Viral Video: માતાએ બાળકને મોતના મુખમાંથી કાઢ્યું બહાર, જૂઓ આ શ્વાસ થંભાવી દે તેવો વીડિયો

ઘણીવાર એવું થાય છે કે જે આપણે સપનામાં પણ વિચાર્યું ના હોય. અત્યારે અહીં એક એક્સિડન્ટનો વીડિયો (Accident Video) વાયરલ થઈ રહ્યો છે. જે લોકોના શ્વાસ થંભાવી દે એવો છે.

Viral Video: માતાએ બાળકને મોતના મુખમાંથી કાઢ્યું બહાર, જૂઓ આ શ્વાસ થંભાવી દે તેવો વીડિયો
brave mother saves her child from truck tyres after bike accident
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 27, 2022 | 2:21 PM

બાળક માટે બાળકની દરેક ખુશીમાં આનંદ કરતી માતા તેના બાળક (Mother And Kids) પર કોઈ આફત ન આવે તે માટે શક્ય તમામ પ્રયાસ કરે છે. માતા ભલે પોતાનો જીવ જોખમમાં મૂકે, પરંતુ તે તેના બાળકોની ગરમી તેના માથા પર આવવા દેતી નથી. આવું જ એક ઉદાહરણ રજૂ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ઈંગ્લેન્ડના ક્રિકેટર જોફ્રા આર્ચરે શેયર કર્યો છે. વીડિયોમાં એક માતા પોતાના જીવની પરવા કર્યા વિના પોતાના બાળકને મોતના મ્હોંમાંથી બહાર કાઢતી જોવા મળે છે. ટ્રકના પૈડાં નીચેથી બાળકને બચાવતી માતાનો વીડિયો તમારા શ્વાસ થંભાવી દેશે.

જૂઓ આ ચોંકાવનારો વીડિયો…

ઘણા મીડિયા રિપોર્ટ્સમાં આ વીડિયોને વર્ષ 2019નો કહેવામાં આવી રહ્યો છે. જે હવે ફરી એકવાર વાયરલ થઈ રહ્યો છે. અંગ્રેજી અખબાર ડેઈલી મેઈલ અનુસાર વીડિયો વિયેતનામના ગોઈ વિસ્તારનો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે પતિ, પત્ની અને બાળક સહિત ત્રણ લોકો મોટરસાઈકલ પર સવાર છે. કેટલીક વસ્તુઓ બાઇક પર પણ બાંધેલી છે.

અચાનક આગળ જઈ રહેલી કારની સાઇડ બાઇકને ટક્કર મારે છે અને સંતુલન બગડવાને કારણે પાછળ બેઠેલી મહિલા અને બાળક નીચે પડી ગયા હતા. તે દરમિયાન સામેથી આવતી ટ્રકનું ટાયર બાઈક પર આવવાનું જ હતું કે, મહિલાએ પોતાના જીવની પરવા છોડીને ઝડપથી બાળકને સાઈડમાં લઈ લે છે. આ વીડિયો એટલો ભયાનક છે કે તેને જોઈને કોઈ પણ લોકોના શ્વાસ થંભી જાય છે.

આ વીડિયો ઈંગ્લેન્ડના ક્રિકેટર આર્ચર દ્વારા શેયર કરવામાં આવ્યો હતો. જેને મોટી સંખ્યામાં લોકોએ જોયો છે. આ વીડિયોને મોટી સંખ્યામાં લોકો લાઈક પણ કરી રહ્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો:  CUET 2022: કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ માટે નોંધણીની છેલ્લી તારીખ નજીક, જાણો CUET પરીક્ષાની લેટેસ્ટ અપડેટ

આ પણ વાંચો:  Surat: જગન્નાથપુરીથી ટ્રેનમાં સુરત આવેલા ચાર યુવાનો 4.79 લાખના 47 કિલો ગાંજા સાથે પકડાયા

g clip-path="url(#clip0_868_265)">