Shocking Video: નાગાલેન્ડમાં ધરતીથી આકાશમાં ફેલાયો રહસ્યમય પ્રકાશ, વીડિયો જોઈ ચોંકી ગયા લોકો
સોશિયલ મીડિયા પર હાલમાં આવો જ એકે અદભુત અને ચોંકાવનારો વીડિયો વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયો નાગાલેન્ડનો (Nagaland) છે.
આપણી પૃથ્વી આ પ્રકૃતિને કારણે વધારે સુંદર લાગે છે. પ્રકૃતિ વગરની પૃથ્વીની આપણે કદાચ કલ્પના જ નહીં કરી શકીએ. દરિયો, વૃક્ષોને કારણે દેખાતી હરિયાળી, પહાડો, નદી, ઝરણા, ધોધ પશુ-પક્ષી વગેરેને કારણે આ પૃથ્વી વધારે સુંદર લાગે છે. આ પ્રકૃતિનું હમેશા સન્માન કરવું જોઈએ, કારણ કે જ્યારે માણસ પ્રકૃતિનો અનાદર કરે છે, ત્યારે તેનું રોદ્ધ રુપ પણ લોકોને જોવા મળે છે. ભૂતકાળમાં આવી અનેક ઘટના આપણે જોઈ છે. કેટલીક વાર એવી પ્રાકૃતિક ઘટના બને છે જે માનવજાતને ચોંકાવી દે છે. તે ઘટના એવી અદભુત હોય છે કે લોકોને વર્ષો સુધી યાદ કહે છે. સોશિયલ મીડિયા પર હાલમાં આવો જ એકે અદભુત અને ચોંકાવનારો વીડિયો વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયો નાગાલેન્ડનો (Nagaland) છે.
આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક પાતળો રહસ્યમય પ્રકાશ, જેની આસપાસ થોડો થોડો ધુમાડો પણ દેખાય છે. તે ધરતીથી લઈને આકાશમાં ઊંચાઈ સુધી ફેલાયેલુ છે. આવા દ્રશ્યો ભાગ્યે જ જોવા મળે છે. આવા અકાલ્પનિક દ્રશ્યો તમે વિદેશની મૂવીમાં જોયા જ હશે. કેટલીકવાર વિદેશી ફિલ્મોમાં એલિયન અને યુએફઓના દ્રશ્યોમાં આવો પ્રકાશ જોવા મળે છે. આ ખરેખર એક દુર્લભ ઘટના છે. લોકો તેના પાછળનું કારણ જાણવા મથી રહ્યા છે.
આ રહ્યો એ વાયરલ વીડિયો
Can anyone explain what happened?#Wonderful@susantananda3 @ParveenKaswan pic.twitter.com/iyZryPdBby
— Rupin Sharma (@rupin1992) August 13, 2022
આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર એક આઈપીએસ અધિકારી Rupin Sharma એ શેર કર્યો છે. આ વીડિયોમાં જણાવવામાં આવ્યુ છે કે, આ ઘટના નાગાલેન્ડમાં બની છે. તેના કેપ્શનમાં લખવામાં આવ્યુ છે કે, શું કોઈ સમજાવી શકે છે કે આ શું થઈ રહ્યુ છે ? આ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝરે પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. આ વીડિયોને હજારો લોકોએ જોયો છે. અને તેના પાછળની હકીકત જાણવા માટે લોકોમાં જિજ્ઞાસા પણ જાગી છે.