AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ-2022નું સમાપન,100થી વધુ દેશો જોડાયા, આયુષ ક્ષેત્રે રૂ.9000 કરોડથી પણ વધુના રોકાણના MOU થયાં

આ સમિટમાં 9 રાઉન્ડ ટેબલ્સ, 5 પ્લેનરી સેશન્સ, 2 સિમ્પોઝિયમ, 6 વર્કશોપ્સ, 100 થી વધુ એક્ઝિબિટર્સ અને 90 થી વધુ પ્રતિષ્ઠિત વક્તાઓએ ભાગ લીધો, આ ત્રિ-દિવસીય સમિટમા આશરે 70થી પણ વધુના એમ.ઓ.યુ કરવામાં આવ્યા છે.

ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ-2022નું સમાપન,100થી વધુ દેશો જોડાયા, આયુષ ક્ષેત્રે રૂ.9000 કરોડથી પણ વધુના રોકાણના MOU થયાં
Global AYUSH Investment and Innovation Summit-2022 concludes, more than 100 countries join, more than Rs 9000 crore investment MOU was signed in AYUSH sector
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2022 | 6:53 AM
Share

ગાંધીનગર (Gandhinagar) માં મહાત્મા મંદિર ખાતે આયોજિત ત્રિદિવસીય ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ-2022 (Global AYUSH Investment and Innovation Summit) નું સમાપન થયું છે. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે, સમગ્ર માનવજાતને વધુ સુરક્ષિત કરવા માટે આયુર્વેદ, યુનાની, હોમિયોપેથીક જેવી પારંપારિક ચિકિત્સા પદ્ધતિઓ જ અત્યંત મહત્ત્વની પૂરવાર થઇ રહી છે ત્યારે, આયુષ પદ્ધતિથી સારવારનો વ્યાપ વધારવો એ આજના સમયની તાતી જરૂરિયાત છે. કોરોનાના કપરા કાળમાં ભારતમાં સીમિત ચિકિત્સા પદ્ધતિઓ તથા ઈન્ફ્રાસ્ટ્રકચર હોવા છતાં પણ દેશભરના નાગરિકોને સુરક્ષિત રાખ્યા છે

તેમણે ઉમેર્યું કે આ સમગ્ર વિશ્વની પ્રથમ ઘટના છે. આ સમિટમાં 100થી વધુ દેશોના પ્રતિનિધિઓ, તજજ્ઞો અને ચિકિત્સકોએ પરંપરાગત સ્વાસ્થ્ય ચિકિત્સા પદ્ધતિઓ અંગે વિચાર મંથન કર્યું છે અને આ ક્ષેત્રે થનારી નવી નવી પદ્ધતિઓના સંશોધનો માટે ચર્ચાઓ કરી છે જે આગામી સમયમાં સમગ્ર વિશ્વ માટે આશીર્વાદરૂપ નીવડશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. રાજ્યપાલશ્રીએ કહ્યું કે એ માનવીને થતા રોગોના નિદાન માટે વપરાતી એલોપેથી દવાઓ રોગને રોકે છે પરંતુ આયુર્વેદ દ્વારા અપાતી સારવાર રોગને જડમૂળથી નાબૂદ કરે છે. આયુર્વેદ પંચકર્મ દ્વારા અપાતી સારવાર એ શ્રેષ્ઠ ઉદાહરણ છે.

આયુષ મંત્રાલયના સચિવ શ્રી વૈધ રાજેશ કોટેચાએ જણાવ્યું હતું કે, દેશમાં આયુષના વિકાસ માટે પ્રથમવાર આયુષ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટ થકી આયુષ ક્ષેત્રે નવી દિશા મળશે. આ સમિટની સફળતા થકી હવેથી દર બે વર્ષે આયુષ મંત્રાલય દ્વારા આ પ્રકારની સમિટ યોજવામાં આવશે. આ સમિટમાં યુવાધન મોટી સંખ્યામાં સહભાગી બન્યો છે, તે વાત આનંદની છે. આયુષ સ્ટાર્ટઅપની સાથે ફૂડ ઇનોવેશન અને આઈટી સેક્ટરમાં યુવાનોએ ભારે રસ દાખવ્યો છે. આ સમીટમાં પાંચ દેશો સાથે એમઓયુ કરવામાં આવ્યા છે. આગામી સમયમાં રૂ. ૯,૦૦૦ કરોડ જેટલું મૂડી રોકાણ આ ક્ષેત્રમાં થશે. ઔષધી ખેતીની માત્રા વધારવા કિસાન સંગઠનો સાથે પણ એમઓયુ કરવામાં આવ્યા છે. સમિટ થકી આયુષ આહાર સાથે નવીન વાતો પણ સામે આવી છે. આ સમિટમાં આયુષ્યના વિવિધ વિકાસ પર તજજ્ઞો દ્વારા પોતાના વિચારો રજૂ કર્યા છે.

ITRA જામનગરના ડાયરેક્ટર ડૉ. અનુપ ઠાકરે ત્રિદિવસીય આયુષ સમિટનો ટૂંકસાર આપતા જણાવ્યું હતું કે આ સમિટમાં 9 રાઉન્ડ ટેબલ્સ, 5 પ્લેનરી સેશન્સ, 2 સિમ્પોઝિયમ, 6 વર્કશોપ્સ, 100 થી વધુ એક્ઝિબિટર્સ અને 90 થી વધુ પ્રતિષ્ઠિત વક્તાઓએ પોતાના વિચારો રજૂ કરીને આયુષના વિકાસને નવી રાહ આપી છે. તેમણે કહ્યું હતું કે આશરે 5.5 લાખ રોજગારીની તકો ઉભી થશે. અંદાજીત 76 લાખથી વધુ લોકોના જીવન પર સકારાત્મક અસર પડી છે. આ ત્રિ-દિવસીય સમિટમા આશરે 70થી પણ વધુના એમ.ઓ.યુ કરવામાં આવ્યા છે. આ સમિટની સફળતાના પરિણામે કુલ આશરે રૂ.9000 કરોડથી પણ વધુના રોકાણ આયુષ ક્ષેત્રે થવા પામ્યા છે.

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022 : ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દિલ્લી મુલાકાતે, પ્રશાંત કિશોર સાથે કરશે બેઠક

આ પણ વાંચોઃ Bhavnagar: નેસવડ ગામે ધોરણ 7ના પેપરની ચોરીને લઈ ખુલાસો, બે વિધાર્થીઓએ પેપર ચોરીનો સ્વીકાર કર્યો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">