AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CUET 2022: કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ માટે નોંધણીની છેલ્લી તારીખ નજીક, જાણો CUET પરીક્ષાની લેટેસ્ટ અપડેટ

CUET 2022 exam Date: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા લેવામાં આવનાર કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ, CUET માટેની અરજી પ્રક્રિયા ટૂંક સમયમાં સમાપ્ત થવાની છે. અરજીની પ્રક્રિયા 6 મેના રોજ સમાપ્ત થશે પરંતુ NTAએ હજુ સુધી પરીક્ષા અંગે કોઈ અપડેટ જારી કર્યું નથી.

CUET 2022: કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ માટે નોંધણીની છેલ્લી તારીખ નજીક, જાણો CUET પરીક્ષાની લેટેસ્ટ અપડેટ
CUET 2022
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 27, 2022 | 11:15 AM
Share

CUET Registration Last Date: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા લેવામાં આવનાર કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ, CUET માટેની અરજી પ્રક્રિયા ટૂંક સમયમાં સમાપ્ત થવાની છે. અરજી કરવાની છેલ્લી તારીખ 6 મે 2022 છે. અરજી ફોર્મ (CUET Application Form 2022) ભરવા માટે માત્ર થોડા દિવસો બાકી છે. રજીસ્ટ્રેશનમાં થોડા દિવસો બાકી હોવા છતાં NTAએ હજુ સુધી પરીક્ષાની તારીખો જાહેર કરી નથી. જે ઉમેદવારોએ હજુ સુધી અરજી કરી નથી, તેઓએ વહેલી તકે અરજી કરવી જોઈએ. પરીક્ષાની તારીખ (CUET 2022 exam date) અરજી પ્રક્રિયા પૂરી થયા પછી જાહેર કરી શકાય છે. જોકે, પરીક્ષા જુલાઈમાં લેવાશે તેમ જણાવાયું હતું. તારીખો વિશે વિગતવાર માહિતી NTA દ્વારા ટૂંક સમયમાં આપવામાં આવશે.

આ રીતે કરો અરજી

  1. અરજી કરવા માટે, સૌપ્રથમ CUETની વેબસાઈટ – cuet.nta.nic.in પર જાઓ
  2. તે પછી CUET રજીસ્ટ્રેશન 2022 લિંક પર ક્લિક કરો.
  3. હવે નામ, ફોન નંબર અને ઈમેલ આઈડી જેવા તમારા ઓળખપત્રો ટાઈપ કરીને નોંધણી કરો.
  4. રજીસ્ટર્ડ મોબાઈલ અથવા ઈમેલ પર મોકલેલ નવા રજીસ્ટ્રેશન આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગઈન કરો.
  5. તે પછી એપ્લિકેશન ફી ચૂકવો.
  6. સબમિટ બટન પર ક્લિક કરો.

CUET પરીક્ષા પેટર્ન બહાર પાડવામાં આવી

પરીક્ષા સંબંધિત વધુ વિગતો NTA દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓને CUCET UG પરીક્ષાના અપડેટ્સ માટે વેબસાઇટની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે હવેથી UG કોર્સમાં એડમિશન માટે સેન્ટ્રલ યુનિવર્સિટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપવી પડશે. તેના આધારે પ્રવેશ લેવામાં આવશે. NTA એ પરીક્ષા પહેલા પરીક્ષા પેટર્ન પણ બહાર પાડી છે. આ સાથે માર્કિંગ સ્કીમ વિશે પણ માહિતી આપવામાં આવી છે. બીજી બાજુ, જો આપણે CUET પરીક્ષાની તારીખ વિશે વાત કરીએ, તો ટૂંક સમયમાં તેના પર અપડેટ જારી કરવામાં આવશે.

પરીક્ષા 13 ભાષાઓમાં હશે ટેસ્ટ

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા બહાર પાડવામાં આવેલી કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ (CUET) 13 ભાષાઓમાં લેવામાં આવશે. આ તામિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, મરાઠી, ગુજરાતી, ઉડિયા, બંગાળી, આસામી, પંજાબી, અંગ્રેજી, હિન્દી અને ઉર્દૂ સહિત 13 ભાષાઓમાં યોજાશે.

કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ માટે અરજી કરનારા વિદ્યાર્થીઓ પાસે ધોરણ 10ની માર્કશીટ, 12ની માર્કશીટ, પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ, વિદ્યાર્થીની સહી, આધાર કાર્ડ જેવા ફોટો આઈડી પ્રૂફ, ડ્રાઈવિંગ લાયસન્સ સાથે દસ્તાવેજો હોવા જોઈએ. આ સાથે કેટેગરીનું પ્રમાણપત્ર હોવું જોઈએ.

આ પણ વાંચો: CBSE Board Exam 2022: એક રૂમમાં માત્ર 18 વિદ્યાર્થીઓ, 51 દિવસ સુધી ચાલશે પરીક્ષા, આ રહી CBSE 10-12ની પરીક્ષાની તમામ માહિતી

આ પણ વાંચો: HPCL Recruitment 2022: હિન્દુસ્તાન પેટ્રોલિયમમાં નોકરી મેળવવાની તક, લેબ એનાલિસ્ટ સહિત ઘણી જગ્યાઓ માટે ભરતી, આ રીતે કરો અરજી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">