Stunt Video: સાયકલનું પૈડું નિકળી ગયુ છતાં છોકરાએ કર્યો જબરદસ્ત સ્ટંટ, લોકોએ કહ્યું ‘અદ્ભૂત’

તાજેતરના દિવસોમાં પણ આપણને આવો જ એક વીડિયો (Viral Video) જોવા મળ્યો જેમાં એક છોકરાની સાઈકલનું પૈડું નિકળી જાય છે, પરંતુ નવાઈની વાત એ છે કે તે પછી પણ છોકરો સાઈકલ રોકતો નથી અને આગળ ચલાવતો રહે છે.

Stunt Video: સાયકલનું પૈડું નિકળી ગયુ છતાં છોકરાએ કર્યો જબરદસ્ત સ્ટંટ, લોકોએ કહ્યું 'અદ્ભૂત'
Shocking Stunt Video (Instagram)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2022 | 9:45 AM

ઈન્ટરનેટની દુનિયામાં આપણને સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ્સ (Stunt Viral Video)પર એક કરતાં વધુ પ્રતિભા જોવા મળે છે. ક્યારેક કોઈ પ્રાણીઓ સાથે મસ્તી કરતા જોવા મળે છે તો ક્યારેક ડાન્સિંગ સ્કીલ શો કેસ કરતા જોવા મળે છે. કેટલાક લોકો તેમના વીડિયો અને ફોટા પર લાઈક્સ અને કોમેન્ટ્સ મેળવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકતા અચકાતા નથી. તાજેતરના દિવસોમાં પણ આપણને આવો જ એક વીડિયો જોવા મળ્યો, જેમાં એક છોકરાની સાઈકલનું પૈડું નિકળી જાય છે, પરંતુ નવાઈની વાત એ છે કે તે પછી પણ છોકરો સાઈકલ રોકતો નથી અને આગળ ચલાવતો રહે છે.

તમે ઘણીવાર લોકોને કહેતા સાંભળ્યા હશે કે સ્ટંટ(Stunt)એ એક એવી કળા છે, જે બાળકોનો ખેલ નથી કારણ કે તેના માટે ઘણી મહેનત અને સખત પ્રેક્ટિસની જરૂર પડે છે અને સ્ટંટ કરતી વખતે ખૂબ કાળજી લેવી પડે છે, પરંતુ જો કોઈ બાળક તેની પ્રેક્ટિસ કરે તો તે પણ આરામદાયક રીતે કરી શકે છે. આ છોકરાને જ જોઈ લો તે એક સાઇકલ પર પોતાના ટેલેન્ટને ખાસ રીતે રજૂ કરે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક છોકરો રસ્તા પર સાઈકલ ચલાવી રહ્યો છે, આ દરમિયાન તેની સાઈકલનું પાછળનું ટાયર નીકળી જાય છે અને સાઈકલ માત્ર એક વ્હીલ પર ટકી રહે છે અને તે તેને એકદમ યોગ્ય રીતે બેલેન્સ કરે છે. પરંતુ છોકરો સાઈકલ રોકતો નથી. સાયકલ ચલાવવાનું ચાલુ રાખે છે.

આ છોકરાની પ્રતિભા જોઈને તમે ચોક્કસ પ્રભાવિત થઈ જશો. આ ક્લિપની સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે આ દરમિયાન બાળકે હેલ્મેટ સિવાય કોઈ સેફ્ટી કીટ પહેરી નથી. જો ભૂલથી પણ સ્ટંટમાં કોઈ ભૂલ થઈ ગઈ હોત તો કદાચ મોટી દુર્ઘટના થઈ શકી હોત.

આ પણ વાંચો: ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ-2022નું સમાપન,100થી વધુ દેશો જોડાયા, આયુષ ક્ષેત્રે રૂ.9000 કરોડથી પણ વધુના રોકાણના MOU થયાં

આ પણ વાંચો: Kitchen Tips: લાંબા સમયથી ડુંગળી પડી રહેવાથી અંકુરિત થઈ ગઈ હોય તો તેને ફેંકવાને બદલે ખાવામાં કરો ઉપયોગ, થશે આ ફાયદા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">