકે ફિલ્મના એક સીન પર કરી ધમાકેદાર એક્ટિંગ, લોકોએ કહ્યું 'શું સ્વેગ છે'
Tanzanian Boy Kili Paul (Instagram)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2022 | 2:27 PM

કન્નડ સુપરસ્ટાર યશ સ્ટારર ફિલ્મ KGF ચેપ્ટર 2 (KGF Chapter 2) માં એક સીનમાં ધમાકેદાર અભિનય કર્યા પછી તાંઝાનિયાના ઇન્ટરનેટ સેન્સેશન કિલી પોલે (Tanzanian Boy Kili Paul) હવે તેના નવા વીડિઓ સાથે ઇન્ટરનેટ પર હંગામો મચાવ્યો છે. આમાં તેણે એક્ટર થલપથી વિજય (Thalapathy Vijay)ની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘બીસ્ટ’નું એક સીન રિક્રિએટ કર્યું છે. કિલીએ ફરી એકવાર પોતાના અલગ અંદાજથી ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. આપને જણાવી દઈએ કે કિલીને બોલિવૂડની સાથે ટોલીવુડની ફિલ્મો પણ પસંદ છે. તેઓ તેમના સુપરહિટ ગીતો પર પોતાને ડાન્સ કરતા અથવા લિપ-સિંક કરતા વીડિયો શેર કરતા રહે છે. કિલીના નવા વીડિયોને 1 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં કિલી પોલ સફેદ શર્ટ સાથે બ્લેક કલરનું પેન્ટ પહેરેલો જોઈ શકાય છે. તેણે ‘બીસ્ટ’માં થાલાપતિ વિજયના પાત્રની જેમ જ પોશાક પહેર્યો છે. કિલીએ બીસ્ટમાંથી એક સીન રિક્રિએટ કરવાનો પ્રયાસ કર્યો છે, જેમાં તે સફળ થયો છે. આમાં કિલીના એક્સપ્રેશન અને એટીટ્યુડ અદભૂત લાગી રહ્યા છે. તેને જોઈને એવું નથી લાગતું કે તે કોઈ બીજા દેશનો છે અને બીજી ભાષાની ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. તો જો તમે પણ થલપથી વિજયના જબરા વાલે ચાહક છો, તો તમને આ વીડિયો વારંવાર જોવાનું ચોક્કસ ગમશે. તો ચાલો પહેલા આ વીડિયો જોઈએ.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
View this post on Instagram

A post shared by Kili Paul (@kili_paul)

તાંઝાનિયાની સોશિયલ મીડિયા સ્ટાર કિલીએ આ વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ સાથે કેપ્શનમાં લખ્યું છે કે, ‘મીનર, લીનર, સ્ટ્રોન્ગર.’ એક દિવસ પહેલા અપલોડ કરાયેલો આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. અત્યાર સુધીમાં 1 લાખ 92 હજારથી વધુ લોકો તેને લાઈક કરી ચૂક્યા છે. આ સંખ્યા સતત વધી રહી છે. તે જ સમયે, ઘણા લોકોએ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયાઓ નોંધાવી છે.

એક યુઝરે કમેન્ટ કરીને લખ્યું કે, ‘યુ આર કિલિંગ ઈટ.’ તે જ સમયે અન્ય એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, ‘એન્ગ્રી યંગ મેન.’ અન્ય યુઝરે કહ્યું કે ભાઈ, તુમને હિલા ડાલા. એકંદરે, કિલીએ ફરી એકવાર તેની અલગ સ્ટાઇલથી લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહ્યો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા યૂઝર્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે અને લોકો તેને ખૂબ એન્જોય કરી રહ્યાં છે.

આ પણ વાંચો: Viral: Vimal ની એડમાં અક્ષય કુમારે કહ્યું ‘જુબા કેસરી’, વાયરલ થયા Funny Memes

આ પણ વાંચો: Viral Video : બે યુવકોએ બતાવ્યું અદ્ભુત ટેલેન્ટ, તમે ભાગ્યે જ આવી કળા જોઈ હશે, જુઓ વીડિયો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">