Surat: જગન્નાથપુરીથી ટ્રેનમાં સુરત આવેલા ચાર યુવાનો 4.79 લાખના 47 કિલો ગાંજા સાથે પકડાયા

મહિધરપુરા પોલીસના જણાવ્યા પ્રમાણે પાંચ આરોપીઓ પૈકી સનાતન ગૌડા અમરોલી-છાપરાભાઠા ખાતે મધુવન સોસાયટીમાં રહે છે અને એમ્બ્રોઇડરીનું કામ કરે છે. તેણે વેચવા માટે ગાંજો મંગાવ્યો હતો.

Surat: જગન્નાથપુરીથી ટ્રેનમાં સુરત આવેલા ચાર યુવાનો 4.79 લાખના 47 કિલો ગાંજા સાથે પકડાયા
4.79 lakh marijuana seized in Surat
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Apr 27, 2022 | 11:21 AM

સુરત (Surat) શહેર પોલીસેનો ડ્ર્ગ્સ (Drugs) ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ઓરિસ્સાથી ઠલવાતો ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડયો હતો. સુરત SOG અને મહિધરપુરા પોલીસે અલગ અલવ જગ્યા પરથી મોટા પ્રમાણમાં ગાંજા (marijuana) નો જથ્થો ઝડપી પાડ્યો હતો અને સાથે કેટલાક આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા. થોડા દિવસ પહેલા જ સુરત પોલીસ અને ઓરિસ્સા પોલીસે મળીને ગાજાનો સપ્લાય કરતા મુખ્ય ઇસમોની મિલકતો જપ્ત કરવા માટેની કાર્યવાહી કરી છે.

સુરત અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ગાજાની હેરાફેરી કરવામાં આવતી હતી પણ સુરત પોલીસે ગાજાનું નેટવર્ક ચલાવતા ઈસમો સામે લાલ આંખ કરવામાં આવી છે ત્યારે સુરતમાં જગન્નાથપુરીથી ટ્રેન મારફતે સુરત 47 કિલો ગાંજો લઇને આવેલા ચાર યુવકો અને ગાંજો મંગાવનાર યુવકને મહિધરપુરા પોલીસે રેલવે સ્ટેશન પાસેથી પકડી 4.79 લાખના ગાંજા સહિત 4.88 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. બેને વોન્ટેડ જાહેર કર્યા છે.

પહેલા મહિધરપુરા પોલીસ મથકનો સર્વેલન્સ સ્ટાફ પીઆઇ આર.કે. ધુળિયાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે, સુરતમાં ગાંજાનો જથ્થો ટ્રેન મારફતે લાવામાં આવશે તેના આધારે ઓરિસ્સા-જગન્નાથપુરીથી ટ્રેન મારફતે ચાર યુવકો ગાંજો લઇને સુરત આવ્યા છે. જે માહિતીના આધારે પોલીસે રેલવે સ્ટેશન પાસે વોચ ગોઠવી ટુકના સંન્યાસી ગૌડા, પપુન જુરીયા શેઠી, શંકર સુરેન્દ્ર ગૌડા, સુશાન્તા ઇલન્ગા ગમનગા અને સનાતન ગોપાલ ગૌડાને પકડી પાડયા હતા. બાદમાં મહિધરપુરા પોલીસે તેઓ પાસેથી 47.912 કિલોગ્રામ ગાંજો મળી કબ્જે કર્યો હતો.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

મહિધરપુરા પોલીસના જણાવ્યા પ્રમાણે પાંચ આરોપીઓ પૈકી સનાતન ગૌડા અમરોલી-છાપરાભાઠા ખાતે મધુવન સોસાયટીમાં રહે છે અને એમ્બ્રોઇડરીનું કામ કરે છે. તેણે વેચવા માટે ગાંજો મંગાવ્યો હતો.પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછમાં ગાંજો ઓરિસ્સા-ગંજામના અરુણઅમૂલ્ય પાત્ર અને ઋષિકેશ દુર્યોધન ગૌડાએ સુરતમાં સનાતનને પહોંચાડવા માટે આપ્યો હતો. ચારેય આરોપીને આ ડિલિવરી બદલ રૂપિયા 4-4 હજાર અરુણ પાત્ર અને ઋષિકેશ ગૌડા ચૂકવાયા હતા. સનાતન રેલવે સ્ટેશન પર ગાંજો લેવા આવતા તે પણ ચારેય ડિલિવરી બોયની સાથે પોલીસની ઝપટે ચઢી ગયો હતો. પોલીસે ગાંજાના સપ્લાયર અરુણ પાત્ર અને ઋષિકેશ ગૌડાને વોન્ટેડ જાહેર કર્યા છે.

બીજી બાજુ સુરત SOG દ્વારા પણ મોટા પ્રમાણ માં ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો.જેમાં SOG પીઆઇ આર એસ સુવેરાની ટિમ ને માહિતી મળી હતી કે સરથાણા વિસ્તારમાં વોચ ગોઠવી કામરેજ તરફથી સુરત શહેરમાં પ્રવેશતી ઓટો રીક્ષા નં . Gj-05-8 V 6258ને રોકી આરોપી પૂછપરછ કરતા મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પાલીગામ સચીન સુરત મુળ વતન ગામ મુસ્તફાબાદ તા.સદર થાના બકસા જી.જૌનપુર ઉત્તરપ્રદેશ રહેવાશે પાસેથી પ્રતિબંધિત ગાજો વજન 91 કિલો 469 ગ્રામ કુલ કિ.રૂ. 9,14,990 મળી આવ્યો હતો.

આ પણ વાંચોઃ Surat: જગન્નાથપુરીથી ટ્રેનમાં સુરત આવેલા ચાર યુવાનો 4.79 લાખના 47 કિલો ગાંજા સાથે પકડાયા

આ પણ વાંચોઃ કેસર કેરીનાં ગઢ ગણાતા તાલાળા ગીરમાં કેસર કેરીની હરરાજીનો પ્રારંભ, ઇતિહાસમાં પહેલી વખત બોક્સનો ભાવ 1500 રૂપિયા બોલાયો

g clip-path="url(#clip0_868_265)">